IND Vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 અને ટેસ્ટ મેચની સિરીઝ, જાણો પુરુ શિડ્યુલ
ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) સમાપ્ત થયા પછી, ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) ની ટીમો હવે દ્વિપક્ષીય શ્રેણીમાં એકબીજા સામે ટકરાશે.
ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup 2021) પૂરો થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા (Australia) ના રૂપમાં વિશ્વને એક નવો T20 વર્લ્ડ વિજેતા મળ્યો છે. આ વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ સુપર-12 સ્ટેજથી પણ આગળ વધી શકી નથી. જોકે હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) તેને પાછળ છોડીને નવી શરૂઆત કરવા જઈ રહી છે. ટીમને T20માં નવો કેપ્ટન અને કોચ મળ્યો છે.
રોહિત શર્મા (Rohit Sharma) ને T20 ફોર્મેટમાં ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે રાહુલ દ્રવિડ (Rahul Dravid) ટીમનો નવો મુખ્ય કોચ બન્યો છે. આ બંને ન્યુઝીલેન્ડ (New Zealand) સામે રમાનાર T20 સીરીઝથી ટીમની જવાબદારી સંભાળશે અને ટીમને એક નવા પરિમાણ પર લઈ જવા ઈચ્છશે. ન્યુઝીલેન્ડ ભારતના પ્રવાસે આવી રહ્યું છે, ભારતીય ટીમ માટે નવી શરૂઆતની આ એક શાનદાર તક છે.
ન્યુઝીલેન્ડ એવી ટીમ છે જે T20 વર્લ્ડ કપ-2021ની ફાઇનલમાં પહોંચી છે. તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહી હતી. પરંતુ ટાઇટલ મુકાબલામાં આરોન ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હતી. ન્યુઝીલેન્ડ માટે પણ ભારતનો પ્રવાસ જૂની વાતો ભૂલીને નવી શરૂઆત કરવા માટે મહત્વપૂર્ણ રહેશે.
આ પ્રવાસ પર, બંને ટીમો ત્રણ મેચની T20I શ્રેણી ઉપરાંત બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પ્રથમ T20 મેચ જયપુરમાં રમાશે અને તેના માટે ભારતીય ટીમ ત્યાં પહોંચી ગઈ છે. શ્રેણીની બે T20 મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ પ્રવાસનું શેડ્યૂલ કેવું છે અને મેચો ક્યાં રમાશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ અહીં
ત્રણ મેચની T20 શ્રેણી
પ્રથમ મેચ – બુધવાર, 17 નવેમ્બર, ભારત અને ન્યુઝીલેન્ડ, સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર ખાતે, સમય – સાંજે 7 વાગ્યાથી
બીજી મેચ – શુક્રવાર, 19 નવેમ્બર, ભારત અને ન્યુઝીલેન્ડ, JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ રાંચી, સાંજે 7 વાગ્યાથી
ત્રીજી મેચ- રવિવાર 21 નવેમ્બર, ભારત અને ન્યુઝીલેન્ડ, ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ કોલકાતા, સાંજે 7 વાગ્યાથી
બે મેચની ટેસ્ટ શ્રેણી
1લી મેચ, 25 થી 29 નવેમ્બર, ભારત અને ન્યુઝીલેન્ડ, ગ્રીન પાર્ક કાનપુર, સવારે 9:30 કલાક થી
બીજી મેચ, 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર, ભારત અને ન્યુઝીલેન્ડ, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ સવારે 9:30 કલાક થી.