MI vs RCB WPL 2023 Highlights: મુંબઈની ટીમે 9 વિકેટથી જીતી મેચ, બેંગ્લોરની સતત બીજી હાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 10:49 PM

Mumbai Indians vs Royal Challengers Bangalore In Gujarati : વુમન્સ પ્રીમીયર લીગની ચોથી મેચ આજે મુંબઈ અને બેંગ્લોરની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેંટિગ કરીને બેંગ્લોરની ટીમે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને સરળતાથી ચેઝ કરીને મુંબઈની ટીમે જીત મેળવી હતી.

MI vs RCB WPL 2023 Highlights: મુંબઈની ટીમે 9 વિકેટથી જીતી મેચ, બેંગ્લોરની સતત બીજી હાર
MI vs RCB Live score

વુમન્સ પ્રીમીયર લીગની ચોથી મેચ આજે મુંબઈ અને બેંગ્લોરની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેંટિગ કરીને બેંગ્લોરની ટીમે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને સરળતાથી ચેઝ કરીને મુંબઈની ટીમે જીત મેળવી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Mar 2023 10:32 PM (IST)

    MI vs RCB Live Score : મુંબઈની ટીમે 9 વિકેટથી જીતી મેચ, બેંગ્લોરની સતત બીજી હાર

    મુંબઈની સતત બીજી જીત અને બેંગ્લોરની સતત બીજી હાર

  • 06 Mar 2023 10:21 PM (IST)

    MI vs RCB Live Score : 12 ઓવર બાદ મુંબઈનો સ્કોર 128 /1

    મુંબઈની ટીમને જીતવા માટે 27 બોલમાં 47 રનની જરુર

  • 06 Mar 2023 10:17 PM (IST)

    MI vs RCB Live Score : 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 110 /1

    મુંબઈની ટીમને જીતવા માટે 54 બોલમાં 46 રનની જરુર

  • 06 Mar 2023 10:13 PM (IST)

    MI vs RCB Live Score : 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 95 /1

    હેલી મેથ્યુઝે ફટકારી ફિફટી, મુંબઈની ટીમ જીત તરફ અગ્રેસર

  • 06 Mar 2023 10:09 PM (IST)

    MI vs RCB Live Score : 9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 87/1

    મુંબઈની ટીમને જીતવા માટે 66 બોલમાં 69 રનની જરુર.

  • 06 Mar 2023 09:55 PM (IST)

    RCB vs MI Live Score : મેથ્યૂઝની બાઉન્ડરી

    પાવર પ્લેની અંતિમ ઓવરમાં હીલી મેથ્યૂઝે એક બાદ એક બે ચોગ્ગા જમાવ્યા હતા. મેથ્યૂઝે ત્રીજા અને ચોથા બોલ પર સંળંગ બે ચોગ્ગા જમાવ્યા હતા.

  • 06 Mar 2023 09:53 PM (IST)

    RCB vs MI Live Score : યાસ્તિકા ભાટીયા આઉટ

    પાંચમી ઓવરના અંતિમ બોલ પર મુંબઈએ પ્રથમ વિકેટ યાસ્તિકા ભાટીયાના રુપમાં ગુમાવી છે. યાસ્તિકાએ 19 બોલનો સામનો કરીને 23 રન નોંધાવ્યા છે. તે લેગબિફોર વિકેટ ગુમાવીને પરત ફરી હતી.

  • 06 Mar 2023 09:51 PM (IST)

    RCB vs MI Live Score : મેથ્યૂઝે છગ્ગો જમાવ્યો

    પ્રીતી બોઝ પાંચમી ઓવર લઈને આવી હતી. આ ઓવરમાં મેથ્યૂઝે ડીપ સ્કેવર લેગ પર શાનદાર છગ્ગો જમાવ્યો હતો.

  • 06 Mar 2023 09:50 PM (IST)

    RCB vs MI Live Score : ત્રીજી ઓવર મુંબઈ માટે શાનદાર

    રેણુકા સિંહ ત્રીજી ઓવર લઈને આવી હતી. આ ઓવરમાં પહેલા યાસ્તિકા અને બાદમાં મેથ્યૂઝે બાઉન્ડરી મેળવી હતી. ઓવરમાં 11 રન મેળવ્યા હતા.

