Breaking News: CSKએ ફેન્સને છેતર્યા! શૂટિંગ માટે MS Dhoni ફિટ, તો શું IPL 2026માં ઇન્જરીનું બહાનુ હતું?
આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યો છે. ઇન્જરીના કારણે ચાલુ સીઝનની એક પણ મેચ ન રમનાર એમએસ ધોનીનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે રાઈફલ શૂટિંગ કરતા જોવા મળી રહ્યો છે.

MS Dhoni એ અત્યાર સુધી ઈન્જરી (ઈજા)ના કારણે આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે એક પણ મેચ રમી નથી. ટીમે 12 લીગ મેચો રમી લીધી છે. હવે CSK એ અંતિમ 2 મેચ હૈદરાબાદ અને ગુજરાત સામે રમવાની છે. જો કે, આ પહેલા ધોની નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (NSG)ના રીઝનલ હબ પહોંચ્યો, જ્યાં તેણે શૂટિંગમાં ભાગ લીધો હતો. આનાથી એક સવાલ તો ચોક્કસ ઊભો થાય છે કે, શું CSK ફેન્સને પાગલ બનાવી રહી છે?
વાસ્તવમાં ચેન્નાઈએ 28 માર્ચે ધોનીને લઈને એક અપડેટ શેર કરતા જણાવ્યું હતું કે, કાફ ઇન્જરીના કારણે તે શરૂઆતના 2 અઠવાડિયા સુધી બહાર રહી શકે છે. હવે ધીમે-ધીમે 2 મહિના થવા આવ્યા છે અને ધોનીની વાપસીને લઈને કોઈ અપડેટ નથી. એવામાં જો ધોની અનફિટ છે, તો પછી તે એનએસજીના રીઝનલ હબમાં બિલકુલ યોગ્ય રીતે રાઈફલ સાથે શૂટિંગ કરતા કેવી રીતે જોવા મળી રહ્યો છે? આ પ્રકારના ઘણા સવાલો હવે ઊભા થઈ રહ્યા છે.
Dhoni chat with NSG Commandos
I’m i looking fit?pic.twitter.com/JMBnIGBOxU
— TELUGU MSDIANS™ (@TeluguMSDians) May 17, 2026
ધોનીએ કમાન્ડોને પૂછ્યું પોતાની ફિટનેસ વિશે
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ધોની પોતાની ફિટનેસ વિશે એનએસજી (NSG) કમાન્ડોને પૂછતો નજરે પડ્યો છે. વીડિયોમાં ધોની કમાન્ડોને પૂછે છે કે, ‘હું ફિટ લાગી રહ્યો છું?’
ધોનીએ ચલાવી રાઈફલ
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ધોની શૂટિંગ કરતા જોવા મળી રહ્યો છે. આ જોઈને ક્યાંયથી પણ એવું લાગતું નથી કે, ધોનીને ફિટનેસની કોઈ પણ પ્રકારની સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ તરફથી ખુદ ધોનીને લઈને ઘણા વીડિયો શેર કરવામાં આવી ચૂક્યા છે, જેમાં તે બેટિંગ, કીપિંગ અને બોલિંગ કરતા પણ જોવા મળ્યો છે.
MS Dhoni at NSG Commando #MSdhoni pic.twitter.com/kqlkdDnKDO
— bhairava MSDian™ (@Bhairava_1) May 17, 2026
શું CSKએ ફેન્સને પાગલ બનાવ્યા?
હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, શું ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીને લઈને ફેન્સને પાગલ બનાવ્યા અને માત્ર તેની વાપસીની આશા જ આપી? ધીમે-ધીમે આ સીઝન અંત તરફ વધી રહી છે પરંતુ ફ્રેન્ચાઈઝીએ ધોનીને લઈને બીજું કોઈ અપડેટ આપ્યું નથી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, ચેન્નાઈ ધોનીને લઈને શું અપડેટ આપે છે? બીજી તરફ એ જોવું પણ મહત્વનું રહેશે કે, ધોની છેલ્લી 2 લીગ મેચમાં રમતા જોવા મળશે કે નહીં?
