IND vs NZ: ન્યુઝીલેન્ડનો આ ઝડપી બોલર ભારત સામે સિરીઝ હારવાની વાત થી ભડકી ઉઠ્યો, સિરીઝને ‘અર્થહીન’ ગણાવી

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે ત્રણ T20 મેચોની સીરીઝ બુધવારથી શરૂ થઈ છે. બંને ટીમો પાંચ દિવસમાં ત્રણ મેચ રમી રહી છે.

IND vs NZ: ન્યુઝીલેન્ડનો આ ઝડપી બોલર ભારત સામે સિરીઝ હારવાની વાત થી ભડકી ઉઠ્યો, સિરીઝને 'અર્થહીન' ગણાવી
Tim Southee-Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 9:42 AM

ન્યૂઝીલેન્ડની ટીમમાંથી લગભગ ત્રણ વર્ષથી બહાર રહેલા ફાસ્ટ બોલર મિશેલ મેકક્લેનાઘને (Mitchell Mcclenaghan), ભારત અને ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચેની T20 સિરીઝને ‘અર્થહીન’ ગણાવી છે. તેણે કહ્યું કે આવી શ્રેણીનો કોઈ અર્થ નથી જ્યાં ટીમોએ માત્ર પાંચ દિવસમાં ત્રણ મેચ રમવાની હોય. ભારત સતત બે T20 ઈન્ટરનેશનલ મેચ જીતીને સીરિઝ જીતી ચૂક્યું છે. શ્રેણીની છેલ્લી મેચ કોલકાતા (Kolkata) ના ઈડન ગાર્ડન્સમાં રમાશે.

મેકક્લેનાઘને ટ્વિટર પર એબી ડી વિલિયર્સની નિવૃત્તિ પર ટિપ્પણી કરી હતી. આ ટ્વિટના જવાબમાં, એક ભારતીય પ્રશંસકે તેમને યાદ અપાવ્યું કે તેમની ટીમ T20I શ્રેણીમાં ભારત સામે 0-2થી હારી ગઇ છે. મેકક્લેનાઘને આ શ્રેણીને અર્થહીન ગણાવી દીધી હતી. મેકક્લેનાઘને ન્યૂઝીલેન્ડ માટે છેલ્લી મેચ 2018માં રમી હતી. પાંત્રીસ વર્ષીય મેકક્લેનાઘન 2012માં ડેબ્યૂ કર્યા બાદ 48 ODI અને 29 T20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મેકક્લેનાઘને ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણી અર્થહીન ગણાવી છે

મેકક્લેનાઘન ટ્વિટર પર ચાહકોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન, એક પ્રશંસકે લખ્યું, ‘ન્યૂઝીલેન્ડ ભારત સામે હારી ગયું.’ ચાહકના ટ્વિટ પર, મેકક્લેનાઘને જવાબ આપ્યો, ‘શું તેઓ હારી ગયા? તમારો મતલબ છે કે T20 વર્લ્ડ કપના 72 કલાક પછી રમી રહેલી પાંચ દિવસમાં ત્રણ મેચની ‘અર્થહીન’ શ્રેણી જેમાં તેઓ એવી ટીમ સાથે રમી રહ્યા છે જે 10 દિવસના આરામ પછી તેમના ઘરેલું પરિસ્થિતિમાં રમી રહી છે?’

સાઉથીએ વ્યસ્ત કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો

દુબઈમાં 14 નવેમ્બરે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. આ પછી તે UAE થી ભારત આવી અને 17 નવેમ્બરથી T20 સિરીઝની પ્રથમ મેચ રમી. ન્યુઝીલેન્ડ પ્રથમ મેચ પાંચ વિકેટે અને બીજી મેચ સાત વિકેટથી હારી ગયું હતું. ત્રીજી મેચ રવિવારે કોલકાતામાં રમાશે. વર્લ્ડ કપ ફાઈનલના ત્રણ દિવસ બાદ ત્રણ મેચની સિરીઝ રમનાર ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ ટી20 મેચમાં બંને હારી ગઈ હતી. બીજી મેચ પછી સાઉથીએ કહ્યું, T20 વર્લ્ડ કપ પછી તે ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ હતું. અમે પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધી શક્યા નથી.

મેચને કારણે કોવિડ નિયમોમાં છૂટછાટ

પશ્ચિમ બંગાળ સરકારે રવિવારે અહીંના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચને કારણે લોકો અને વાહનોની અવરજવર પરના પ્રતિબંધોમાં બે કલાકની રાહત આપી છે. કોવિડ-19 રોગચાળાની સ્થિતિને કારણે, પશ્ચિમ બંગાળમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે લોકો અને વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાગુ છે. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા શનિવારે જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ IPL 2022: જય શાહે કહ્યુ 10 ટીમો સાથે IPL ની આગામી સિઝન ભારતમાં જ રમાશે, ટૂંક સમયમાં મેગા ઓકશન

આ પણ વાંચોઃ  Peng Shuai: ટેનિસ સ્ટાર પેંગ શુઆઇ ગૂમ થવાને લઇને WTA નો રોષ ભડક્યો, ચીનને આપેલ ટૂર્નામેન્ટ્સ પાછી ખેંચી લેવાની આપી ચીમકી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">