પાકિસ્તાની ક્રિકેટરના બચાવમાં ભારતીય દિગ્ગજ આગળ આવ્યો, ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટરનો જાહેરમાં કચરો કરી દીધો
ભારતીય પૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદે સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરને બરાબરની સંભળાવી છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માર્ક વો 'માંકડિંગ' પર જ્ઞાન આપી રહ્યો હતો, વેંકટેશ પ્રસાદે કટાક્ષ કરી બોલતી બંધ કરી દીધી
પાકિસ્તાની બોલરે રવાંડાની બેટરને વહેલા ક્રિઝ છોડી દેતા રન આઉટ કરી દીધી હતી. સીધી વાત મુજબ તેણે ક્રિકેટ જગતમાં ઓળખાતા માંકડિંગ આઉટ કરી દીધી હતી. જેની પર ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર માર્ક વો પોતાનુ જ્ઞાન પિરસવા લાગ્યો હતો, કે આ કેટલુ યોગ્ય છે. તેણે આ રીતે આઉટ કરવાને લઈ ખરાબ બાબત ગણાવી હતી. પાકિસ્તાની ક્રિકેટરનો બચાવ કરવાના બહાને માંકડિંગને લઈ વેંકટેશ પ્રસાદે પોતાનો પણ મત સ્પષ્ટ કરી દેતો બચાવ કર્યો હતો. પ્રસાદે જબરદસ્ત કટાક્ષ વડે માર્ક વોનો કચરો કરી દીધો હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે હાલમાંજ રમાયેલી વનડે સિરીઝમાં માંકડિંગ રન આઉટ એક ખેલાડીને કરવામાં આવ્યો હતો. જોકે રોહિત શર્માએ તે અપિલને પરત ખેંચીને બેટ્સમેનને રમતમાં ચાલુ રહેવા કહ્યુ હતુ. એ વખતે વાત એમ બની હતી કે, વનડે સિરીઝની પ્રથમ મેચમાં શમીએ નોન સ્ટ્રાઈકર એન્ડ પર દાસુન શનાકાને આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. અંડર-19 વિશ્વકપમાં આવુજ દૃશ્ય જોવા મળ્યુ હતુ. માંકડિંગને લઈ ક્રિકેટ વિશ્વમાં બે હિસ્સા જોવા મળે છે, એક તેને વળગી રહે છે, બીજો હિસ્સો તેને અયોગ્ય ગણાવે છે. માર્ક વો બોલ નાંખવા પહેલા જ રન માટે ક્રિઝ છોડવાના પ્રયાસને યોગ્ય ગણાવી આમ આઉટ કરવુ એ સૌથી ખરાબ ગણાવવાનો પ્રયાસ ક્યો હતો.
પાકિસ્તાની બોલરે અંડર-19 વિશ્વકપમાં માંકડિંગ આઉટ કર્યો
હાલમાં અંડર-19 વિશ્વકપ રમાઈ રહ્યો છે. જેમાં રવાંડા અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં આજ પ્રકારે એક રન આઉટ વિકેટ મેળવવામાં આવી હતી. પાકિસ્તાની બોલરે એક બેટ્સમેનને બોલની ડિલિવરી પહેલા ક્રિઝ છોડવાને લઈ રન આઉટ કર્યો હતો. નોન સ્ટ્રાઈકર એન્ડ પરથી રવાંડાની બેટર બોલ ફેંકાવા પહેલા જ દોડવા લાગી હતી. જેની પર પાકિસ્તાની બોલર જૈબ ઉન નિસાને રન આઉટ કરી દીધી હતી.
પાકિસ્તાની બોલરના આ વિડીયો પર ઓસ્ટ્રેલિન માર્ક વો એ ટિપ્પણી કરી હતી. આ માટેની ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, સૌથી ખરાબ વાત એ છે કે ટીમો તેનો ઉપયોગ જાણી જોઈને વિકેટ મેળવવા માટે કરી રહી છે. આના પર પ્રસાદે જવાબ આપ્યો, હા સારું છે, બોલર માટે સૌથી ખરાબ બાબત એ છે કે કોઈ ખેલાડીને કાયદેસર રીતે આઉટ કરવાની યોજના બનાવવી. બેટ્સમેન ક્રિઝ પર ન રહીને અયોગ્ય ફાયદો ઉઠાવવા માંગે છે, તે શ્રેષ્ઠ બાબત છે.
Yes right , Bowlers planning to get a player out by legal means is the worst thing Batsman wanting to take unfair advantage by not staying back in the crease is the best thing 😃 https://t.co/6BLpyLDiAP
— Venkatesh Prasad (@venkateshprasad) January 16, 2023
શમીનો બચાવ અશ્વિને કર્યો હતો.
આ મુદ્દે બોલીને પ્રસાદે પોતાનો મત માંકડિંગ મુદ્દે સ્પષ્ટ કરી દીધો હતો. તેણે આ ગરમ મુદ્દામાં માર્ક વોને સ્પષ્ટ વાત કટાક્ષ વડે કરી દીધી છે. ભારતીય સ્પીનર અશ્વિન પણ માંકડિંગના મામલામાં સ્પષ્ટ છે, તે અચૂક આ મૂદ્દા પર ચર્ચા થાય એટલે પોતાનો મત રજૂ કરે છે. અશ્વિને ગુવાહાટીમાં શમીએ કરેલા પ્રયાસને યોગ્ય ગણાવ્યો હતો અને સમર્થન કર્યુ હતુ. તેણે ભારતીય સુકાની પર સવાલો ઉઠાવ્યા હતા. શમીની એ ઘટનામાં શનાકા બોલ ડિલિવર થયા પહેલા જ ક્રીઝ છોડીને રન લેવા માટે પહેલાથી જ બહાર નિકળી ગયો હતો.