Under-19 ટીમમાં સામેલ થવા માટે ખોટા દસ્તાવેજ બનાવનારા યુવા ખેલાડી સામે ફરિયાદ, પોલીસ તપાસ શરૂ
પોલીસ હવે એવા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે જેમણે આ ખેલાડીને મદદ કરી હતી.
Indian Cricket Team : યુવા ભારતીય ક્રિકેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે, થોડા સમય પહેલા સ્ટાર ભારતીય ક્રિકેટર રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha)બંગાળની ટીમમાંથી ત્રિપુરા ગયો હતો.તેની જેમ બંગાળનો એક યુવા ખેલાડી પોતાની ટીમ છોડી નવી તકની શોધમાં હતો અને ત્રિપુરા ટીમનું પ્રતિનિધિત્વ કરવા માંગતો હતો. આ ચક્કરમાં તે ફસાઈ ગયો હતો. આ યુવા ખેલાડી પર ફરિયાદ નોંધાઈ છે. ત્રિપુરાની અંડર 19 ટીમ (Tripura Under 19 Team)માં સામેલ થવા માટે બનાવટી દસ્તાવેજો બનાવનાર પશ્ચિમ બંગાળના ક્રિકેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.રવિવારે પોલીસે આ જાણકારી આપી હતી.
બનાવટી રાશન કાર્ડ પણ બનાવ્યું
પીટીઆઈના સમાચાર મુજબ પોલીસે પશ્ચિમ બંગાળના બૈરકપુરના યુવા ક્રિકેટરે ત્રિપુરા તરફથી રમવા માટે બનાવટી રીતે ત્રિપુરાના સ્થાયી નિવાસી પ્રામણ પત્ર અને રાશન કાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. બિશાલગઢ ક્રિકેટ સંધે અંડર-19 ટ્રાયલ માટે આ યુવા ક્રિકેટરના નામની ભલામણ ત્રિપુરા ક્રિકેટ સંધને કરી હતી.એસોશિએશનની 11 જુલાઈના રોજ જાહેર થયેલી અંડર 19 ટીમમાં આ ખેલાડીનું નામ પણ હતુ.
ગત્ત રાત્રે એસોશિએશનના પ્રભારી સચિવ કિશોર દાસે આ ખેલાડી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધાર પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.રિપોર્ટસ અનુસાર આ યુવા ખેલાડી પહેલા પાઈકપારા સ્પોર્ટિંગ ક્લબ માટે રમતો હતો. પોલીસ હવે ખોટા દસ્તાવેજો બનાવવા માટે આ ખેલાડીની જે લોકોએ મદદ કરી તેને ઓળખવાની કોશિશ કરી રહી છે.
એનઓસી મળ્યા બાદ સાહા ત્રિપુરા સાથે જોડાયેલા હતા
સાહા 2022-2023ની ડોમેસ્ટિક સીઝનમાં ત્રિપુરા સિનિયર ટીમ માટે પણ રમતો જોવા મળશે. તે માર્ગદર્શકની ભૂમિકા ભજવશે. એવી પણ શક્યતા છે કે તેને કેપ્ટન પણ બનાવવામાં આવે. ભારતીય વિકેટ કીપર બેટ્સમેન લાંબા સમયથી ત્રિપુરા સાથે ચર્ચામાં હતો, પરંતુ તેણે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ તરફથી એનઓસી મળ્યા બાદ આગળની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.