AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 3 ખેલાડી જેનું IPL ડેબ્યુ પહેલા થયું ઈન્ટરનેશનલ ડેબ્યુ, લિસ્ટમાં જોડાયું નવું નામ

કોલંબો ટેસ્ટમાં શ્રીલંકા વિરુદ્ધ ડેબ્યુ કરતા જ 33 વર્ષીય સારાંશ જૈન 21મી સદીમાં ભારતનો સૌથી મોટી ઉંમરનો ટેસ્ટ ડેબ્યુ ખેલાડી બન્યો છે. આ સાથે તેના નામે વધુ એક રેકોર્ડ જોડાયો છે.

Breaking News : 3 ખેલાડી જેનું IPL ડેબ્યુ પહેલા થયું ઈન્ટરનેશનલ ડેબ્યુ, લિસ્ટમાં જોડાયું નવું નામ
| Updated on: Aug 25, 2026 | 8:32 AM
Share

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બીજી ટેસ્ટ મેચમાં 33 વર્ષના ઓલરાઉન્ડર સારાંશ જૈનને ભારતીય કેપ સોંપવામાં આવી હતી. આ સાથે તે 21મી સદીમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. ઘરેલું ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન અને ઈન્ડિયા એનું હાલમાં શ્રીલંકા પ્રવાસ પર શાનદાર પ્રદર્શન પર તેને તક મળી છે.

2025-26ની રણજી ટ્રોફી સીઝનમાં સારાંશ જૈનના બેટમાંથી 518 રન આવ્યા હતા. બોલથી 30 વિકેટ લીધી છે. તેના આ ડેબ્યુની સાથે એક અનોખો રેકોર્ડ પણ જોડાયેલો છે. સારાંશ જૈને આઈપીએલમાં એક પણ મેચ રમી નથી. સીધું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. આવું આ પહેલા અન્ય કેટલાક ક્રિકેટરો પણ કરી ચૂક્યા છે.

મુરલી વિજય

પૂર્વ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. વિજયે પોતાના આઈપીએલ ડેબ્યુના એક વર્ષ પહેલા ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવ્યું છે. તેમણે 2008માં નાગપુરના મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી મેચ રમી હતી. ત્યારબાદ 2009ની આઈપીએલ ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 12 લાખમાં ખરીદ્યો હતો. વિજયે આઈપીએલ મેચમાં 2 સદી 13 અડધી સદી સહિત કુલ 2619 રન બનાવ્યા છે.

મોહમ્મદ શમી

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ આઈપીએલમાં પગ મુકતા પહેલા ઈન્ટરનેશનલમાં પોતાની છાપ છોડી ચૂક્યો છે. જાન્યુઆરી 2013માં દિલ્લીના મેદાનમાં પાકિસ્તાન વિરુદ્ધ વનડે મેચમાં ભારત માટે ડેબ્યુ કર્યું હતુ. થોડા મહિના પછી 2013માં કોલકાતા નાઈટ રાઈડર્સે તેને તક આપી હતી. ત્યારબાદ દિલ્લી,પંજાબ, ગુજરાત ,હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટસ જેવી ટીમમાંથી રમી ચૂક્યો છે. 132 આઈપીએળ મેચમાં 145 વિકેટ લીધી છે. ભારત માટે 64 ટેસ્ટ, 108 વનડે અને 25 ટી20 ક્રિકેટ રમી છે.

સારાંશ જૈન

આ લિસ્ટમાં સૌથી તાજું નામ સારાંશ જૈનનું આવે છે. તેમણે શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ રાખ્યો હતો. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 54 મેચમાં 2223 રન, 2 સદી અને 14 અડધી સદી ફટકારી છે. આ સિવાય 47 લિસ્ટ એ મેચમાં તેમણે 553 રન બનાવવાની સાથે 38 વિકેટ લીધી છે. ટી20 મેચમાં 20 મેચમાં 18 વિકેટ લીધી છે. આઈપીએલ ઓક્શનમાં 2024,2025 અને 2026 દરમિયાન તે શોર્ટલિસ્ટ પણ થયો હતો પરંતુ કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદ્યો ન હતો.

Breaking News : કોણ છે સારાંશ જૈન ? 33 વર્ષની ઉંમરે કોલંબો ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું અહી ક્લિક કરો

Follow Us
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
g clip-path="url(#clip0_868_265)">