હવે અંગ્રેજ કરવા લાગ્યા વાહ વાહી! પૂર્વ કેપ્ટનનો દાવો-રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની બદલી માનસિકતા

|

Jun 26, 2024 | 9:25 AM

હવે ઈંગ્લેન્ડથી ભારતીય સુકાની રોહિત શર્માની વાહ વાહી થઈ રહી હોવાના સમાચાર સામે આવ્યા છે. રોહિત શર્માની બેટિંગના વખાણ કરતા અંગ્રેજો પણ થાકી રહ્યા નથી. 2022 માં ભારતીય ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ હતી. જે બાદથી જ ભારતીય ટીમની માનસિકતામાં પરિવર્તન જોવા મળી રહ્યાનું કહ્યું હતું. એમ પણ કહ્યું કે જેનો મોરચો પણ ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ સંભાળ્યો હતો.

હવે અંગ્રેજ કરવા લાગ્યા વાહ વાહી! પૂર્વ કેપ્ટનનો દાવો-રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની બદલી માનસિકતા
રોહિતની ધમાલની વાહવાહી

Follow us on

રોહિત શર્માની બેટિંગના વખાણ કરતા અંગ્રેજો પણ થાકી રહ્યા નથી. હવે ઈંગ્લેન્ડથી ભારતીય સુકાની રોહિત શર્માની વાહ વાહી થઈ રહી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન નાસીર હુસૈને હિટમેનના વખાણ કર્યા છે. સુપર-8 તબક્કામાં ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માએ રમેલ જબરદસ્ત ઈનીગને વખાણી છે.

વિરાટ કોહલી ભારતીય બેટિંગ ઈનીંગની બીજી ઓવરમાં શૂન્ય રને વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ભારતીય ટીમના સુકાનીએ રક્ષણાત્મક રમવાને બદલે આક્રમક રમત અપનાવી હતી. આગળની ઓવરમાં જ ચાર છગ્ગા જમાવીને ઓસ્ટ્રેલિયન બોલર્સની કોહલીની વિકેટ મળ્યાની ખુશીઓ ભરેલા ચહેરા ગમમાં બદલી દીધા હતા.

હુસૈને કહ્યું-બદલાઈ છે ટીમ ઈન્ડિયાની માનસિકતા

રોહિત શર્માની બેટિંગ અને તેના જુસ્સાની સરાહના કરી રહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને દાવો કર્યો હતો કે, હવે ભારતીય ટીમની માનસિકતા રોહિત શર્માના સુકાન હેઠળ બદલાઈ છે. તેમણે કહ્યું કે, વર્ષ 2022 ના T20 વિશ્વકપની સેમીફાઈનલ બાદ એક નવા મિશન પર રોહિત શર્મા જોવા મળી રહ્યો છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

2022 માં ભારતીય ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ હતી. જે બાદથી જ ભારતીય ટીમની માનસિકતામાં પરિવર્તન જોવા મળી રહ્યાનું કહ્યું હતું. તેઓએ એમ પણ કહ્યું કે જેનો મોરચો પણ ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ સંભાળ્યો હતો.

કાંગારુંઓની ધુલાઈ કરી

સુપર-8 તબક્કામાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતીય સુકાની રોહિત શર્માએ જબરદસ્ત ઈનીંગ રમી હતી. તેણે તોફાની બેટિંગ કરતા 92 રન ફટકાર્યા હતા. જે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેષ્ઠ ઈનીંગ પૈકીની એક વ્હાઈટ બોલ ક્રિકેટની ગણાવી હતી.

ભારતીય ટીમના સ્ટાર ખેલાડી અને T20 વિશ્વકપ 2024માં રોહિત શર્મા સાથે ઓપનિંગ બેટર તરીકે રમી રહેલા વિરાટ કોહલીની વિકેટ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શરુઆતમાં જ ગુમાવી દીધી હતી. શૂન્ય રને કોહલી વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. આ ખૂબ જ નાજૂક સ્થિતિ સર્જાઈ હતી. આમ છતાં રોહિત શર્માએ આગળની ઓવરમાં જ મિશેલ સ્ટાર્કની ધુલાઈ કરતા 29 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ મેચમાં 41 બોલનો સામનો કરીને 92 રન નોંધાવ્યા હતા. જેને લઈ ભારતીય ટીમનો સ્કોર 200 પ્લસ થઈ શક્યો હતો.

 

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:23 am, Wed, 26 June 24

Next Article