AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: જસપ્રીત બુમરાહને લઈ નિરાશાજનક સમાચાર, ઈજાને લઈ પરેશાન, અંતિમ વન ડેથી દૂર રહેવુ પડ્યુ

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની 3 મેચની વનડે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ હતી અને આવી સ્થિતિમાં, ટીમે માન્ચેસ્ટરમાં શ્રેણીના નિર્ણાયકમાં તેમના સૌથી ઘાતક હથિયાર વિના ઉતરવુ પડ્યુ છે.

IND vs ENG: જસપ્રીત બુમરાહને લઈ નિરાશાજનક સમાચાર, ઈજાને લઈ પરેશાન, અંતિમ વન ડેથી દૂર રહેવુ પડ્યુ
Jasprit Bumrah ને પીઠની સમસ્યાને લઈ આરામ પર રહેવુ પડ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 5:00 PM
Share

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ત્રણ મેચોની શ્રેણીની આ નિર્ણાયક મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) આ મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયો હતો. ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ ભારતીય પ્રશંસકોને આ ખરાબ સમાચાર સંભળાવ્યા હતા. બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રોહિતની જાહેરાત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ જણાવ્યું કે જસપ્રિત બુમરાહ માટે વાસ્તવિક સમસ્યા શું છે.

BCCI એ ઈજા પર શું કહ્યું?

ODI સિરીઝની પહેલી જ મેચમાં 6 વિકેટ લઈને ખળભળાટ મચાવનાર બુમરાહને પીઠ જકડાઈ જવાને કારણે આ મેચમાંથી બહાર બેસવું પડ્યું હતું. બીસીસીઆઈએ મેચ પહેલા એક ટ્વિટ દ્વારા અપડેટ જારી કર્યું અને કહ્યું, જસપ્રીત બુમરાહ પીઠ જકડાઈ જવાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. અર્શદીપ સિંહની પસંદગી માટે પણ વિચારણા કરવામાં આવી ન હતી કારણ કે તે હજુ સુધી એબડોમિનના ખેંચાણથી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી.

વનડે શ્રેણીમાં જબરદસ્ત પ્રદર્શન

આ રીતે બુમરાહનો ઈંગ્લેન્ડ પ્રવાસ છેલ્લી મેચ પહેલા સમાપ્ત થઈ ગયો. હવે સવાલ એ છે કે શું બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાને નુકસાન થવુ જોઈએ. તેણે સિરીઝની પ્રથમ બે મેચમાં સારો દેખાવ કર્યો હતો. ઓવલ ખાતેની પ્રથમ મેચમાં બુમરાહે માત્ર 19 રનમાં 6 વિકેટ ઝડપી હતી, જે ઈંગ્લેન્ડ સામે ભારત માટે રેકોર્ડ પ્રદર્શન છે. તે મેચમાં ભારતે ઈંગ્લેન્ડને માત્ર 110 રનથી હરાવીને 10 વિકેટે મેચ જીતી લીધી હતી. બીજી વનડેમાં પણ બુમરાહે ઇકોનોમી બોલિંગ કરતા 1 વિકેટ લીધી હતી. જોકે, ટીમે લોર્ડ્સમાં પરાજયનો સામનો કર્યો હતો.

બુમરાહને આરામ કરવાની તક મળશે

જો કે, બુમરાહની આ ઈજા એવા સમયે આવી છે જ્યારે તેની પાસે તેમાંથી બહાર આવવા માટે પૂરતો સમય હશે કારણ કે બુમરાહે આગામી એક મહિના સુધી વધુ ક્રિકેટ રમવાની નથી. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે અને ટી20 સીરીઝ રમવાની છે, જેમાં બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તે ઓગસ્ટના અંતમાં શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ફિટ થઈ શકશે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">