ધોનીના ચાહકે કરી આત્મહત્યા, માહી પ્રત્યેના જુસ્સાને કારણે ઘરને પીળા રંગથી રંગ્યું હતું

એમએસ ધોનીના ઘણા ચાહકો છે. તેનો એક ચાહક 2020 માં વાયરલ થયો હતો કારણ કે તેણે તેનું ઘર ચેન્નાઈ સુપર કિંગ્સના પીળા રંગથી રંગ્યું હતું અને તેના ઘરનું નામ હોમ ઓફ ધોની ફેન રાખ્યું હતું. ધોનીના આ મોટા પ્રશંસકે આત્મહત્યા કરી છે. આ આત્મહત્યાનું કારણ જૂની અદાવત હોવાનું કહેવાય છે.

ધોનીના ચાહકે કરી આત્મહત્યા, માહી પ્રત્યેના જુસ્સાને કારણે ઘરને પીળા રંગથી રંગ્યું હતું
MS Dhoni
Follow Us:
| Updated on: Jan 19, 2024 | 2:00 PM

વર્ષ 2020માં લાઈમલાઈટમાં આવેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીના એક પ્રશંસકે ગુરુવારે આત્મહત્યા કરી લીધી. ધોનીના આ પ્રશંસકે તેનું ઘર ચેન્નાઈ સુપર કિંગ્સના પીળા રંગથી રંગ્યું હતું અને તેના પર ‘ધોની ફેનનું ઘર’ લખ્યું હતું. ધોનીનો આ ફેન 2020માં સોશિયલ મીડિયા અપાર ખૂબ જ વાયરલ થયો હતો.

ધોનીના ડાયહાર્ટ ફેન ગોપી કૃષ્ણને કરી આત્મહત્યા

ધોનીનો આ ફેન તમિલનાડુના અરંગુરમાં એક ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. ધોનીના આ ફેનનું નામ હતું ગોપી કૃષ્ણન. રામથમ પોલીસ અધિકારીએ અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું છે કે આ મામલામાં જૂની દુશ્મની હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે 34 વર્ષીય કૃષ્ણનને સવારે લગભગ 4:30 વાગ્યે આત્મહત્યા કરી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ક્રિષ્નાના ભાઈ રામે થંથી ટીવીને જણાવ્યું કે તેના ભાઈનો પડોશી ગામના કેટલાક લોકો સાથે પૈસાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તાજેતરમાં કૃષ્ણનનો તેમની સાથે ઝઘડો પણ થયો હતો જેમાં તે ઘાયલ થયો હતો. તેના ભાઈએ જણાવ્યું કે આ પછી તે ખૂબ જ દુઃખી હતો. રામનાથમ પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધ્યો છે.

પરિવારના સહયોગથી ઘરને CSK (પીળા) રંગથી રંગ્યું

જ્યારે ધોનીના આ ફેનનો વીડિયો વાયરલ થયો ત્યારે તેણે કહ્યું હતું કે આ એવું કામ નથી જે સરળતાથી કરી શકાય. આ માટે આખો પરિવાર એક સાથે આવવો જોઈએ અને પછી જ તમે આગળ વધો. આખો પરિવાર ધોનીના ચાહક છે અને તેમના સહકારથી જ ક્રિશ્નને ઘરને CSK રંગોથી રંગ્યું અને તેનું નામ ધોનીના નામ પર રાખ્યું. ક્રિશ્નને પોતાના વાયરલ વીડિયોમાં સમગ્ર પરિવારનો આભાર માન્યો હતો.

ધોનીએ કર્યા હતા કૃષ્ણનના વખાણ

કૃષ્ણનનો વાયરલ વીડિયો ધોની સુધી પહોંચ્યો હતો. જ્યારે ધોનીએ જોયું કે ક્રિશ્નને તેના ઘરને પીળો રંગ કરાવ્યો છે અને ઘરનું નામ તેના નામ પર રાખ્યું છે, ત્યારે તે ખૂબ જ ખુશ થયો હતો. ધોનીએ કૃષ્ણનની પ્રશંસા કરી અને કહ્યું હતું કે આ એક અદ્ભુત કાર્ય છે. હવે જો ધોની કૃષ્ણનના આત્મહત્યાના સમાચાર સાંભળશે તો તે ચોક્કસપણે ખૂબ જ દુઃખી થશે.

આ પણ વાંચો : વિરાટ કોહલીના મિત્રે 41 બોલમાં સદી ફટકારી રોહિત શર્માની ઈનિંગને ભુલાવી દીધી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">