AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs MI Qualifier 2, IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સને ભૂલોએ ડૂબાડી દીધા, રોહિત શર્મા પણ હાર માટે જવાબદાર!

Mumbai Indians: IPL 2023 ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની શરુઆત સારી રહી નહોતી અને અંતમાં જૂના અંદાજમાં પરત ફરતા ટીમ પ્લેઓફની સફર કરી શકી હતી. શુક્રવારે અમદાવાદમાં ક્વોલિફાયર મેચમાં ગુજરાત સામે હાર મેળવી હતી.

GT vs MI Qualifier 2, IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સને ભૂલોએ ડૂબાડી દીધા, રોહિત શર્મા પણ હાર માટે જવાબદાર!
MI lost to GT know the reason IPL 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 9:37 AM
Share

IPL 2023 Final ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા રમાનાર છે. ગુજરાતે શુક્રવારે અમદાવાદમાં મુંબઈને 62 રનથી હરાવીને ફાઈનલમાં શાનદાર પ્રવેશ કર્યો હતો. ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલાથી જ ક્વોલિફાયર-1 માં જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી ચૂક્યુ હતુ. હવે રવિવારે ટાઈટલ જીતવા માટે મહાસંગ્રામ ખેલાશે. મુંબઈ ઈન્ડિયન્સની સફર સિઝનમાં ત્રીજા સ્થાને રહીને સમાપ્ત થઈ છે. આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વાર ચેમ્પિયન રહી ચૂકી છે. પરંતુ વર્તમાન સિઝનમાં તેનુ પ્રદર્શન ખૂબ જ સંઘર્ષમય રહ્યુ હતુ. ક્વોલિફાયર-2 માં ગુજરાત સામે હારના કારણો અહીં બતાવીશુ કે રોહિત સેનાએ ક્યાં ભૂલ કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માનુ પ્રદર્શન ખાસ રહ્યુ નહોતુ. તે ઝડપથી પોતાની વિકેટ ગુમાવી રહ્યો હતો. સિઝનમાં તેનુ પ્રદર્શન નબળુ રહેવાને લઈને પણ મુંબઈને મોટી પરેશાની રહી હતી. બોલિંગ વિભાગમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે રાહતની વાત સૂર્યાનુ બેટ ચાલવાને લઈ હતી. રોહિત સેના મોટા સ્કોરને ચેઝ કરવામાં સફળ રહ્યુ હતુ એ મહત્વની વાત હતી.

આ પણ વાંચોઃ CKS vs GT, IPL 2023 Final : ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થશે ટાઈટલની ટક્કર, રવિવારે અમદાવાદમાં ચેમ્પિયન માટે મહાસંગ્રામ

આ કારણોથી મુંબઈની હાર

  1. ગિલનો કેચ ડ્રોપઃ ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત ટાઈટન્સના ઓપનર શુભમન ગિલે 129 રનની ઈનીંગ રમી હતી. જેની બેટિંગના દમ પર ગુજરાતે વિશાળ સ્કોર ખડક્યો હતો. જોકે યુવા ઓપનર ગિલને સસ્તામાં જ રોકી શકાયો હોત, પરંતુ છઠ્ઠી ઓવરમાં ટિમ ડેવિડે મિડ ઓન પર તેનો કેચ કરવાનુ ચૂક્યો હતો. ડેવિડે કેચ ડ્રોપ કર્યો અને તે ત્યાર બાદ આતશી બેટિંગ કરીને સદી નોંધાવી પરત ફર્યો.
  2. ખેલાડી ઘાયલઃ મુંબઈને માટે નસીબ પણ પાતળુ રહ્યુ હતુ. ટિમના બે મહત્વના બેટર ઈજાગ્રસ્ત થયા હતા. ગુજરાતની બેટિંગ દરમિયાન ક્રિસ જોર્ડનની કોણી ઈશાન કિશનની આંખમાં વાગતા તે બેટિંગ કરવા માટે મેદાનમાં આવી શક્યો નહોતો. જ્યારે કેમરન ગ્રીન પણ મોહમ્મદ શમીનો ઝડપી બોલ કોણી પર વાગતા ઈજાગ્રસ્ત થયો હતો.
  3. હિટમેન ફ્લોપઃ સુકાની રોહિત શર્માનુ બેટ પણ ના ચાલ્યુ. મુંબઈ ઈન્ડિયન્સને રોહિત શર્માના યોગદાનની જરુર હતી. પરંતુ તેનુ બેટ મહત્વની મેચમાં ચાલ્યુ નહોતુ. માત્ર 8 રન નોંધાવીને તે વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. આમ મુંબઈએ શરુઆતમાં જ બંને ઓપનર ગુમાવી દીધા હતા.
  4. કંગાળ રમતઃ બાદમાં મોટી ભાગીદારીની જરુર હતી. પરંતુ મોટા ભાગના બેટરોએ પ્રદર્શન ઠીક કર્યુ હતુ અને જેને લઈ સ્થિતી મુશ્કેલ બની હતી. તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ આ બંનેએ ટીમને જરુરી ગતિથી રન નિકાળવાનુ યોગદાન આપ્યુ હતુ. મુંબઈની ટીમ નિર્ધારીત ઓવર પહેલા જ સમેટાઈ ગઈ હતી.
  5. નબળી બોલિંગઃ બોલિંગ વિભાગમાં પણ નબળાઈ જોવા મળી હતી. નબળા બોલિંગ પ્રદર્શનને લઈ મુંબઈએ મોટા લક્ષ્યનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના બોલરોએ ખૂબ રન લૂટાવ્યા હતા અને જેને લઈ ગુજરાત વિશાળ સ્કોર ખડકી શકવામાં સફળ રહ્યુ હતુ.

આ પણ વાંચોઃ  IND vs AUS, WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈઝ મનીનુ ICC એ કર્યુ એલાન, જાણો ચેમ્પિયનને કેટલી રકમ મળશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">