MI vs PBKS Live Score, IPL 2023 Highlights: મુંબઈનો ઘરઆંગણે પરાજય, પંજાબની જીત માટે અર્શદીપ સિહની મહત્વની ભૂમિકા
MI vs PBKS Live Score in Gujarati Highlights: મુંબઈ ઈન્ડિયન્સ હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમી રહ્યુ છે.

IPL 2023 ની 31મી મેચ શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. રોહિત શર્માની આગેવાની ધરાવતી મુંબઈની ટીમ સિઝનમાં 3 મેચમાં જીત 5 મેચ રમીને મેળવી છે. જ્યારે શિખર ધવનની આગેવાની ધરાવતી પંજાબ કિંગ્સ ટીમ 6 મેચ રમીને 3 મેચ જીત્યુ છે. મુંબઈ કે પંજાબ જે ટીમ જીત મેળવશે, તેને પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફાયદો થનારો છે. આમ બંને ટીમો સિઝનમાં પોઈન્ટ્સ ટેબલમાં સ્થાનમાં સુધારો કરવા માટે પુરો દમ લગાવશે.
મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ની પ્લેઈંગ 11
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, તિલક વર્મા, અર્જુન તેંડુલકર, રિતિક શોકિન, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ
પંજાબ કિંગ્સ: સેમ કરન (કેપ્ટન), અર્થવ તાઈડે, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), હરપ્રીત સિંહ ભાટિયા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
LIVE Cricket Score & Updates
-
MI vs PBKS score updates: તિલક વર્મા બાદ નેહલ વઢેરા આઉટ
અંતિમ ઓવરમાં રોમાંચક સ્થિતીમાં મેચ છે, એવા સમયે જ અર્શદીપ સિંહે તિલક વર્માને ક્લીન બોલ્ડ કરી દીધો છે. આગળના બોલ નેહલ વઢેરા આઉટ થયો હતો. આ બંને વિકેટમાં બોલ્ડ કરતા સ્ટંપ તોડી દીધા હતા.
-
MI vs PBKS score updates: ટિમ ડેવિડનો છગ્ગો
નાથન એલિસ 19મી ઓવર લઈને આવ્યો છે. ઓવરના બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. લો ફુલટોસ બોલને સ્ક્વેર લેગ પરથી ટિમ ડેવિડે છગ્ગો ફટકાર્યો હતો. મેચ રોમાંચક મોડમાં છે અને આ છગ્ગો મહત્વનો રહ્યો છે.
-
-
MI vs PBKS today: સૂર્યકુમાર યાદવ OUT
અર્શદીપ સિંહે છગ્ગાનો માર સહ્યા બાદ મોટી વિકેટ ઝડપી છે. સૂર્યકુમાર યાદવને પોતાનો શિકાર બનાવ્યો છે. મેચ માટે આ ટર્નિગ પોઈન્ટ પણ બની શકે છે. સૂર્યાએ 3 છગ્ગા અને 7 ચોગ્ગા વડે 26 રન નોંધાવ્યા હતા.
-
MI vs PBKS score: ટિમ ડેવિડની સિક્સર
અર્શદીપ સિંહ 18મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ તેણે છગ્ગાનો માર સહ્યો છે. ટિમ ડેવિડે યોર્કરના પ્રયાસમાં ફુલટોસ બોલ કર્યો હતો. જોકે ટિમ ડેવિડે ફાઈનલ લેગ તરફ 84 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
-
IPL score today: સૂર્યાએ ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો
17મી ઓવર લઈને સેમ કરન આવ્યો હતો. સુર્યાએ જમાવટ કરી છે. તેણે ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો અને અંતિમ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો.
-
-
MI vs PBKS today: કેમરન ગ્રીન આઉટ OUT
નાથન એલિસે ચોગ્ગો અને છગ્ગો સહ્યા બાદ કેમરન ગ્રીનની વિકેટ ઝડપી છે. સેમ કરને તેનો કેચ દોડીને ઝડપ્યો હચો. 3 છગ્ગાની મદદ થી ગ્રીને 67 રન નોંધાવ્યા હતા.
-
MI vs PBKS score: ગ્રીનની સિક્સર
નાથન એલિસ 16મી ઓવર લઈ આવ્યો છે. ઓવરની શરુઆત મુંબઈ માટે છગ્ગાથી થઈ છે. કેમરન ગ્રીને ફુલટોસ બોલને છગ્ગા માટે લોંગ ઓન મિડ વિકેટ વચ્ચે ફટકાર્યો હતો. આગળના બોલે ચાર રન ફટકાર્યા હતા.
