Ind vs Eng: મોહમ્મદ સિરાજે માન્ચેસ્ટરમાં એજબેસ્ટનનો લીધો બદલો, એક જ ઓવરમાં બે દિગ્ગજ ખેલાડીઓની ઝડપી વિકેટ
ભારતનો (Indian Cricket Team) એજબેસ્ટનમાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં પરાજય થયો હતો અને આ હારનું કારણ ઈંગ્લેન્ડના બે બેટ્સમેન હતા. જેઓ ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા છે.
ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે એક જુલાઈથી પાંચ જુલાઈ દરમિયાન એજબેસ્ટનમાં પાંચમી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચ ઈંગ્લેન્ડે જીતી અને આ સાથે ઈંગ્લેન્ડે ભારતનું સપનું તોડી નાખ્યું. ભારતે ગયા વર્ષે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચાર મેચ રમી હતી, જેમાં 2-1થી આગળ હતી. પાંચમી મેચ કોવિડને કારણે થઈ શકી ન હતી અને આ વર્ષે રમાય હતી. ઈંગ્લેન્ડે આ મેચ જીતીને ભારતનું (Indian Cricket Team) સિરીઝ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. ઈંગ્લેન્ડની આ જીતના હિરો પૂર્વ કેપ્ટન જો રૂટ અને જોની બેયરસ્ટો હતા. બંનેએ આ મેચમાં સદી ફટકારી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રવિવારે માન્ચેસ્ટરમાં ત્રીજી અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે અને આ મેચમાં મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) એજબેસ્ટનનો બદલો પૂરો કર્યો છે.
ત્રણ મેચની વન-ડે સિરીઝની નિર્ણાયક મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો અને બોલિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ તે તેના પ્રમુખ બોલર જસપ્રિત બુમરાહ વિના. બુમરાહ પીઠની સમસ્યાને કારણે આ મેચમાં રમી રહ્યો નથી અને તેથી સિરાજને તક મળી છે. સિરાજે પોતાની પહેલી જ ઓવરમાં જ કમાલ કરી બતાવી હતી.
એક ઓવરમાં બે શિકાર
મેચની પહેલી ઓવર મોહમ્મદ શમીએ ફેંકી અને બીજી ઓવર સિરાજે ફેંકી હતી. આ ઓવરના ત્રીજા બોલ પર સિરાજે પહેલા બેયરસ્ટોને પેવેલિયન મોકલ્યો. બેયરસ્ટોનો કેચ શ્રેયસ અય્યરે કર્યો હતો. બેયરસ્ટો ખાતું પણ ખોલી શક્યો ન હતો. આ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રૂટને સિરાજે બીજી ઓવરના છેલ્લા બોલ પર આઉટ કરીને એજબેસ્ટનનો બદલો પૂરો કર્યો.
That’s a double wicket maiden over from @mdsirajofficial 💥💥
Bairstow and Root depart for a duck.
Live – https://t.co/radUqNrOn1 #ENGvIND pic.twitter.com/E4QDMgvKZa
— BCCI (@BCCI) July 17, 2022
એજબેસ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બેયરસ્ટો અને રૂટે ભારતીય બોલિંગમાં જોરદાર રન ફટકાર્યા હતા. તે મેચમાં સિરાજ પણ રમ્યો હતો અને બંનેએ સિરાજની ઓવરમાં ખૂબ જ રન ફટકાર્યા હતા. સિરાજે એ મેચનો બદલો આજે એક જ ઓવરમાં લઈ લીધો અને ઈંગ્લેન્ડને બેક ફૂટ પર ધકેલી દીધું. આ મેચમાં શૂન્ય પર આઉટ થયેલા આ બંને બેટ્સમેનોએ તે મેચમાં સદી ફટકારી હતી. બેયરસ્ટોએ અણનમ 114 રન બનાવ્યા હતા જ્યારે રૂટે અણનમ 142 રન ફટકારીને ઈંગ્લેન્ડને જીત અપાવી હતી.