  • 06 Mar 2023 09:48 PM (IST)

    RCB vs MI Live Score : યાસ્તિકાની બે બાઉન્ડરી

    બીજી ઓવરમાં યાસ્તિકા ભાટીયાએ બે બાઉન્ડરી મેળવી હતી. પ્રીતી બોઝ લઈને આવેલી ઓવરના ચોથા અને પાંચમા બોલ પર ચોગ્ગા જમાવ્યા હતા.

  • 06 Mar 2023 09:46 PM (IST)

    RCB vs MI Live Score : મુંબઈની બેટિંગ શરુ

    હીલી મેથ્યૂઝ અને યાસ્તિકા ભાટીયાએ રમતની શરુઆત કરી છે. મુંબઈએ ચોગ્ગા સાથે ખાતુ ખોલાવ્યુ હતુ. રેણુંકા સિંહ પ્રથમ ઓવર લઈને આવી હતી અને મેથ્યૂઝે ચાર રન બીજા બોલ પર મેળવ્યા હતા.

  • 06 Mar 2023 09:16 PM (IST)

    RCB vs MI Live Score : બેંગ્લોરનો દાવ 155 રનમાં સમેટાયો

    મેગનને યાસ્તિકા ભાટીયાએ સ્ટંપીંગ આઉટ કરતા જ બેંગ્લોરનો દાવ એક ઓવર પહેલા જ સમેટાઈ ગયો હતો. બેંગ્લોરની ટીમ 155 રનનો સ્કોર કરીને સમેટાઈ ગઈ હતી.

  • 06 Mar 2023 09:12 PM (IST)

    RCB vs MI Live Score : પાટિલ આઉટ

    પાટિલ સારી રમત દર્શાવી રહી હતી આ દરમિયાન બ્રંટે તેને પોતાનો શિકાર બનાવી હતી. તેણે 15 બોલમાં 23 રન નોંધાવ્યા હતા.

  • 06 Mar 2023 09:05 PM (IST)

    RCB vs MI Live Score : પાટિલ અને મેગને બાઉન્ડરી ફટકારી

    17મી ઓવરમાં બેંગ્લોરની બેટરોએ આક્રમક શોટ રમવાનો પ્રયાસ કર્યો છે. જેમાં એક બાદ એક બે ચોગ્ગા ટીમના ખાતામાં જમા થયા હતા. ઓવરના પ્રથમ બોલ પર પાટિલ અને બાદમાં મેગને ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 06 Mar 2023 08:55 PM (IST)

    RCB vs MI Live Score : મેગને બાઉન્ડરી મેળવી

    15મી ઓવરની શરુઆત મેગને બાઉન્ડરી સાથે કરી છે. આ ઓવર લઈને એમેલિયા આવી હતી. તેના બોલ પર તેણે ચોગ્ગો સુંદર શોટ વડે ફટકાર્યો હતો.

  • 06 Mar 2023 08:48 PM (IST)

    RCB vs MI Live Score : રિચા ઘોષ આઉટ

    હિલી મેથ્યૂઝે મોટી વિકેટ ઝડપી છે. રિચા ઘોષને તેણે બ્રન્ટના હાથમાં ઝડપાવી દીધી છે. રિચા 26 બોલમાં 28 રન નોંધાવીને પરત ફરી છે. આમ આરસીબીએ 7મી વિકેટ ગુમાવી છે.

  • 06 Mar 2023 08:45 PM (IST)

    RCB vs MI Live Score : શ્રેયંકા પાટિલે બાઉન્ડરી ફટકારી

    પૂજા વસ્ત્રાકરના બોલ પર શ્રેયંકા પાટિલે ચોગ્ગો જમાવ્યો હતો. તેણે વન બાઉન્સ બોલને બાઉન્ડરીને પાર બેકવર્ડ સ્કેવર લેગ પરથી મોકલ્યો હતો.

  • 06 Mar 2023 08:44 PM (IST)

    RCB vs MI Live Score : કનિકા આહુજા આઉટ

    બેંગ્લોરે છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. પૂજા વસ્ત્રાકર 13મી ઓવર લઈને આવી હતી. આ ઓવરમાં પૂજાએ આહુજાને યાસ્તિકાના હાથમાં કેચ ઝડપાવી હતી. કનિકાએ 13 બોલમાં 22 રન નોંધાવ્યા હતા.

  • 06 Mar 2023 08:41 PM (IST)

    RCB vs MI Live Score : કનિકાએ છગ્ગો જમાવ્યો

    11મી ઓવર લઈને એમેલિયા આવી હતી. આ ઓવરના અંતિમ બોલ પર કનિકા આહુજાએ શાનદાર છગ્ગો જમાવ્યો હતો. તેણે મીડ વિકેટ પર આ વિશાળ છગ્ગો ફટકાર્યો હતો.

