વિરાટ કોહલી બાદ તેના ફેન્સ પણ ટ્રોલીંગના શિકાર, કહ્યું રાજપાલ યાદવનું ટેટૂ કેમ કરાવ્યું !

વિરાટ કોહલી (Virat Kohli)નું એક નેપાલી ફેને ટેટુ બનાવ્યું હતુ, તેમણે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો તો તેના પર સવાલો ઉઠવાના શરુ થયા હતા

વિરાટ કોહલી બાદ તેના ફેન્સ પણ ટ્રોલીંગના શિકાર, કહ્યું રાજપાલ યાદવનું ટેટૂ કેમ કરાવ્યું !
વિરાટ કોહલી બાદ તેના ફેન્સ પર કટાક્ષો થયા, રાજપાલ યાદવે કેમ કરાવ્યું ટેટૂ?Image Credit source: INSTAGRAM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 2:51 PM

Virat Kohli : વિરાટ કોહલી (Virat Kohli )ભલે તેના મુશ્કિલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય પરંતુ તેની following કાંઈ ઓછી નથી, કોહલી તેની શાનદાર રમતથી તમામ પર ઉપલ્બધતા હાંસિલ કરી છે, દુનિયાભરમાં તેના ચાહકો પોત-પોતાની રીતે ભારતીય સ્ટારના આ મુશ્કિલ સમયમાં તેનો ઉત્સાહ વધારી રહ્યા છે. હાલમાં એક ફેને કોહલીનું ટેટુ તેના હાથ પર બનાવી કોહલીના સપોર્ટમાં આવ્યો હતો. તેનો આ ફેન નેપાળનો છે, પૂર્વ ભારતીય કેપ્ટનનો નેપાળી ફેને વિરાટના ચેહરાનું એક ટેટુ બનાવ્યું હતુ, જેનો ફોટો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થઈ રહ્યો છે

સદીની રાહ જોઈ રહ્યા છે ચાહકો

ફોટો વાયરલ થયા બાદ ફેન ટ્રોલનો શિકાર બન્યો છે, એક યુઝરે કોમેન્ટ કરી કે, ભાઈ વિરાટ કોહલીનું ટેટુ બનાવ્યું રાજપાલ યાદવનું કેમ બનાવ્યું, કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો તેમણે 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ છેલ્લી સદી ફટાકરી હતી. ત્યારથી તેના બેટમાંથી સદી નીકળી નથી, ફેન્સ તેની 71મી સદીની રાહ જોઈ રહ્યા છે.કોહલીના કેટલાક ચાહકોનું આ સપનું બની ગયું છે, તેની ઈચ્છા પુરી કરવા માટે તેના એક ચાહકે તો લોકોને જમવાનું ખવડાવ્યું હતુ, જમવાના પેકેટ પર લખ્યું કે, વિરાટ કોહલીની 71મી સદીની રાહ જોઈ રહ્યા છે,

કોહલીને મળ્યો રોહિત અને બાબરનો સાથ

કોહલીના ખરાબ ફોર્મને જોઈ તેને ટીમથી બહાર કરવાની માંગ ઉઠી રહી છે, તેના પર સવાલો ઉઠી રહી છે, આ વચ્ચે વિરાટ કોહલીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનો સાથ મળ્યો છે. રોહિતે કીધું વિરાટ તેના સારા ફોર્મની ખુબ નજીક છે,

વિરાટ કોહલી (Virat Kohli) વર્ષ 2019 સુધી જોરદાર ફોર્મમાં ચાલી હતો. પરંતુ ત્યાર બાદ તેનો ગ્રાફ સતત નીચે જતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2020 થી અત્યાર સુધી તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ફ્લોપ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 18 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તે માત્ર 27.25ની એવરેજથી 872 રન બનાવી શક્યો છે. આ દરમિયાન તે માત્ર 6 અડધી સદી ફટકારી શક્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">