LSG vs MI Highlights , IPL 2023 Eliminator: લખનઉની 81 રનથી હાર, મધવાલે 5 વિકેટ લીધી

| Updated on: May 24, 2023 | 11:23 PM

LSG vs MI Live Score IPL 2023 Eliminator Match Highlights in Gujarati : આઈપીએલ 2023ની પહેલી કવોલિફાયર મેચ રમીને ચેન્નાઈની ટીમ 10મી વાર ફાઈનલમાં પહોંચી હતી. આજે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એલિમિનેટરમાં જીતીને કવોલિફાયરમાં પહોંચી છે.

LSG vs MI Highlights , IPL 2023 Eliminator:  લખનઉની 81 રનથી હાર, મધવાલે 5 વિકેટ લીધી
LSG vs MI Live Score IPL 2023 Eliminator

આઈપીએલ 2023માં આજે એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. લખનઉની ટીમ સતત બીજા વર્ષે પ્લેઓફની મેચ રમી રહી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વાર આઈપીએલ ચેમ્પિયન બન્યું હતું. આજે હારનારી ટીમ આઈપીએલમાંથી બહાર થશે, જ્યારે જીતનારી ટીમ કવોલિફાયર 2માં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 May 2023 11:19 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : મુંબઈ ઈન્ડિયન્સની 81 રનથી જીત

    મુંબઈના બોલર મધવાલે 5 રન આપીને 5 વિકેટ લીધી. લખનઉની ટીમ 101 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી.

  • 24 May 2023 11:04 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : મધવાલ ચમક્યો

    મધવાલની ઓવરમાં 4 વિકેટ પડી. લખનઉનો સ્કોર – 100/8

  • 24 May 2023 10:50 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : મુંબઈની જીત લગભગ નક્કી

    સ્ટોઈનીસ રન આઉટ થયો, મુંબઈની જીત લગભગ નક્કી

  • 24 May 2023 10:40 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : લખનઉની અડધી ટીમ આઉટ, મધવાલ એ બીજી વિકેટ લીધી

    લખનઉની અડધી ટીમ આઉટ, મધવાલ એ બીજી વિકેટ લીધી. 10 ઓવર બાદ લખનઉ સુપર જાયન્ટ્સનો સ્કોર - 75/5

  • 24 May 2023 10:38 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : કેપ્ટન પંડયા બાદ બદોની આઉટ

    કેપ્ટન પંડયા બાદ બદોની આઉટ

  • 24 May 2023 10:30 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : કેપ્ટન પંડયા 8 રન બનાવી આઉટ

    ચાવલાની ઓવરમાં કૃણાલ પંડયા 8 રન બનાવી કેચ આઉટ થયો. જીત માટે 70 બોલમાં 114 રનની જરુર.

  • 24 May 2023 10:26 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : 8 ઓવર બાદ લખનઉ સુપર જાયન્ટ્સનો સ્કોર - 68/2

    લખનઉ તરફથી કૃણાલ 8 રન અને સ્ટોઈનિસ 35 રન સાથે રમી રહ્યાં છે. કૃણાલ અને સ્ટોઈનિસ વચ્ચે 45 રનની પાર્ટનરશિપ થઈ છે. મુંબઈની ટીમે જીત માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 24 May 2023 10:16 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : 6 ઓવર બાદ લખનઉ સુપર જાયન્ટ્સનો સ્કોર - 54/2

    લખનઉ તરફથી કૃણાલ 2 રન અને સ્ટોઈનિસ 28 રન સાથે રમી રહ્યાં છે. કૃણાલ અને સ્ટોઈનિસ વચ્ચે 31 રનની પાર્ટનરશિપ થઈ છે. છેલ્લી 5 ઓવરમાં 46 રન અને 2 વિકેટ જોવા મળી. 6 ઓવર બાદ લખનઉ સુપર જાયન્ટ્સનો સ્કોર - 54/2

  • 24 May 2023 10:00 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : બોલર જોર્ડને મુંબઈ માટે બીજી વિકેટ લીધી