-
MI vs PBKS score updates: ગ્રીને છગ્ગો જમાવ્યો
15મી ઓવર રાહુલ ચહર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલે સૂર્યકુમારે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ચોથા બોલે કેમરન ગ્રીને સ્ટેપ આઉટ કરીને છગ્ગો ફટકાર્યો હતો. આગળના બોલે ગ્રીને ચોગ્ગો ફટકાર્યો હતો.
-
MI vs PBKS score updates: કરન પર સૂર્યાનો ચોગ્ગો-છગ્ગો
14મી ઓવર લઈને કેપ્ટન સેમ કરન આવ્યો હતો. ઓવરની શરુઆતે જ સૂર્યાએ ચોગ્ગો બેકવર્ડ પોઈન્ટ ઉપરથી ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ પર વાઈડ લોન્ગ ઓફ પર છગ્ગો ફટકાર્યો હતો. આમ ઓવરમાં 14 રન આવ્યા હતા.
-
IPL score today: સૂર્યાની Six
નાથન એલિસ 13મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર સૂર્યાકુમારે પુલ કરીને શોર્ટ બોલ ને ફાઈન લેગ પર રમ્યો હતો. અહીં તેણે શાનદાર છગ્ગો મેળવ્યો હતો.
-
IPL score now: સૂર્યાની સળંગ ત્રણ બાઉન્ડરી
મુંબઈએ 100 રનનો આંકડો પાર કરી લીધો છે. સૂર્યકુમાર યાદવે સળંગ 3 ચોગ્ગા લિવિંગસ્ટનની ઓવરમાં ફટકાર્યા હતા. ઓવરના બીજા બોલ પર ફાઈન લેગ પર , બીજો ચોગ્ગો ત્રીજા બોલે સ્વીપ કરીને બેકવર્ડ સ્કેવર લેગ પર અને ત્રીજો સળંગ ચોગ્ગો ચોથા બોલ પર ફટકાર્યો હતો.
-
Cricket score online: સૂર્યાએ ચોગ્ગો ફટકાર્યો
રાહુલ ચહર 11મી ઓવર લઈને આવ્યો છે. ઓવરના ત્રીજા બોલ પર સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે સ્વીપ કરીને બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો મેળવ્યો હતો. ઓવરમાં 7 રન મુંબઈના ખાતામાં આવ્યા હતા.
-
MI vs PBKS today: રોહિત શર્મા OUT
રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યા બાદ આગળના બોલ પર વિકેટ ગુમાવી દીધી છે., લિયામ લિવિંગસ્ટને આ વિકેટ ગુમાવી દીધી હતી. માત્ર 6 રનથી રોહિત શર્મા દૂર રહીને 44 રન પર પોતાની વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો.
-
MI vs PBKS score now: રોહિત શર્માનો શાનદાર છગ્ગો
રોહિત શર્માએ છગ્ગો અને ચોગ્ગો 9મી ઓવરમાં જમાવ્યા હતા. રાહુલ ચહર 9મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર સ્ટેપ આઉટ કરીને રોહિત શર્માએ શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ફાઈનલ લેગ તરફ ચોગ્ગો મેળવ્યો હતો.
-
MI vs PBKS score: પાવર પ્લેના અંતે મુંબઈનો સ્કોર-54/1
નાથન એલિસ પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર કેમરન ગ્રીને ચોગ્ગો ફટકાર્યો હતો. ગ્રીને લોંગ તરફ ફુલ લેન્થ બોલને ફટકાર્યો હતો. પાવર પ્લેમાં એક વિકેટ ગુમાવીને મુંબઈએ 54 રન નોંધાવ્યો હતો.
-
IPL score today: રોહિત શર્માની વધુ એક છગ્ગો
પાંચમી ઓવર લઈને સેમ કરન આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર રોહિત શર્માએ સ્ક્વેર લેગમાં છગ્ગો ફટકાર્યો હતો. રોહિતે પુલ કરીને શોર્ટ બોલને હવાઈ યાત્રા કરાવી હતી. ઓવરના અંતિમ બોલ પર ગ્રીને ચાર રન માટે ક્લાસીકલ શોટ રમ્યો હતો.
-
MI vs PBKS score now: રોહિત શર્માનો છગ્ગો
અર્શદીપ સિંહ ચોથી ઓવર લઈને આવ્યો છે. ઓવરના અંતિમ બોલ પર છગ્ગો જમાવ્યો હતો. ઘૂંટણ ટેકવીને રોહિતે લેપ શોટ લગાવ્યો હતો. આ પહેલા ગ્રીને ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 12 રન આવ્યા હતા.