  • 06 Mar 2023 08:32 PM (IST)

    RCB vs MI Live Score : રિચા ઘોષે બાઉન્ડરી જમાવી

    10મી ઓવર લઈને વોંગ આવી હતી. જેના બોલ પર રિચા ઘોષે ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં આરસીબીના ખાતમાં 5 રન આવ્યા હતા.

  • 06 Mar 2023 08:29 PM (IST)

    લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં 'યુથ જોડો, બૂથ જોડો' અભિયાન ચલાવશે યુવા કોંગ્રેસ

    કોંગ્રેસની યુવા પાંખે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરના યુવાનોને પાર્ટીની સાથે જોડવા માટે 'યૂથ જોડો, બૂથ જોડો' અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય યુવા કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની 3 દિવસની બેઠકમાં આ સંદર્ભમાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.

  • 06 Mar 2023 08:24 PM (IST)

    RCB vs MI Live Score : એલિસ પેરીએ ગુમાવી વિકેટ

    8મી ઓવરમાં એલિસ પેરીએ રન આઉટ વિકેટ ગુમાવી છે. આરસીબીએ પાંચમી વિકેટ પેરીના રુપમાં ગુમાવી છે. સીધો જ થ્રો હુમૈરા કાઝીએ કરતા જ પેરીએ રન આઉટ વિકેટ ગુમાવી હતી. પેરીએ 7 બોલમાં 13 રન નોંધાવ્યા હતા.

  • 06 Mar 2023 08:10 PM (IST)

    RCB vs MI Live Score : રિચા ઘોષે છગ્ગો ફટકાર્યો

    નેટ સિવર બ્રન્ટ 8મી ઓવર લઈને આવી હતી. ઓવરના બીજા બોલ પર રિચાએ શાનદાર છગ્ગો જમાવ્યો હતો. તેણે સ્લોઅર બોલ પર વિશાળ છગ્ગો ડીપ મીડ વિકેટ પર ફટકાર્યો હતો.

  • 06 Mar 2023 08:05 PM (IST)

    RCB vs MI Live Score : પેરીએ જમાવી સિક્સર

    7મી ઓવર લઈને એમેલિયા કેર આવી હતી. જેનુ સ્વાગત પેરીએ છગ્ગા વડે કર્યુ હતુ. ઘૂંટણ ટેકવીને તેણે શાનદાર છગ્ગો લગાવ્યો હતો.

  • 06 Mar 2023 07:57 PM (IST)

    MI vs RCB Live Score : 5.3 ઓવરમાં બાદ બેંગ્લોરનો સ્કોર 43 /4

    કેપ્ટન સ્મૃતિ બાદ હિથર નાઈટ 0 રન બનાવી આઉટ.

  • 06 Mar 2023 07:55 PM (IST)

    MI vs RCB Live Score : 5.2 ઓવરમાં બાદ બેંગ્લોરનો સ્કોર 43 /3

    કેપ્ટન સ્મૃતિ 23 રન બનાવી કેચ આઉટ થઈ. એલીસ પેરી - 4 રન. કેપ્ટન સ્મૃતિએ 5 ઓવરમાં હમણા સુધી 5 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 06 Mar 2023 07:53 PM (IST)

    MI vs RCB Live Score : 5 ઓવરમાં બાદ બેંગ્લોરનો સ્કોર 43 /2

    સ્મૃતિ મંધાના - 23 રન, એલીસ પેરી - 4 રન. કેપ્ટન સ્મૃતિએ 5 ઓવરમાં હમણા સુધી 5 ચોગ્ગા ફટકાર્યા.

  • 06 Mar 2023 07:52 PM (IST)

    MI vs RCB Live Score : 4.4 ઓવરમાં બેંગ્લોરનો સ્કોર 39 /2

    સોફી ડિવાઇન 16 રન બનાવી કેચ આઉટ થઈ અને દિશા કાસત 0 રન બનાવી આઉટ થઈ.

  • 06 Mar 2023 07:49 PM (IST)

    MI vs RCB Live Score : 4.2 ઓવરમાં બેંગ્લોરનો સ્કોર 39 /1

    સોફી ડિવાઇન - 16 રન બનાવી કેચ આઉટ થઈ.

