ખોટા ટેગને કારણે ટ્રોલ થયેલા લલિત મોદીએ મીડિયાનો જોરદાર ક્લાસ લીધો, BCCIને લઈને કરી ભૂલ
લલિત મોદી (Lalit Modi)એ હાલમાં સુષ્મિતા સેન સાથે ડેટ કરવાને લઈ જાણકારી લઈ ચર્ચામાં રહ્યા હતા.ત્યારબાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયા હતા, જેનો હવે તે જવાબ આપી રહ્યા છે
Lalit Modi : લલિત મોદી (Lalit Modi) થોડા દિવસ પહેલા ચર્ચામાં રહ્યા હતા. તેમણે બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન સાથેની ડેટિંગને લઈ ટ્વિટ કરી ધમાલ મચાવી હતી.ઈન્ડિયન પ્રીમિયર લીગના સંસ્થાપક લલિત મોદીએ આ ટ્વિટ સુષ્મિતા સેનના ખોટા ટ્વિટર એકાઉન્ટને ટેગ કર્યું હતુ. ત્યારબાદ તે ટ્રોલ થયા હતા, તેણે હાલમાં જ પોતાની પોસ્ટમાં એક લાંબો જવાબ લખ્યો છે અને ભારતીય પત્રકારો (Journalists) અને મીડિયાને ફટકાર લગાવી છે. તેણે એમ પણ લખ્યું છે કે તેણે જે ટેગ લગાવ્યા હતા તે સાચા હતા. તેમણે એવો પણ સવાલ કર્યો કે મીડિયા તેમની પાછળ કેમ પડી છે.
લલિત મોદીએ આ પોસ્ટમાં બીસીસીઆઈના ખોટા અકાઉન્ટને ટેગ કર્યું હતુ. તેમણે પોતાની પોસ્ટમાં OFFICIAL BCCI ટેગ કર્યા છે, મોદીએ બીસીસીઆઈ પર નિશાન સાંધ્યું છે અને લખ્યું કે, તેમણે આઈપીએલની સ્થાપના ત્યારે કરી હતી જ્યારે કોઈને આઈડિયા પણ ન હતો તેણે જ્યારે આઈપીએલ છોડ્યું તો જાણ પણ ન હતી કે હવે શું કરવું.
View this post on Instagram
મીડિયા મારી પાછળ કેમ પડી છે
લલિત મોદીએ ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું ખોટો ટેગ કરવા માટે મીડિયા મને ટ્રોલ કરવામાં પાછળ કેમ પડી છે, શું કોઈ જણાવી શકે ચે. મે ઈન્સ્ટ્રાગ્રામ પર 2 ફોટો પોસ્ટ કર્યા હતા અને એક ટેગ કર્યું હતુ, મને લાગે છે કે,આપણે હજુ મિડલ એજમાં રહી રહ્યા છે, જ્યાં 2 લોકો દોસ્ત હોઈ શકે નહિ જો બંન્નેની કેમિસ્ટ્રી યોગ્ય છે અને યોગ્ય સમય છે તો જાદુ થઈ શકે છે
ખોટી માહિતી પર ગુસ્સો
મોદી અને સુષ્મિતા સેનની ડેટિંગના સમાચાર પછી મોદી વિશે મીડિયામાં ઘણા પ્રકારના સમાચાર વહેતા થયા, જેમાં તેમની પૂર્વ પત્ની મીનલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.લલિત મોદીએ કહ્યું કે, મીનલ વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી. લલિત મોદીએ લખ્યું, “મને એવું લાગે છે કે દેશમાં તેમની પાસે કંઈ બચ્યું નથી, દરેક પત્રકાર અર્નબ ગોસ્વામી બનવા માંગે છે – સૌથી મોટો જોકર. મારી સલાહ છે કે જીવો અને બીજાને જીવવા દો. સાચા સમાચાર લખો. ડોનાલ્ડ ટ્રમ્પ, નકલી સમાચારની શૈલીમાં નહીં. જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઈએ કે મારી પૂર્વ પત્ની મીનલ મોદી 12 વર્ષથી મારી બેસ્ટ ફ્રેન્ડ હતી તે મારી માતાની મિત્ર નહોતી. આ વાત નિરર્થક ફેલાવવામાં આવી છે.