-
MI vs PBKS score updates: કેમરન ગ્રીનની સિક્સર
ત્રીજી ઓવરમાં કેમરન ગ્રીને શાનદાર છગ્ગો હરપ્રીત સિંહના બોલ પર જમાવ્યો છે. ઓવરમાં મુંબઈના ખાતામાં 8 રન આવ્યા હતા.પરંતુ આ છગ્ગા સાથે વાનખેડેનો માહોલ જબરદસ્ત શોર ભર્યો બન્યો હતો.
-
MI vs PBKS today: ઈશાન કિશન OUT
અર્શદીપ સિંહ બીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર મુંબઈને મોટો ઝટકો લાગ્યો હતો. સ્વિંગ બોલ પર કવરની દિશામાં બોલને વિશાળ શોટના રુપમાં ફટકાર્યો હતો. પરંતુ બાઉન્ડરી પર શોર્ટે દોડીને કેચ ઝડપી લીધો હતો. ઈશાન માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો હતો.
-
MI vs PBKS score: મુંબઈની બેટિંગ શરુ
રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડી પંજાબ કિંગ્સ ના મોટા પડકારને પાર કરવા માટે મેદાને ઉતરી છે. બંનેએ મુંબઈની બેટિંગ ઈનીંગની શરુઆત કરી છે. મેથ્યૂ શોર્ટ પ્રથમ ઓવર લઈને આવ્યો છે. ઓવરમાં રોહિત શર્માએ બાઉન્ડરી મેળવી હતી.
-
MI vs PBKS today: અંતિમ ઓવરમાં જિતેશ અને હરપ્રીત બ્રાર OUT
અંતિમ ઓવરમાં પંજાબે વિકેટ ગુમાવી હતી. અંતિમ બોલ પર હરપ્રીત બ્રાર રન આઉટ થયો હતો. આ પહેલા જિતેશ શર્મા બોલ્ડ થઈ પરત ફર્યો હતો. જોકે ઓવરમાં બે છગ્ગા પંજાબના ખાતામાં આવ્યા હતા.
-
MI vs PBKS today: સેમ કરન OUT
જોફ્રા આર્ચરે 19મી ઓવરના અંતિમ બોલ પર વિકેટ ઝડપી હતી. સેમ કરનની મહત્વની વિકેટ તેણે પોતાના જ હાથમાં કેચ ઝડપીને મેળવી હતી, કરને અડધી સદી નોંઘાવી હતી.
-
MI vs PBKS score: જિતેશ શર્માની 2 સળંગ સિક્સર
વિકેટ ઝડપવા છતાં કેમરનને આ ઓવરમાં રાહત નથી રહી. ઓવરમાં ચાર છગ્ગાનો માર સહન કરવો પડ્યો છે. કરને શરુઆતમાં બે સળંગ છગ્ગા બાદ અંતમાં જિતેશે બંને બોલ પર બે છગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં 25 રન પંજાબને મળ્યા હતા.
-
MI vs PBKS score updates: હરપ્રીત સિંહ ભાટીયા OUT
હરપ્રીત સિંહની વિકેટ કેમરન ગ્રીને ઝડપી છે. અગાઉ બે છગ્ગા કરનના બેટથી સહ્યા બાદ તેણે વિકેટ ઝડપવામાં સફળતા મેળવી છે. હરપ્રીત સિંહ ભાટીયા 41 રન નોંધાવીને પરત ફર્યો છે.
-
MI vs PBKS today: કરનની બે સળંગ સિક્સર
કેમરન ગ્રીન 18મી ઓવર લઈને આવ્યો છે. ઓવરના પ્રથમ બોલ પર જ સેમ કરને એક બાદ એક બે સળંગ છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ છગ્ગો કટ કરીને કવર પરથી અને બીજો છગ્ગો સીધો લોંગ ઓનની દીશામાં ફટકાર્યો હતો.
-
MI vs PBKS score: હરપ્રીતનો છગ્ગો
જોફ્રા આર્ચર 17મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર સેમ કરને ફુલ ટોસ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર હરપ્રીત સિંહે છગ્ગો ફટકાર્યો હતો. તેણે ડીપ બેકવર્ડ સ્કેવર લેગ પર તેણે છગ્ગો મેળવ્યો હતો.
