AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારત આવીને ડ્રગ્સની તસ્કરી કરતા હતા ‘પાકિસ્તાની ક્રિકેટરો’, પૂર્વ અધિકારીએ ખોલી ‘આખી પોલ’

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારીએ પાકિસ્તાની ક્રિકેટરો અને ભારત પ્રવાસને લઈને કેટલીક ચોંકાવનારી વાતો કહી છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો છે કે, પાકિસ્તાની ક્રિકેટરો ભારત પ્રવાસ દરમિયાન ડ્રગ્સની તસ્કરી કરતા હતા અને આ કમાણીનો ઉપયોગ ભારત-વિરોધી આતંકી પ્રવૃત્તિઓમાં થતો હતો. આ સિવાય તેમણે મુંબઈ હુમલા અને ક્રિકેટર બોબ વૂલ્મરના રહસ્યમય મોતને લઈને પણ ઘણા ખુલાસા કર્યા છે.

Breaking News: ભારત આવીને ડ્રગ્સની તસ્કરી કરતા હતા 'પાકિસ્તાની ક્રિકેટરો', પૂર્વ અધિકારીએ ખોલી 'આખી પોલ'
Image Credit source: AI Generated
| Updated on: Jul 14, 2026 | 4:02 PM
Share

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક પૂર્વ અધિકારી આરવીએસ મણિએ દાવો કર્યો છે કે, પાકિસ્તાની ક્રિકેટરો ભારત પ્રવાસ દરમિયાન ડ્રગ્સની તસ્કરી કરતા હતા. તેમણે શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફના નામ પણ લીધા, જેમને આ આરોપમાં પકડવામાં આવ્યા હતા. તે દરમિયાન PCB એ અખ્તર પર 2 વર્ષ અને આસિફ પર 1 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.

અધિકારીનું કહેવું છે કે, તેઓ પોતાના સેવન માટે નહીં પરંતુ તસ્કરી માટે પોતાની સાથે ડ્રગ્સ લાવતા હતા. તેમણે પાકિસ્તાની ક્રિકેટરો સહિત અધિકારીઓ પર પણ ડ્રગ્સ તસ્કરીનો આરોપ લગાવ્યો.

મુંબઈ હુમલાનું કનેક્શન પણ બહાર આવ્યું

આરવીએસ મણિએ એએનઆઈ (ANI) ને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો કે, મુંબઈ હુમલાના નેરેટિવને હિન્દુ આતંકવાદ તરીકે રજૂ કરવાની યોજના હતી. તેમણે કહ્યું કે, જો મુંબઈ પોલીસના અધિકારી તુકારામ ઓમ્બલેએ અજમલ કસાબને જીવતો પકડ્યો ન હોત, તો તેને હિન્દુ દ્વારા કરવામાં આવેલો હુમલો ગણાવવામાં આવ્યો હોત. તેમણે કહ્યું કે, અજમલે હાથમાં કલાવા (પવિત્ર દોરો) પહેરેલો હતો.

અધિકારીએ અહેવાલનો હવાલો આપતા દાવો કર્યો કે, આતંકવાદી હુમલાનું 30 ટકા ફંડિંગ ડ્રગ્સ તસ્કરીના પૈસાથી થયું હતું. તેમણે કહ્યું કે, આ પાકિસ્તાનની પોલિસી છે. તેમણે બોબ વૂલ્મરના મોતનો પણ ઉલ્લેખ કર્યો, જેમનું વર્ષ 2007 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તેઓ પોતાની હોટેલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

શરૂઆતની તપાસમાં સામે આવ્યું હતું કે, વૂલ્મરની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે પરંતુ તપાસ બાદ જમૈકા પોલીસે તેને હાર્ટ એટેક અથવા સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર થયેલું મોત ગણાવ્યું હતું.

પાકિસ્તાની ક્રિકેટરોનો ‘કાળો કારોબાર’

મણિનું કહેવું છે કે, તસ્કરીનું આ કામ માત્ર પર્સનલ પૈસા માટે નહોતું થતું. તેમણે દાવો કર્યો કે, આનાથી થતી કમાણી સીધી પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અને ભારત-વિરોધી આતંકી પ્રવૃત્તિઓને ફંડ કરવામાં ઉપયોગમાં લેવાતી હતી.

મણિએ એ પણ જણાવ્યું કે, “આ દાવા તેમની પર્સનલ સમજ અને એ આરોપો પર આધારિત છે કે, જે તેમણે ઇન્ટેલિજન્સ સંબંધિત દસ્તાવેજો તૈયાર કરતી વખતે બનાવ્યા હતા.” આ કોઈ આંતરરાષ્ટ્રીય અદાલત કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના સત્તાવાર નિષ્કર્ષને દર્શાવતું નથી.

એક જ ખેલાડી તોડશે ’11 રેકોર્ડ’… અંગ્રેજોના ગઢમાં ઘૂસીને રોહિત શર્મા રચશે ‘નવી ગાથા’, ઇંગ્લેન્ડ ટીમમાં ‘ડરનો માહોલ’

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">