Asia Cup 2025 : ટ્રોફી વિવાદ પાછળના વ્યક્તિ મોહસીન નકવીની કુલ સંપત્તિ કેટલા કરોડ છે?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના વડા મોહસીન નકવી હાલમાં સમાચારમાં છે. ટીમ ઈન્ડિયાએ તેની પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ નકવી ટ્રોફી લઈને સ્ટેડિયમ છોડીને ચાલ્યો ગયો. આખી ટુર્નામેન્ટ દરમિયાન સતત સમાચારોમાં રહેલા મોહસીન નકવીની કુલ સંપત્તિ કેટલી છે? જાણો આ આર્ટીકલમાં.

એશિયા કપ 2025ની ફાઈનલ પછી એક મોટો વિવાદ શરૂ થયો જ્યારે ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો. જે બાદ નકવી સ્ટેડિયમની બહાર નીકળી ગયો.
PCBના ચેરમેન મોહસીન નકવી કોણ છે?
મોહસીન નકવીનો જન્મ 28 ઓક્ટોબર, 1978ના રોજ લાહોરમાં થયો હતો. તેમણે લાહોરની સરકારી કોલેજ યુનિવર્સિટીમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ તેણે યુનાઈટેડ સ્ટેટ્સની ઓહિયો યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં ડિગ્રી મેળવી. તેની કારકિર્દી CNNથી શરૂ થઈ. ત્યારબાદ તેણે 2009માં સિટી ન્યૂઝ નેટવર્ક શરૂ કરીને પોતાનું મીડિયા સામ્રાજ્ય સ્થાપિત કર્યું. તેની પહેલી ચેનલ, C42 (પાછળથી સિટી 42), ઝડપથી પાકિસ્તાનના અગ્રણી મીડિયા જૂથોમાંની એક બની ગઈ. મીડિયા ક્ષેત્રમાં નકવીના યોગદાનથી તે રાજકીય વર્તુળોમાં લોકપ્રિય થયો.
PCB અધ્યક્ષ અને ACC પ્રમુખ
નકવીના રાજકીય મૂળ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના નેતા આસિફ અલી ઝરદારી સાથે જોડાયેલા છે. આ સંબંધે તેને જાન્યુઆરી 2023થી ફેબ્રુઆરી 2024 સુધી પંજાબના કાર્યકારી મુખ્યમંત્રીનું પદ પ્રાપ્ત કરાવ્યું. જોકે, તેનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો. રાજકારણ પછી, તે ક્રિકેટની દુનિયામાં પ્રવેશ્યો, જ્યાં તે પંજાબના મુખ્યમંત્રી પદ છોડ્યા પછી તરત જ PPP ગવર્નિંગ બોર્ડમાં જોડાયો. ફેબ્રુઆરી 2024 માં, તેને PCBના 37મા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. એક વર્ષ પછી, એપ્રિલ 2025માં, તે ACCના પ્રમુખ તરીકે ચૂંટાયો.
મોહસીન નકવી કેટલા કરોડનો માલિક છે?
મોહસીન નકવી પાકિસ્તાનના અગ્રણી મીડિયા ઉદ્યોગપતિઓમાંના એક છે અને રાજકારણી તેમજ ઉદ્યોગપતિ પણ છે. પરિણામે, તેની કુલ સંપત્તિ લાખોમાં હોવાનો અંદાજ છે. મીડિયા અહેવાલો અનુસાર, મોહસીન નકવીની કુલ સંપત્તિ આશરે $10 મિલિયન (આશરે 88.75 કરોડ) છે. નકવીની સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો તેના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સમાં સલાહકાર ભૂમિકાઓમાંથી આવે છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને એશિયા કપ ટ્રોફી ક્યારે મળશે ? BCCIએ મોહસીન નકવીને આપ્યું અલ્ટીમેટમ!
