GT vs MI IPL 2023 Highlights : હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સની શાનદાર જીત, અર્જુન તેંડુલકરે પહેલીવાર બેંટિંગ માટે આવી 13 રન બનાવ્યા
Mumbai Indians vs Gujarat Titans IPL 2023 Highlights In Gujarati : બીજી ઈનિંગમાં 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 વિકેટના નુકશાન સાથે 152 રન બનાવી શકી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમ હોમ ગ્રાઉન્ડ પર આજે 55 રનથી જીત મેળવી હતી. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડયાએ બીજી જ ઓવરમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માની વિકેટ લીધી હતી. એક સમયે 50 રનની અંદર મુંબઈ ઈન્ડિયન્સની 3 વિકેટ પડી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની 35મી મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચ જોવા મોટી સંખ્યમાં દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ટોસ હારીને ગુજરાતની ટીમ પ્રથમ બેેંટિગ માટે ઉતરી હતી. શુભમન ગિલની શાનદાર ફિફટી અને અભિનવ-ડેવિડ મિલરની આક્રમક ઈનિંગને કારણે 20 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 6 વિકેટના નુકશાન સાથે 207 રન રહ્યો હતો.
બીજી ઈનિંગમાં 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 વિકેટના નુકશાન સાથે 152 રન બનાવી શકી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમ હોમ ગ્રાઉન્ડ પર આજે 55 રનથી જીત મેળવી હતી. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડયાએ બીજી જ ઓવરમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માની વિકેટ લીધી હતી. એક સમયે 50 રનની અંદર મુંબઈ ઈન્ડિયન્સની 3 વિકેટ પડી હતી.
ત્યાર બાદ રાશિદ ખાન અને નૂર અહેમદે શાનદાર બોલિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઈનઅપને ધરાશાઈ કરી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમ 7 મેચમાં 5 જીત-2 હાર અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 7 મેચમાં 3 જીત-4 હાર અને 6 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે.
ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહાએ 4 રન , શુભમન ગિલે 56 રન, હાર્દિક પંડયાએ 13 રન, વિજય શંકરે 19 રન, ડિવેડ મિલરે 46 રન, અભિનવ મનોહરે 42 રન, રાહુલ તેવટિયાએ 20 રન અને રાશિદ ખાને 2 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 12 સિક્સર અને 14 ચોગ્ગા જોવા મળ્યા.
બીજી ઈનિંગમાં નૂર અહેમદે 4 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે મોહિત શર્માએ 4 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી હતી. કેપ્ટન હાર્દિક પંડયાએ 2 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અર્જુન તેંડુલકરે 2 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી હતી. પિયુષ ચાવલાએ 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે કાર્તિકેય, મેરેડિથ અને બેહરનડોર્ફે 1-1 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં રોહિત શર્માએ 2 રન, ઈશાન કિશને 13 રન, કેમરુન ગ્રીને 33 રન, તિલક વર્માએ 2 રન, સૂર્યાકુમારે 23 રન, ટિમ ડેવિડે 0 રન, વાધેલાએ 40 રન, પિયુષ ચાવલાએ 18 રન અને અર્જુન તેંડુલકરે 13 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 9 સિક્સર અને 8 ચોગ્ગા જોવા મળ્યા હતા.
LIVE NEWS & UPDATES
-
GT vs MI IPL 2023 Live Score : ગુજરાત ટાઈટન્સની શાનદાર જીત
અંતિમ ઓવરમાં અર્જુન તેંડુલકરે પોતાના કરિયરનો પ્રથમ આઈપીએલ સિક્સર ફટકારી હતી. અંતે તે 13 રન બનાવી આઉટ થયો હતો. ગુજરાત ટાઈટન્સે 55 રનથી મોટી જીત મેળવી હતી. ગુજરાત ટાઈટન્સની આ સતત બીજી જીત હતી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની આ સતત બીજી હાર છે.
-
GT vs MI IPL 2023 Live Score : વાધેરા-પિયુષ આઉટ
મોહિત શર્માની ઓવરમાં પિયુષ ચાવલા રન આઉટ થયો છે અને વાધેરા 40 રન બનાવીને કેચ આઉટ થયો છે. સચિનના દીકરા અર્જુને આઈપીએલ ઈતિહાસનો પ્રથમ રન બનાવ્યો હતો.
-
-
GT vs MI IPL 2023 Live Score : 16 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 129/6
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પિયુષ ચાવલા 17 રન અને વાધેરા 34 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 24 બોલમાં 79 રનની જરુર. મોહિતની ઓવરમાં 2 સિક્સર જોવા મળી. 16 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 129/6
-
GT vs MI IPL 2023 Live Score : 15 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 112/6
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પિયુષ ચાવલા 8 રન અને વાધેરા 26 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 30 બોલમાં 96 રનની જરુર. આ ઓવરમાં એક સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો.15 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 112/6
-
GT vs MI IPL 2023 Live Score : સૂર્યાકુમાર આક્રમક બેટિંગ કરી આઉટ
નૂર અહેમદે પોતાની ઓવરમાં શાનદાર કેચ પકડીને સૂર્યાકુમારને 23 રન પર આઉટ કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 42 બોલમાં 118 રનની જરુર. 13 ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 90/6
-
-
GT vs MI IPL 2023 Live Score : 12 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 75/5
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યાકુમાર 19 રન અને વાધેરા 1 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 48 બોલમાં 133 રનની જરુર. આ ઓવરમાં 2 ચોગ્ગા અને 2 સિક્સર જોવા મળી. 12 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 75/5
-
GT vs MI IPL 2023 Live Score : નૂર અહેમદની ઓવરમાં 2 વિકેટ
મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલી વધી છે. નૂર અહેમદની ઓવરમાં કેમરુન ગ્રીન 33 રન બનાવી આઉટ થયો છે. હવે ટિમ ડેવિડ બેટિંગ માટે આવ્યો છે. જે પણ મોટો શોર્ટ મારવાના ચક્કરમાં આઉટ થયો હતો.
-
GT vs MI IPL 2023 Live Score : 10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 58/3
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યાકુમાર 3 રન અને કેમરુન ગ્રીન 33 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 60 બોલમાં 150 રનની જરુર.10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 58/3
-
GT vs MI IPL 2023 Live Score : તિલક વર્મા આઉટ, રાશિદ ખાનની બીજી વિકેટ
રાશિદ ખાને એક ઓવરમાં બીજી વિકેટ લીધી છે. તેણે 2 રનના વ્યક્તિગત સ્કોર પર મુંબઈના યુવા ખેલાડી તિલક વર્માને આઉટ કર્યો છે. 8 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 45/3. જીત માટે મુંબઈને 72 બોલમાં 163 રનની જરુર છે.
-
GT vs MI IPL 2023 Live Score : ઈશાન કિશન આઉટ
રાશિદ ખાનની ઓવરમાં ઈશાન કિશન 13 રન પર કેચ આઉટ થયો છે. જીત માટે મુંબઈને 75 બોલમાં 165 રનની જરુર છે.
-
GT vs MI IPL 2023 Live Score : 7 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 42/1
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેમરુન ગ્રીન 22 રન અને ઈશાન કિશન 103રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 78 બોલમાં 166 રનની જરુર. 7 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 42/1
-
GT vs MI IPL 2023 Live Score : 6 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 29/1
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેમરુન ગ્રીન 12 રન અને ઈશાન કિશન 10 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 84 બોલમાં 179 રનની જરુર. 6 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 29/1
-
GT vs MI IPL 2023 Live Score : 5 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 26/1
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેમરુન ગ્રીન 10 રન અને ઈશાન કિશન 9 રન સાથે રમી રહ્યાં છે. ઈશાન કિશને આઈપીએલ 2023નો 1000મો ચોગ્ગો પોતાની બેટથી ફટકાર્યો હતો. 5 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 26/1
-
GT vs MI IPL 2023 Live Score : 3 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 6/1
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેમરુન ગ્રીન 1 રન અને ઈશાન કિશન 2 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સે 208 રનનો ટાર્ગેટ આપ્યો છે. 3 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 6/1
-
GT vs MI IPL 2023 Live Score : કેપ્ટન રોહિત શર્મા 2 રન બનાવી આઉટ
ગુજરાતના કેપ્ટને મુંબઈના કેપ્ટનની વિકેટ લીધી, રોહિત શર્મા 2 રન બનાવી આઉટ. હાર્દિક પંડયાની ઓવરમાં રોહિત શર્મા કેચ આઉટ થયો. આ કેચ હાર્દિકે જ પકડયો હતો. 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર – 4/1
-
GT vs MI IPL 2023 Live Score : 1 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 2/0
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા અને ઈશાન કિશન બેટિંગ માટે આવ્યા છે. ગુજરાત ટાઈટન્સે 208 રનનો ટાર્ગેટ આપ્યો છે. 1 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 2/0
-
GT vs MI IPL 2023 Live Score : 20 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 207/6
અંતિમ ઓવરમાં 2 શાનદાર સિકસર જોવા મળ્યા. 20 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 207/6, મુંબઈ ઈન્ડિયન્સને મળ્યો 208 રનનો ટાર્ગેટ.
-
GT vs MI IPL 2023 Live Score : 19 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 191/5
ગુજરાત ટાઈટન્સ તરફથી ડેવિડ મિલર 34 રન અને રાહુલ તેવટિયા 6 રન સાથે રમી રહ્યાં છે. આવીને પ્રથમ બોલ પર જ તેવટિયાએ શાનદાર સિક્સર ફટકારી હતી. અભિનવ 42 રન બનાવી આઉટ થયો હતો. આ ઓવરમાં 3 સિક્સર જોવા મળી. 19 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 191/5
-
GT vs MI IPL 2023 Live Score : 18 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 172/4
ગુજરાત ટાઈટન્સ તરફથી ડેવિડ મિલર 34 રન અને અભિનવ 42 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 અભિનવે 2 અને મિલરે 1 શાનદાર સિક્સર ફટકારી હતી. 18 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 172/4
-
GT vs MI IPL 2023 Live Score : 17 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 150/4
ગુજરાત ટાઈટન્સ તરફથી ડેવિડ મિલર 25 રન અને અભિનવ 29 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 17 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 150/4
-
GT vs MI IPL 2023 Live Score : 16 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 137/4
ગુજરાત ટાઈટન્સ તરફથી ડેવિડ મિલર 19 રન અને અભિનવ 22 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં માત્ર 7 રન જોવા મળ્યા.16 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 137/4
-
GT vs MI IPL 2023 Live Score : 15 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 130/4
ગુજરાત ટાઈટન્સ તરફથી ડેવિડ મિલર 17 રન અને અભિનવ 18 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા અને 1 સિક્સર જોવા મળી. 15 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 130/4
-
GT vs MI IPL 2023 Live Score : 14 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 113/4
ગુજરાત ટાઈટન્સ તરફથી ડેવિડ મિલર 16 રન અને અભિનવ 2 રન સાથે રમી રહ્યાં છે. ડેવિડ મિલરે આ ઓવરમાં એક સિક્સર ફટકારી. 14 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 113/4
-
GT vs MI IPL 2023 Live Score : વિજય શંકર આઉટ
પિયુષ ચાવલાની ઓવરમાં વિજય શંકર કેચ આઉટ થયો છે. ટિમ ડેવિડે 19 રનના સ્કોર પર શંકરનો કેચ પકડયો હતો. 12.2 ઓવરમાં ગુજરાતનો સ્કોર 101/4. વિજય શંકરે પ્રથમ ઈનિંગમાં એક સિક્સર અને ચોગ્ગો ફટકાર્યો હતો.
-
GT vs MI IPL 2023 Live Score : શુભમન ગિલ આઉટ
કાર્તિકેયની ઓવરમાં શુભમન ગિલ કેચ આઉટ થયો છે. સૂર્યાકુમારે ફરી કેચ પકડીને ટીમને જીત અપાવી છે. શુભમન ગિલે 34 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી.
-
GT vs MI IPL 2023 Live Score : 9 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 91/2
ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ 56 રન અને શંકર 15 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં શુભમન ગિલની બેટથી એક ચોગ્ગો જોવા મળ્યો. 9 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 91/2
-
GT vs MI IPL 2023 Live Score : શુભમન ગિલે 17મી આઈપીએલ ફિફટી ફટકારી
શુભમન ગિલે 30 બોલમાં 50 રન ફટકાર્યા છે. 10 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 84/2
-
GT vs MI IPL 2023 Live Score : 9 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 60/2
ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ 45 રન અને શંકર 3 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં શુભમન ગિલની બેટથી એક ચોગ્ગો જોવા મળ્યો.9 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 60/2
-
GT vs MI IPL 2023 Live Score : 8 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 60/2
ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ 38 રન અને શંકર 2 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં માત્ર 5 રન મળ્યા. 8 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 60/2
-
GT vs MI IPL 2023 Live Score : 7 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 55/2
ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ 32 રન અને શંકર 2 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં માત્ર 5 રન મળ્યા. 7 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 55/2
-
GT vs MI IPL 2023 Live Score : હાર્દિક પંડયા 13 રન બનાવી આઉટ
ગુજરાત ટાઈટન્સનો પાવર પ્લે બાદ સ્કોર 50 રન થયો, હાર્દિક પંડયા 13 રન બનાવી આઉટ. પિયુષ ચાવલાએ મુંબઈ ઈન્ડિયન્સ માટે બીજી વિકેટ લીધી.સૂર્યાકુમારે શાનદાર કેચ પકડીને ગુજરાતના કેપ્ટનને આઉટ કર્યો છે.
-
GT vs MI IPL 2023 Live Score : 6 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 50/1
ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ 31 રન અને હાર્દિક પંડયા 13 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં શુભમન ગિલે સતત 2 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી છે. 6 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 50/1
-
GT vs MI IPL 2023 Live Score : 5 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 33/1
ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ 16 રન અને હાર્દિક પંડયા 11 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. અર્જુન તેંડુલકર ફરી મેદાન પર જોવા મળ્યો છે. 5 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 33/1
-
GT vs MI IPL 2023 Live Score : 4 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 23/1
ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ 9 રન અને હાર્દિક પંડયા 10 રન સાથે રમી રહ્યાં છે. મેચ દરમિયાન અર્જુન તેંડુલકર ઈજાગ્રસ્ત થયો છે.હાલમાં તે મેડિકલ ટીમ સાથે મેદાન બહાર છે. 4 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 23/1. આ ઓવરમાં હાર્દિક પંડયાએ એક ચોગ્ગા પણ ફટકાર્યો હતો.
-
GT vs MI IPL 2023 Live Score : અર્જુન તેંડુલકરે અમદાવાદની ધરતી પર પ્રથમ વિકેટ લીધી
અમદાવાદમાં પ્રથમ વાર આઈપીએલ મેચ રમી રહેલા અર્જુન તેંડુલકરે આજે મેચની પ્રથમ વિકેટ લીધી છે. તેણે 150મી આઈપીએલ મેચ રમી રહેલા રિદ્ધિમાન સાહા 4 રન બનાવી કેચ આઉટ થયો છે. 3 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 17/1
-
GT vs MI IPL 2023 Live Score : 2 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 12/0
ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ 8 રન અને સાહા 4 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં મેચનો પ્રથમ ચોગ્ગો ગિલની બેટથી જોવા મળ્યો હતો. 2 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 10/0
-
GT vs MI IPL 2023 Live Score : ગુજરાત ટાઈટન્સની બેટિંગ શરુ
ટોસ હારીને ગુજરાતની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી છે. ગુજરાત તરફથી રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગ માટે આવ્યા છે. મુંબઈ તરફથી ઈનિંગની પ્રથમ ઓવર અર્જુન તેંડુલકરે નાંખી હતી. પિયુશ ચાવલાએ શાનદાર ફિલ્ડિંગ કરીને ચોગ્ગો બચાવ્યો હતો. 1 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 4/0
-
GT vs MI IPL 2023 Live Score : ગુજરાતના ખેલાડીઓ માટે ખાસ મેચ
1️⃣0️⃣0️⃣th Match for @MdShami11 ✅ 1️⃣5️⃣0️⃣th Match for @Wriddhipops ✅
Congratulations to the @gujarat_titans duo 👏🏻👏🏻
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/gPhXKOjrkw
— IndianPremierLeague (@IPL) April 25, 2023
આજે બોલર મોહમ્મદ શમી 100મી આઈપીએલ મેચ રમી રહ્યા છે, જ્યારે વિકેટકીપર રિદ્ધિમાન સાહા 150મી આઈપીએલ મેચ રમી રહ્યાં છે.
-
GT vs MI IPL 2023 Live Score : બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
A look at the Playing XIs of both sides 👌👌
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/z2sPKaRfsx
— IndianPremierLeague (@IPL) April 25, 2023
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, કુમાર કાર્તિકેય, અર્જુન તેંડુલકર, રિલે મેરેડિથ, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ
મુંબઈ ઈન્ડિયન્સ ઈમ્પેક્ટ પ્લેયર : રમનદીપ સિંહ, તિલક વર્મા, શમ્સ મુલાની, વિષ્ણુ વિનોદ, સંદીપ વૉરિયર
ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહમદ, મોહિત શર્મા
ગુજરાત ટાઇટન્સ ઈમ્પેક્ટ પ્લેયર : જોશુઆ લિટલ, દાસુન શનાકા, શિવમ માવી, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શ્રીકર ભરત
-
GT vs MI IPL 2023 Live Score : રોહિત શર્માએ જીત્યો ટોસ
🚨 Toss Update 🚨@mipaltan win the toss and elect to field first against @gujarat_titans.
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/OhwdzmhVUT
— IndianPremierLeague (@IPL) April 25, 2023
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. એટલે કે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાતની ટીમ પ્રથમ બેટિંગ કરશે.
-
GT vs MI IPL 2023 Live Score : પોઈન્ટ ટેબલમાં ક્યાં સ્થાન પર છે બંને ટીમ ?
Up next ⏳@gujarat_titans 🆚 @mipaltan
📍Ahmedabad
Are you ready for another captivating clash in #TATAIPL 2023 ❓ #GTvMI pic.twitter.com/vjGWJRxDkI
— IndianPremierLeague (@IPL) April 25, 2023
ગુજરાત ટાઈટન્સની ટીમ 6 મેચમાં 4 જીત-2 હાર સાથે હાલમાં પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. આજની મેચમાં સારી નેટ રન રેટ સાથે જીત થતા જ 10 પોઈન્ટ સાથે આ ટીમ પ્રથમ ક્રમે પહોંચી શકે છે. જયારે 6 મેચમાં 3 હાર-3 જીત સાથે મુંબઈની ટીમ સાતમા કમે છે. આ મેચમાં જીત સાથે 8 પોઈન્ટ મેળવી મુંબઈ ટોપ 5માં પહોંચી શકે છે.
-
GT vs MI IPL 2023 Live Score : બંને ટીમને ખેલાડી પહોંચ્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે. આજની મેચ સાથે 7.30 કલાકે શરુ થશે. જ્યારે મેચનો ટોસ સાંજે 7 કલાકે થશે. બંને ટીમના ખેલાડીઓ મેચ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી ગયા છે.
-
GT vs MI IPL 2023 Live Score : મુંબઈ-ગુજરાતનો હેડ ટુ હેડ રેકોર્ડ
ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલ ઈતિહાસમાં હમણા સુધી 1 વાર ટક્કર થઈ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત થઈ છે. ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડ પર આજે પ્રથમ વાર ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે.
-
GT vs MI IPL 2023 Live Score : અમદાવાદમાં 2 મિત્રો વચ્ચે ટક્કર
IPLમાં બે મિત્રોની ટક્કર થવા જઈ રહી છે. ગુજરાત ટાઇટન્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે અને તે પોતાની જૂની ટીમમાં મુંબઈ સામે મેદાનમાં ઉતરશે. પંડ્યાએ રોહિત શર્માની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે આ બંને એકબીજાની સામે જશે.
-
GT vs MI IPL 2023 Live Score : આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે. ગુજરાત ટાઈટન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 5 વાર ચેમ્પિયન બની ચૂક્યું છે. હાર્દિક પંડયા આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતા. એટલે કહી શકાય કે આજે રોહિત શર્મા અને હાર્દિક પંડયા એમ બે જૂનો મિત્રો વચ્ચે ટક્કર થશે.