2022 FIFA World Cup: સર્બિયાએ તોડી નાખ્યું ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું દિલ, વર્લ્ડ કપ રમવું મુશ્કેલ બન્યું

પોર્ટુગલને ક્વોલિફાય થવા માટે માત્ર ડ્રોની જરૂર હતી પરંતુ મિટ્રોવિકના ગોલથી તેમની આશા પર પાણી ફરી વળ્યું. સર્બિયા આ જીત સાથે ગ્રુપ Aમાં ટોચ પર છે.

2022 FIFA World Cup: સર્બિયાએ તોડી નાખ્યું ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું દિલ, વર્લ્ડ કપ રમવું મુશ્કેલ બન્યું
Cristiano Ronaldo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 1:53 PM

2022 FIFA World Cup:સ્પેન, સર્બિયા અને ક્રોએશિયાએ આવતા વર્ષે કતારમાં યોજાનાર વર્લ્ડ કપ ફૂટબોલ (World Cup football)માટે ક્વોલિફાય કરી લીધું છે પરંતુ સ્વીડન, પોર્ટુગલ અને રશિયાએ રાહ જોવી પડશે. એલેક્ઝાંડર મિટ્રોવિકના 90મી મિનિટે હેડરથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) અને પોર્ટુગલ (Portugal) જોખમમાં મુકાઈ ગયા હતા.

આ સાથે સર્બિયાએ લિસ્બનમાં રમાયેલી આ મેચમાં 2-1થી જીત મેળવીને સીધા જ વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો હતો. પોર્ટુગલ(Portugal)ને ક્વોલિફાય થવા માટે માત્ર ડ્રોની જરૂર હતી પરંતુ મિટ્રોવિકના ગોલથી તેમની આશા પર પાણી ફરી વળ્યું. સર્બિયા આ જીત સાથે ગ્રુપ Aમાં ટોચ પર છે. પોર્ટુગલ પાસે હજુ પણ ક્વોલિફાય થવાની તક છે પરંતુ તેણે માર્ચમાં પ્લેઓફ (Playoff)માં ટોચની ચાર ટીમોમાં સ્થાન મેળવવું પડશે.

પોર્ટુગલ માટે, રેનાટો સાંચેઝે બીજી મિનિટમાં ગોલ કરીને તેમને મજબૂત સ્થિતિમાં મૂક્યા હતા પરંતુ ડુસાન ટેડિચે 33મી મિનિટે સર્બિયા માટે બરાબરી કરવામાં સફળ રહ્યો હતો. મિટ્રોવિકના હેડરથી દર્શકો અને પોર્ટુગલ ખેલાડી (Portugal player)ઓ દંગ રહી ગયા હતા. તેમની વચ્ચે રોનાલ્ડો પણ હતો, જે છેલ્લી સીટી વાગ્યા પછી મૌન બનીને મેદાન પર બેસી ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ગ્રુપ Aની અન્ય એક મેચમાં આયર્લેન્ડે લક્ઝમબર્ગને 3-0થી હરાવ્યું હતું. સ્પેનને ક્વોલિફાય થવા માટે સ્વીડન સામેની તેની અંતિમ મેચમાં માત્ર ડ્રોની જરૂર હતી પરંતુ તેણે અવેજી ખેલાડી અલ્વારો મોરાટાના 86મી મિનિટે કરેલા ગોલથી ગ્રુપ Bમાં 1-0થી જીત નોંધાવી હતી.

ઇબ્રાહિમોવિકની આશાઓ વધી

આ સાથે, સ્વીડનના સ્ટાર જલાટન ઈબ્રાહિમોવિકની વધુ એક વર્લ્ડ કપમાં રમવાની આશાઓ પ્લેઓફમાં મળી ગઈ છે. ગ્રુપ બીમાં જ ગ્રીસ અને કોસાવો વચ્ચેની મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. આ બંને ટીમો પહેલાથી જ ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ક્રોએશિયાએ 81મી મિનિટે રશિયન ડિફેન્ડર ફેડર કુદ્ર્યાશોવના આત્મઘાતી ગોલથી 1-0થી જીત નોંધાવી હતી. આ જીત સાથે ક્રોએશિયા ગ્રુપ એચમાં ટોચ પર આવી ગયું છે. રશિયા હવે આવતા વર્ષે 24 માર્ચથી શરૂ થનારી પ્લેઓફમાં પણ રમશે.

જર્મનીનો વિજયી રથ ચાલુ છે

ગ્રુપમાં ત્રીજા સ્થાને રહેલા સ્લોવાકિયાએ માલ્ટા સામે 6-0થી જીત નોંધાવી, જેમાં ઓન્દ્રેજ ડુડાની હેટ્રિકનો સમાવેશ થાય છે. અન્ય મેચમાં સ્લોવેનિયાએ સાયપ્રસને 2-1થી હરાવ્યું. જર્મનીએ પહેલાથી જ ગ્રુપ Jમાંથી વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું પરંતુ આર્મેનિયાને 4-1થી હરાવીને તેમનું વિજેતા અભિયાન ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો : T20 World Cup સાથે એક અનોખો ‘શ્રાપ’ જોડાયેલો છે, વિરાટ કોહલી બાદ હવે બાબર આઝમ શિકાર થયો

g clip-path="url(#clip0_868_265)">