    લખનઉનો ઈમ્પેક્ટ પ્લેયર માર્યસ 18 રન બનાવી આઉટ થયો છે. જોર્ડનની ઓવરમાં કેમરુન ગ્રીને કેચ પકડીને લખનઉની હાલત ખરાબ કરી. મુંબઈ ઈન્ડિયન્સે જીત માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો છે. LSG 28/2 (4 ઓવર),  CRR: 7  REQ: 9.69

  • 24 May 2023 09:51 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : લખનઉની પહેલી વિકેટ પડી

    2 ઓવર બાદ લખનઉનો સ્કોર - 12 રન પર 1 વિકેટ. આકાશ મધવાલની ઓવરમાં પ્રેરક માંકડ 3 રન બનાવી કેચ આઉટ થયો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 183 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 24 May 2023 09:28 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : મુંબઈ ઈન્ડિયન્સે આપ્યો 183 રનનો ટાર્ગેટ

    રોહિત- ઈશાન એ મુંબઈને સારી શરુઆત અપાવી હતી. એક સમયે સૂર્યા-ગ્રીને મુંબઈની ઈનિંગ સંભાળી હતી.  પણ નવીનના તરખાટને કારણે મુંબઈની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સ એ 6 વિકેટના નુકશાન સાથે 182 રન રહ્યો હતો. આજે લખનઉના બોલર નવીન ઉલ હલનો વિરાટ અવતાર જોવા મળ્યો હતો. તેણે 4 ઓવરમાં 38 રન આપીને 4 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન એ 15 રન, રોહિત શર્મા એ 11 રન, કેમરુન ગ્રીન 41 રન, સૂર્યાકુમારે 33 રન, તિલક વર્મા એ 26 રન, ટિમ ડેવિડે 13 રન બનાવ્યા હતા.

  • 24 May 2023 09:19 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : મુંબઈ ઈન્ડિયન્સની સાતમી વિકેટ પડી

    મોહિન ખાનની ઓવરમાં જોર્ડન 4 રન બનાવી આઉટ થયો છે. 19 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 168/7

  • 24 May 2023 09:12 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : મુંબઈ ઈન્ડિયન્સની છઠ્ઠી વિકેટ પડી

    નવીન ઉલ હક એ આજે ચોથી વિકેટ લીધી છે. તિલક વર્મા 26 રન બનાવી આઉટ થયો છે.

  • 24 May 2023 09:02 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : ટિમ ડેવિડ આઉટ

    17મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમની પાંચમી વિકેટ પડી છે. યશ ઠાકુરની ઓવરમાં ટિમ ડેવિડ કેચ આઉટ થયો છે. ટિમ ડેવિડ એ નો બોલ માટે રિવ્યૂ માગ્યો હતો. પણ થર્ડ અમ્પાયરે નો બોલ ન આપ્યો. 17 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 149/5

  • 24 May 2023 08:41 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : 14 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 126/4

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્મા 16 રન અને ટીમ ડેવિડ 5 રન સાથે રમી રહ્યાં છે. કેમરુન ગ્રીન આઈપીએલની ડેબ્યૂ સિઝનમાં 400થી વધારે રન બનાવનાર ચોથો ખેલાડી બન્યો છે. 14 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 126/4

  • 24 May 2023 08:27 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : કેમરુન ગ્રીન ફિફટી ચૂક્યો

    બોલર નવીને આ મેચમાં ત્રીજી વિકેટ લીધી છે. કેમરુન ગ્રીન 41 રન બનાવી આઉટ થયો છે.

