ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને પોતાનો સુપરહીરો માને છે. તે કહે છે કે આ દિગ્ગજ બેટ્સમેન કેપ્ટનશીપ છોડી દે તો પણ હંમેશા કેપ્ટન રહેશે. વિરાટ કોહલીએ સપ્ટેમ્બર 2021માં T20ની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારપછી ડિસેમ્બર 2021માં તેને ODIની કેપ્ટનશીપ લેવામાં આવી હતી. તાજેતરમાં જ તેણે ટેસ્ટ કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી. તેણે આ નિર્ણય સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ 2-1થી હાર્યા બાદ લીધો હતો. મોહમ્મદ સિરાજ પણ આ ટીમનો એક ભાગ હતો. તે IPLની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમમાં કોહલીની કેપ્ટનશીપમાં પણ રમ્યો હતો.
સિરાજે સોશિયલ મીડિયા પર કોહલીની ક્ષમતા પર વિશ્વાસ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો. તેણે લખ્યું ‘મારો સુપરહીરો. તમારા સહકાર અને પ્રોત્સાહન બદલ હું તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. તમે હંમેશા મારા મોટા ભાઈ રહ્યા છો. મારા પર વિશ્વાસ કરવા બદલ આભાર. મારા ખરાબ સમયમાં ટકી રહેવા માટે કિંગ કોહલી, તમે હંમેશા મારા કેપ્ટન રહેશો.’ સિરાજે કોહલીની કેપ્ટન્સીમાં ODI અને T20 ક્રિકેટમાં પગ મૂક્યો છે. જ્યારે ટેસ્ટ ડેબ્યૂ અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં કરી હતી.
View this post on Instagram
27 વર્ષીય મોહમ્મદ સિરાજ કોહલીની કેપ્ટનશીપમાં આઠ ટેસ્ટ રમી ચૂક્યો છે. તેણે 27.04ની એવરેજથી 23 વિકેટ લીધી છે. બંને હવે સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં સાથે રમતા જોવા મળી શકે છે. સિરાજે અત્યાર સુધી 12 ટેસ્ટમાં 36 વિકેટ ઝડપી છે. તેની વિકેટ લેવાની સરેરાશ 29.63 છે અને સ્ટ્રાઈક રેટ 57.5 છે. આ સાથે જ તેને એકમાત્ર વનડેમાં એકપણ વિકેટ મળી ન હતી. સિરાજે ભારત તરફથી રમાયેલી ચાર ટી-20 મેચમાં ચાર વિકેટ લીધી છે.
ODI અને T20 કરિયરમાં તે ભારતીય ટીમ માટે કંઈ ખાસ કરી શક્યો નથી. પરંતુ ટેસ્ટમાં ભારત કેટલીક મહત્વપૂર્ણ અને મોટી જીતનો હિસ્સો રહ્યો છે. જેમાં 2021માં ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટ અને ઈંગ્લેન્ડ સામેની લોર્ડ્સ ટેસ્ટનો સમાવેશ થાય છે. બ્રિસ્બેનમાં તેણે એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ લોર્ડ્સમાં બંને દાવમાં ચાર-ચાર વિકેટ લઈને ભારતનો વિજય થયો હતો. તે ઝડપથી ટેસ્ટ ટીમના મહત્વના સભ્ય તરીકે ઉભરી આવ્યો છે.
આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સના માલિકે રિષભ પંતને ગણાવ્યો દરેક ફોર્મેટમાં શ્રેષ્ઠ, BCCIને કેપ્ટન બનાવવા ભલામણ કરી