-
MI vs PBKS today: અર્જુન તેંડુલકરની ખર્ચાળ ઓવર
એક વાઈડ અને એક નો બોલ સહિતના આ ઓવરમાં ખૂબ રન અર્જુન તેંડુલકરે ગુમાવ્યા છે. ઓવરમાં 31 રન આપ્યા હતા અને પંજાબને સ્કોરની રાહત સર્જાઈ ગઈ હતી. 16મી ઓવર લઈને અર્જુને આવતા જ સેમ કરને પહેલા છગ્ગો જમાવ્યો હતો. ઓવરના બીજા બોલને વાઈડ કર્યા બાદ આગળના બોલે કરને ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ચોથા અને અંતિમ બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન હરપ્રીતે પાંચમાં બોલે છગ્ગો ફટકાર્યો હતો.
-
MI vs PBKS score now: કરનની સિક્સર
રીતીક શોકીને છગ્ગાનો માર સહન કર્યો છે. 15મી ઓવરના ચોથા બોલ પર સેમ કરને છગ્ગો ફટકાર્યો હતો. 75 મીટર દૂર ફટકારેલ આ છગ્ગાને બેકફુટ પર જઈને પુલ કર્યો હતો. આ છગ્ગો સિધો જ મિડ વિકેટ પરથી બાઉન્ડરીની બહાર ગયો હતો.
-
MI vs PBKS score updates: સેમ કરનની બાઉન્ડરી
13 મી ઓવરમાં રીતિક શોકીનના બોલ પર ચોગ્ગો હરપ્રીત સિંહે ફટકાર્યો હતો. આગળની ઓવરમાં કેમરન ગ્રીનના બોલ પર ફરી એકવાર સેમ કરને બાઉન્ડરી મેળવી હતી. 14મી ઓવરના ચોથા બોલ પર લોંગ ઓન તરફ બાઉન્ડરી ફટકારી છે.
-
MI vs PBKS today: પંજાબની ગતિ ધીમી પડી
11 મી ઓવર રીતિક શોકીન લઈને આવ્યો હતો અને તેણે 5 રન આપ્યા હતા. જ્યારે આગળની ઓવર કેમરન ગ્રીન આવ્યો હતો. તેણે 5 ડોટ બોલ નાંખીને માત્ર એક સિંગલ રન ગુમાવ્યો હતો. આમ 12 બોલમાં માત્ર 6 રન જ આવ્યા છે.
-
MI vs PBKS score updates: ચાવલાનો કમાલ, ઓવરમાં બીજી વિકેટ
પીયૂષ ચાવલાએ કમાલની બોલિંગ કરી છે. આ વખતે અથર્વ તાયડેને બોલ્ડ કરી દીધો છે. આ પહેલા લિવિંગસ્ટનને તેણે પોતાની જાળમાં ફસાવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર શાનદાર બોલને તાયડે સ્વીપ કરવાનુ ચુકી ગયો અને પેડ-ગ્લવ્ઝને અડીને જમીન પર પડીને બોલ સીધો સ્ટંપમાં જઈને અથડાયો હતો. તે 29 રન નોંધાવીને પરત ફર્યો હતો.
-
MI vs PBKS score: ચાવલાની ચતુરાઈ, લિવિંગસ્ટન Out
પીયૂષ ચાવલાએ ચતુરાઈ પૂર્વક વિકેટ ઝડપી હતી. પ્રથમ બોલ ગુગલી કર્યો હતો અને તે ડોટ રહ્યો હતો. આગળના બોલ પર લિવિંગસ્ટને આગળ આવીને બોલને ઉઠાવીને મારવાનો ઇરાદો હતો. પરંતુ ચાવલાની ચતુરાઈ પર તે ભરાઈ પડ્યો અને ઈશાન કિશને શાનદાર રીતે સ્ટંપિંગ કરી દીધુ હતુ.
-
MI vs PBKS score updates: જોફ્રા પર લિવિંગસ્ટનની સિક્સર
9મી ઓવર લઈને જોફ્રા આર્ચર આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર લિવિંગસ્ટને સ્ક્વેર લેગ પર પુલ કરીને છગ્ગો ફટકાર્યો હતો. વિશાળ છગ્ગો તેણે શોર્ટ બોલ પર જમાવ્યો હતો. ઓવરમાં પંજાબને આ ઓવરમાં 10 રન મળ્યા હતા.