  • 24 May 2023 08:23 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : સૂર્યાકુમાર આઉટ

    નવીન-ઉલ-હક ધીમા બોલ પર સૂર્યકુમાર યાદવ ઉંચો શોર્ટ ફટકાર્યો. જેને કારણે તે 33 રન પર કેચ આઉટ થયો. 10.4 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 104/3

  • 24 May 2023 08:19 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : 10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 98/2

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેમરુન ગ્રીન 41 રન અને સૂર્યાકુમાર 27 રન સાથે રમી રહ્યાં છે. કેમરુન ગ્રીને હમણા સુધી 6 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી છે. જ્યારે સૂર્યાકુમારે 2 સિક્સર અને 1 ચોગ્ગા ફટકાર્યા છે. 10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 98/2

  • 24 May 2023 08:07 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : 7 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 70/2

    મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેમરુન ગ્રીન 30 રન અને સૂર્યાકુમાર 10 રન સાથે રમી રહ્યાં છે. અહીંથી ટીમ મોટો સ્કોર ઉભો કરવા મહેનત કરતી જોવા મળશે. 7 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 70/2

  • 24 May 2023 07:58 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : ગ્રીન-સૂર્યા એ સંભાળી મુંબઈની ઈનિંગ

    મુંબઈ તરફથી સૂર્યાકુમાર 9 રન અને કેમરુન ગ્રીન 23 રન સાથે રમી રહ્યા છે. સૂર્યાકુમારે આવતાની સાથે શાનદાર સિક્સર ફટકારી હતી. જ્યારે કેમરુન ગીને હમણા સુધી 5 ચોગ્ગા ફટકાર્યા છે. 6 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 62/2

  • 24 May 2023 07:50 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : ઓપનિંગ જોડી આઉટ

    રોહિત શર્મા બાદ ઈશાન કિશન પણ આઉટ થયો છે. ઈશાન કિશન યશ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો છે. આજે 15 રન બનાવીને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 2000 રન પૂરા કર્યા છે.

  • 24 May 2023 07:42 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : રોહિત શર્મા ફરી ફેઈલ

    નવીનની ઓવરમાં રોહિત શર્મા આઉટ. રોહિત શર્મા 11 રનના સ્કોર પર બદોનીના હાથે કેચ આઉટ થયો છે. 3.2 ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 30/1

  • 24 May 2023 07:39 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : રોહિત-ઈશાન એ અપાવી શાનદાર શરુઆત

    રોહિત શર્મા અને ઈશાન કિશને મુંબઈ ઈન્ડિયન્સને શાનદાર શરુઆત અપાવી છે. કેપ્ટન કૃણાલની ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા એ એક સિકસર અને ચોગ્ગો ફટકાર્યો. 3 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર - 29/0

  • 24 May 2023 07:32 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરુ

    એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન અને રોહિત શર્મા બેટિંગ માટે આવ્યા છે. પહેલી ઓવર કેપ્ટન કૃણાલ પંડયા બોલિંગ કરી હતી. આ ઓવરમાં ઈશાન કિશને એક ચોગ્ગો ફટકાર્યો. 1 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર - 5/0

  • 24 May 2023 07:13 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

     

    લખનઉ સુપર જાયન્ટ્સ : આયુષ બદોની, દીપક હુડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), ક્રુણાલ પંડ્યા (કેપ્ટન), કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, મોહસિન ખાન

    LSG ઇમ્પેક્ટ સબ્સ: કાયલ મેયર્સ, ડેનિયલ સેમ્સ, યુધવીર સિંઘ, સ્વપ્નિલ સિંઘ, અમિત મિશ્રા.

    મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, આકાશ માધવાલ

    MI ઇમ્પેક્ટ સબ્સ: રમનદીપ સિંહ, કુમાર કાર્તિકેય, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, સંદીપ વૉરિયર.

  • 24 May 2023 07:03 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : કોણ જીત્યું ટોસ ?

     

    હમણા સુધી 3 કેપ્ટનો એ ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરી હતી. જ્યારે 5 કેપ્ટનોએ ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે જીત્યો ટોસ, લખનઉ સુપર જાયન્ટસ પહેલા કરશે બોલિંગ

  • 24 May 2023 06:48 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : ટૂંક સમયમાં થશે ટોસ

    એલિમિનેટર મેચનો ટોસ હમણા સાંજે 7 કલાકે થશે. જ્યારે મેચની શરુઆત સાંજે 7.30 કલાકે થશે.

