IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 મેચના સ્થળે પહોંચ્યો એમએસ ધોની, વાયરલ થવા લાગ્યો માહિ નો Video

ટીમ ઈન્ડિયાના મેન્ટરની ભૂમિકા ભજવ્યા બાદ, મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) નું શહેર રાંચી ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની બીજી T20નું સ્થળ છે.

IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 મેચના સ્થળે પહોંચ્યો એમએસ ધોની, વાયરલ થવા લાગ્યો માહિ નો Video
MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 7:47 AM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ટીમ ઈન્ડિયાના મેન્ટરની ભૂમિકા ભજવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) હવે તેમના હોમ ટાઉન રાંચીમાં છે. રાંચી એટલે ધોનીનું શહેર અને તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 માટેનું સ્થળ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 (India vs New Zealand 2nd T20) 19 નવેમ્બરે રાંચીના JSCA સ્ટેડિયમ (JSCA Stadium) માં રમાશે.

આ મેચ પહેલા ધોનીએ JSCA સ્ટેડિયમ આવન-જાવનની શરુઆત કરી છે. જેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે. પરંતુ, સ્ટેડિયમ પહોંચતા ધોનીને મેચ સાથે કોઈ લેવાદેવા નથી. બલ્કે, તેની પાછળ તેનો પોતાનો ઈરાદો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જ્યારે તેને રાંચીમાં ખાલી સમય મળી રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં ધોની તેની ફિટનેસ પર ધ્યાન આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે ફક્ત જીમ કરવાના ઈરાદાથી JSCA સ્ટેડિયમ ગયો હતો, જ્યાંથી તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા. વાયરલ થયેલી તસવીરોમાં ધોની જીમમાં પરસેવો પાડતો જોઈ શકાય છે.

જીમ સિવાય એક વીડિયો JSCA સ્ટેડિયમમાં ધોનીની એન્ટ્રીનો છે. આ દરમિયાન, ઝારખંડની U19 ટીમનો ભાગ રહેલો યુવા ક્રિકેટરને પોતાનો ઓટોગ્રાફ આપતો જોવા મળે છે.

ધોની ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાનો મેન્ટર હતો

ધોની ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાનો મેન્ટર હતો, જ્યાં ગ્રુપ સ્ટેજમાં જ ભારતીય ટીમની સફર અટકી ગઈ હતી. અગાઉ, ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલ 2021નું ટાઈટલ જીત્યું હતું, જે યલો જર્સી ફ્રેન્ચાઈઝીનુ ચોથું આઈપીએલ ટાઈટલ હતું.

માહી ભલે રમે નહી, મેદાનમાં ચોક્કસ જોવા મળશે!

ટીમ ઈન્ડિયા જ્યારે પણ રાંચીના પ્રવાસે જાય છે. ધોની પોતાના ઘરે આખી ટીમ માટે મિજબાનીનું આયોજન કરે છે. કોરોના પ્રોટોકોલને કારણે શક્ય છે કે આ વખતે એવું કરવું શક્ય નથી. ધોની ભલે રમે કે ન રમે, લોકો ભારત-ન્યૂઝીલેન્ડની બીજી T20 દરમિયાન મેદાન પર તેની ઝલક ચોક્કસથી જોઈ શકે છે.

આ પણ વાંચોઃ IND Vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 અને ટેસ્ટ મેચની સિરીઝ, જાણો પુરુ શિડ્યુલ

આ પણ વાંચોઃ 2022 FIFA World Cup: સર્બિયાએ તોડી નાખ્યું ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું દિલ, વર્લ્ડ કપ રમવું મુશ્કેલ બન્યું

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">