-
MI vs PBKS score now: પીયૂષ ચાવલાની કરકસર ભરી ઓવર
8મી ઓવર લઈને પીયૂષ ચાવલા આવ્યો હતો. ઓવરના સળંગ પાંચેય બોલ ડોટ કર્યા હતા. તેણે દરેક બોલ શાનદાર રીતે કર્યા હતા. સ્ટ્રાઈક પર રહેલ લિવિંગસ્ટોન રન લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. જોકે ઓવરના અંતિમ બોલ પર બેકફુટ પર રહીને બોલને ઓન સાઈડ તરફ ધકેલીને એક રન મેળવ્યો હતો.
-
MI vs PBKS today: પ્રભસિમરન OUT, અર્જુને ઝડપ્યો શિકાર
અર્જૂને ઈનીંગની પ્રથમ ઓવર શાનદાર કરી હતી. ત્યાર બાદ તે ફરી એક ઓવર લઈને આવ્યો છે. જેણે મહત્વની ભાગીદારી રમતને આ ઓવરમાં તોડી દીધી છે. અર્જુને જબરદસ્ત યોર્કર વડે પ્રભસિમરનની વિકેટ ઝડપી છે. LBW વિકેટ મળી છે. વિકેટ લેનારી તેની આ ઓવરમાં તેણે 2 ચોગ્ગા સહ્યા હતા.
-
MI vs PBKS score now: પીયૂષ ચાવલાએ 2 ચોગ્ગા સહ્યા
પાવર પ્લેની અંતિમ ઓવર લઈને પીયૂષ ચાવલા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર પ્રભુસિમમરને ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે અંતિમ બોલ પર તાયડેએ સ્વિપ કરીને સ્ક્વેર લેગની દિશામાં ચોગ્ગો ફટકાર્યો હતો.
-
Live cricket score: અથર્વ તાયડેએ છગ્ગો ફટકાર્યો
પાંચમી ઓવર લઈને જોફ્રા આર્ચર આવ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર જોફ્રાએ છગ્ગાનો માર સહન કર્યો હતો. શોર્ટ પિચ બોલ કર્યો હતો, જેને અથર્વ તાયડેએ થર્ડ મેનની દિશામાં છગ્ગો ફટકાર્યો હતો. 144 પ્રતિકિલોમીટરની ઝડપના બોલ પર તાયડેએ માત્ર દિશા બતાવીને ફાયદો લીધો હતો.
-
MI vs PBKS today: પ્રભસિમરનના 2 છગ્ગા
પ્રભસિમરને શાનદાર બે છગ્ગા જમાવ્યા છે. જેસન બેહરનડોર્ફ ઓવર લઈને આવ્યો હતો અને જેની ઓવરના પ્રથમ બોલ પર પુલ કરીને સ્ક્વેર લેગ પર છગ્ગો જમાવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર ફરીથી બેટ ઉઠાવ્યુ અને બેકવર્ડ સ્ક્વેર લેગ પર છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં પંજાબને 16 રન આવ્યા હતા.
-
MI vs PBKS score updates: શોર્ટે ગુમાવી વિકેટ
કમરન ગ્રીન ઓવર લઈને આવ્યો અને ત્રીજા બોલે જ તેણે મુંબઈને પ્રથમ સફળતા અપાવી છે. પંજાબની ઓપનિંગ જોડી આ સાથે જ તુટી ગઈ છે. મેથ્યૂ શોર્ટ મિડ વિકેટ પર પીયુષ ચાવલાના હાથમાં કેચ ઝડપાયો છે. તે 11 રન નોંધાવી પરત ફર્યો છે.
-
MI vs PBKS score now: પંજાબ ની બેટિંગ શરુ
પ્રભસીમરન અને મેથ્યૂ શોર્ટે પંજાબ કિંગ્સની બેટિંગની શરુઆત કરી છે. અર્જુન તેંડુલકર પ્રથમ ઓવર લઈને આવ્યો છે. પ્રથમ ઓવરમાં એર્જુને બે વાઈડ બોલ મળીને 5 રન ગુમાવ્યા હતા.
-
MI vs PBKS score now: મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, તિલક વર્મા, અર્જુન તેંડુલકર, રિતિક શોકિન, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ
-
MI vs PBKS score now: પંજાબ કિંગ્સની પ્લેઇંગ-11
પંજાબ કિંગ્સ: સેમ કરન (કેપ્ટન), અર્થવ તાઈડે, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), હરપ્રીત સિંહ ભાટિયા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
-
MI vs PBKS score now: મુંબઈએ જીત્યો ટોસ
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે. આમ પંજાબ કિંગ્સ ટોસ હારીને વાનખેડેમાં પ્રથમ બેટિંગ કરશે.
Published On - Apr 22,2023 7:08 PM