  • 06 Mar 2023 07:47 PM (IST)

    MI vs RCB Live Score : 4 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 35 /0

    આ ઓવરમાં 3 ચોગ્ગો જોવા મળ્યા. સ્મૃતિ મંધાના - 23 રન , સોફી ડિવાઇન - 12 રન

  • 06 Mar 2023 07:42 PM (IST)

    MI vs RCB Live Score : 3 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 22 /0

    આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. સ્મૃતિ મંધાના - 11 રન , સોફી ડિવાઇન - 11 રન

  • 06 Mar 2023 07:38 PM (IST)

    MI vs RCB Live Score : 2 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 17/0

    આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. સ્મૃતિ મંધાના - 11 રન , સોફી ડિવાઇન - 6 રન

  • 06 Mar 2023 07:34 PM (IST)

    MI vs RCB Live Score : પ્રથમ ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 11/0

    આ ઓવરમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો જોવા મળ્યો. સ્મૃતિ મંધાના - 5 રન , સોફી ડિવાઇન - 6 રન

  • 06 Mar 2023 07:30 PM (IST)

    MI vs RCB Live Score : મુંબઈ અને બેંગ્લોર વચ્ચેની મેચ શરુ

    મુંબઈ અને બેંગ્લોર વચ્ચેની મેચ શરુ. બેંગ્લોર તરફથી કેપ્ટન સ્મૃતિ અને સોફી ડિવાઇન બેટિંગ માટે મેદાન પર ઉતર્યા.

  • 06 Mar 2023 07:17 PM (IST)

    MI vs RCB Live Score : બેંગ્લોરની ટીમ પ્રથમ જીતની શોધમાં

    જણાવી દઈએ કે વુમેન્સ પ્રીમીયર લીગની પ્રથમ મેચમાં જ મુંબઈની ટીમે ગુજરાતની ટીમ સામે જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં બેંગ્લોરની ટીમને દિલ્હીની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

     

  • 06 Mar 2023 07:13 PM (IST)

    MI vs RCB Live Score : મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન

    મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન : હરમનપ્રીત કૌર(કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, ઈસી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

  • 06 Mar 2023 07:07 PM (IST)

    MI vs RCB Live Score : રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લેઈંગ ઈલેવન

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઈંગ ઈલેવન - સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઈન, એલિસ પેરી, દિશા કાસાટ, રિચા ઘોષ , હીથર નાઈટ, કનિકા આહુજા, મેગન શુટ, શ્રેયંકા પાટિલ, પ્રીતિ બોસ, રેણુકા ઠાકુર સિંહ

  • 06 Mar 2023 07:06 PM (IST)

    MI vs RCB Live Score : બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિએ કહી આ વાત

    સ્મૃતિ મંધાના ટોસ જીત્યા બાદ કહ્યું - અમે પહેલા બેટિંગ કરવા માંગીએ છીએ. તે બેટિંગ કરવા માટે સારી વિકેટ જેવું લાગે છે અને પીછો કરવાથી દબાણ વધે છે. અમે મીટિંગમાં ચેટ કરી હતી કે ટોટલ વિશે વિચારવાથી ફાયદો થશે નહીં, અમારે અમારી શક્તિ મુજબ રમવું પડશે અને અમે મોટો ટોટલ મેળવીશું. ટોચના ચાર બેટમાંથી એક ડીપ અને જો અમે તે કરી શકીએ તો અમે સારા ટોટલ પોસ્ટ કરીશું.

     

  • 06 Mar 2023 07:02 PM (IST)

    MI vs RCB Live Score : બેંગ્લોરની ટીમે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

    બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ચોથી મેચ માટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે.

  • 06 Mar 2023 07:00 PM (IST)

    પોઈન્ટ ટેબલમાં મુંબઈ નંબર 1

    View this post on Instagram

    A post shared by CricTracker (@crictracker)

  • 06 Mar 2023 06:58 PM (IST)

    આજે બે ભારતીય કેપ્ટન વચ્ચે ટક્કર

    વુમેન્સ પ્રીમિયર લીગની ચોથી મેચ આજે બે ભારતીય કેપ્ટન વચ્ચે રમાઈ રહી છે. હરમનપ્રીત કૌરની મુંબઈ ઈન્ડિયન્સ અને સ્મૃતિ મંધાનાની બેંગ્લોર ટીમ આજે જીતવા માટે મેદાનમાં ઉતરી છે.

Published On - Mar 06,2023 6:57 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">