દિલ્હી કેપિટલ્સના માલિકે રિષભ પંતને ગણાવ્યો દરેક ફોર્મેટમાં શ્રેષ્ઠ, BCCIને કેપ્ટન બનાવવા ભલામણ કરી

દિલ્હી કેપિટલ્સના માલિકે રિષભ પંતને ગણાવ્યો દરેક ફોર્મેટમાં શ્રેષ્ઠ, BCCIને કેપ્ટન બનાવવા ભલામણ કરી
Rishabh Pant (File Image)

ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ના પદ છોડ્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કોણ સંભાળશે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Jan 18, 2022 | 3:31 PM

વિરાટ કોહલી (Virat Kohli)એ ટેસ્ટ કેપ્ટનશિપ છોડતાની સાથે જ નવા દાવેદારની શોધ શરૂ કરી દીધી છે. જો કે આ રેસમાં રોહિત શર્મા (Rohit Sharma)નું નામ મોખરે છે, પરંતુ અહીં સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે રોહિત પછી કોણ. આવી સ્થિતિમાં વાઈસ કેપ્ટનની પસંદગી પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. જ્યારે કેટલાક લોકો કેએલ રાહુલને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે જોઈ રહ્યા છે, ત્યારે કેટલાક દિગ્ગજો રિષભ પંત (Rishabh Pant)ને તેના યોગ્ય દાવેદાર માને છે. પંત પહેલાથી જ IPLમાં દિલ્હી કેપિટલ્સની આગેવાની કરી રહ્યો છે.

સુનીલ ગાવસ્કર અને યુવરાજ સિંહ બાદ દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદાલે પણ રિષભ પંતને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવાની વાત કરી છે. પંતની કપ્તાનીમાં ટીમ સારી રીતે રમી અને પ્લેઓફમાં પહોંચી. ટીમ ઈન્ડિયામાં પણ પંત ત્રણેય ફોર્મેટમાં ટીમનો નિયમિત ભાગ છે. આવી સ્થિતિમાં BCCI પણ તેના પર વિશ્વાસ મૂકી શકે છે.

પાર્થ જિંદાલે ટ્વીટ કરીને બીસીસીઆઈને સલાહ આપી છે કે આગામી વર્ષોમાં ટીમ ઈન્ડિયાએ કેપ્ટનશિપ માટે શું કરવું જોઈએ. તેણે લખ્યું, ‘રિષભ પંતને ટીમનો ઉપ-કેપ્ટન બનાવીને તેને તૈયાર કરવો શ્રેષ્ઠ રહેશે. આગામી એક કે બે વર્ષ માટે રોહિત શર્મા અથવા આર અશ્વિનને સુકાની સોંપવી જોઈએ જેથી તે યોગ્ય સમયે પંતને આપી શકે, જે ત્રણેય ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ છે.

કેપ્ટન ગાવસ્કર પણ પંતને જોવા માંગે છે

ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ગાવસ્કરે કહ્યું કે, પંતે તાજેતરના ભૂતકાળમાં ઘણું પ્રભાવિત કર્યું છે અને હવે તેને ટેસ્ટ ટીમની કપ્તાની સોંપવી જોઈએ. ગાવસ્કરે મન્સૂર અલી ખાન પટૌડીનું ઉદાહરણ આપતા કહ્યું કે પંત આ માટે તૈયાર છે. તેણે કહ્યું કે ભારતના ભૂતપૂર્વ ઓપનર ગાવસ્કર કહે છે કે પટૌડીને ખૂબ નાની ઉંમરમાં કેપ્ટન બનાવવામાં આવ્યા હતા અને તેણે ઘણી સફળતા મેળવી હતી, જેમ કે પંત કરી શકે છે.

આ પણ વાંચો: શું કેપ્ટનશિપ છોડ્યા પછી બ્રાન્ડ વિરાટની વેલ્યુ ધટી ગઈ છે, તેમને પ્રમોટ કરતી કંપનીઓનું શું કહેવું છે જાણો

આ પણ વાંચો: FIFA Awards: લિયોનેલ મેસીને હરાવીને આ દિગ્ગજ બન્યો શ્રેષ્ઠ ફૂટબોલર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati