LIVE મેચમાં ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને શારીરિક ઝઘડો, અર્જુન તેંડુલકરની ટીમ સાથે શું થયું ?
ટી20 મુંબઈ લીગ 2026ની ફાઇનલ મેચમાં રોમાંચની સાથે ખેલાડીઓનો ગુસ્સો પણ જોવા મળ્યો. ડિફેન્ડિંગ ચેમ્પિયન મરાઠા રોયલ્સ અને ARCS અંધેરી વચ્ચે રમાયેલી આ મેચ છેલ્લી બોલ સુધી ખેંચાઈ હતી. અંતે મરાઠા રોયલ્સે 8 રને જીત મેળવી હતી.

ટી20 મુંબઈ 2026 ફાઇનલ ડિફેન્ડિંગ ચેમ્પિયન મરાઠા રોયલ્સ અને ARCS અંધેરી વચ્ચે રમાઈ હતી. 13 જૂનના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં માત્ર તીવ્ર સ્પર્ધા જ નહીં પરંતુ મેદાન પર ખેલાડીઓનો ગુસ્સો પણ જોવા મળ્યો. ફાઇનલ મેચ જીતવાનું દબાણ ખેલાડીઓના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું.મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે બોલાચાલી અને શારીરિક ઝઘડો કરતા પણ જોવાયા હતા.
રોહન રાજેએ હવામાં લહેરાવી જર્સી
મેચ જીતવા માટે ARCS અંધેરીને છેલ્લી ઓવરમાં 14 રનની જરૂર હતી. મરાઠા રોયલ્સ તરફથી રોહન રાજેએ અંતિમ ઓવર નાખી હતી. તે માત્ર અંતિમ ઓવરમાં પાંચ જ રન આપ્યા હતા. ટીમની જીત નિશ્ચિત થતાં જ રોહન રાજેએ પોતાની જર્સી ઉતારી મેદાનમાં દોડવાનું શરૂ કર્યું. તેની ખુશીમાં ટીમના અન્ય ખેલાડીઓ પણ જોડાયા હતા. મરાઠા રોયલ્સે ARCS અંધેરીને 8 રનથી હરાવ્યું. મરાઠા રોયલ્સે T20 મુંબઈ લીગનો ખિતાબ સતત વખત જીત્યો.
View this post on Instagram
અર્જુન તેંડુલકરે લીધી 2 વિકેટ
મરાઠા રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 154 રન બનાવ્યા. આ મેચમાં અર્જુન તેંડુલકરે બે મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી. તેણે ચાર ઓવરમાં 36 રન આપીને મરાઠા રોયલ્સના ઓપનર સચિન મધુકર યાદવ અને મધ્યમ ક્રમના બેટ્સમેન અયાઝ ખાનને આઉટ કર્યો. મરાઠા રોયલ્સ તરફથી ચિન્મય રાજેશ સુતાર સૌથી સફળ બોલર રહ્યો. તેણે 52 બોલમાં 61 રન બનાવ્યા.
રનચેઝ દરમિયાન સર્જાઈ તકરાર
ARCS અંધેરીને 157 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરંતુ મેચ છેલ્લા બોલ સુધી લઈ જવા છતાં ટીમ ફક્ત 146 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. ARCS અંધેરીની ઇનિંગ દરમિયાન ખેલાડીઓ પર અંતિમ મેચનું દબાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. તે દબાણને કારણે લડાઈ પણ થઈ હતી. આ ત્યારે બન્યું જ્યારે ARCS અંધેરીની 2 મુખ્ય વિકેટ ચાર બોલમાં જ પડી ગઈ. તુષાર દેશપાંડેએ 17.5મી ઓવરમાં શિવમ દુબેને આઉટ કર્યો અને પછી મરાઠા રોયલ્સના ઇરફાન ઉમૈરે 18.3 ઓવરમાં ગૌરવ જઠારની વિકેટ લીધી.
Big fight in t20 Mumbai final!!
– Shivam Dube to rescue. pic.twitter.com/niaNJntnpM
— Cricket Central (@CricketCentrl) June 14, 2026
દેશપાંડે અને જઠાર વચ્ચે થઈ બોલાચાલી
ગૌરવ જઠાર અને તુષાર દેશપાંડે વચ્ચે બોલાચાલી થઈ. ત્યારબાદ શારીરિક ઝઘડો પણ થયો. પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં ARCS અંધેરીના કેપ્ટન શિવમ દુબે ડગઆઉટમાંથી દોડી આવ્યો અને બંને ખેલાડીઓને અલગ કર્યા. જેના કારણે મામલો શાંત થયો.