  • 24 May 2023 06:40 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : ફાઈનલ સુધી પહોંચનવું અઘરુ કામ !

    માત્ર 3 વખત 3જી/4થી ક્રમે આવનારી ટીમ એલિમિનેટર/ક્વોલિફાયર2 રમીને ફાઇનલમાં પહોંચી છે. 3જી/4થું પૂરું કરવું અને કપ જીતવો એ એક મોટું કાર્ય છે. ટીમે 5 દિવસના ગાળામાં સળંગ 3 જીતવાની છે!

    • 2012 - CSK (હાર્યો)
    • 2016 - SRH (જીત્યો)
    • 2021 - KKR (હાર્યો)
  • 24 May 2023 06:37 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : મોટાભાગની IPL પ્લેઓફ મેચોમાં કેપ્ટનશીપ

    મોટાભાગની IPL પ્લેઓફ મેચોમાં કેપ્ટનશીપ

    • 25 - એમએસ ધોની
    • 13 - રોહિત શર્મા
    • 8 - ગૌતમ ગંભીર
    • 6 - વિરાટ કોહલી
    • 6 - ડેવિડ વોર્નર
  • 24 May 2023 06:33 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : ચેપોકનો પિચ રિપોર્ટ

    ચેન્નાઈના ચેપોકની પિચ હમેશા સ્પિનર્સ માટે લાભકારક બને છે. પહેલી બેટિંગ કરનારી ટીમ 170થી વધારે સ્કોર બનાવી શકે છે. ગઈકાલે પ્રથમ બેટિંગ કરીને ચેન્નાઈની ટીમ 170થી વધુનો સ્કોર બનાવ્યો હતો.

  • 24 May 2023 06:28 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : ચેન્નાઈમાં જીતશો તો અમદાવાદની ટિકિટ થશે પાક્કી !

    આજે 24 મેના રોજ ચેન્નાઈની ચેપોક સ્ટેડિયમમાં મુંબઈ અને લખનઉ વચ્ચે એલિમિનેટ મેચ રમાશે. ગઈકાલે 23 મેના રોજ ચેપોકમાં ગુજરાત સામે 15 રનથી જીત મેળવીને ચેન્નાઈની ટીમ ફાઈનલમાં પહોંચી છે. જ્યારે ગુજરાતની ટીમ અમદાવાદમાં રમાનારી કવોલિફાયર 2માં પહોંચી  છે. આજે એલિમિનેટરમાં જીતનારી ટીમ 26મેના રોજ અમદાવાદમાં કવોલિફાયર મેચ રમશે.  

  • 24 May 2023 06:22 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : લખનઉ અને મુંબઈનો હેડ ટુ હેડ રેકોર્ડ

    પહેલા કેએલ રાહુલ અને હવે કૃણાલ પંડયાના નેતૃત્વવાળી લખનઉની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે 3 વાર ટકરાઈ છે. આ ત્રણેય મેચમાં લખનઉની ટીમ 'સુપર જાયન્ટ્સ' બનીને ઉભરી આવી છે. આજે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે લખનઉ સામે પહેલો વિજય મેળવવું જરુરી બન્યું છે.

  • 24 May 2023 06:17 PM (IST)

    IPL 2023 Eliminator LSG vs MI Live Score : આજે ખરેખર 'કરો યા મરો'નો મુકાબલો

    આઈપીએલ 2023માં આજે એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. લખનઉની ટીમ સતત બીજા વર્ષે પ્લેઓફની મેચ રમી રહી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વાર આઈપીએલ ચેમ્પિયન બન્યું હતું. આજે હારનારી ટીમ આઈપીએલમાંથી બહાર થશે, જ્યારે જીતનારી ટીમ કવોલિફાયર 2માં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.

Published On - May 24,2023 6:16 PM

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">