AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું ભગવાન કૃષ્ણ ક્રિકેટ રમતા હતા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેવકીનંદન ઠાકુર કહે છે કે,ક્રિકેટની ઉત્પત્તિ ઈંગ્લેન્ડમાં થઈ નથી. ગીતામાં ભગવાન કૃષ્ણનો બોલ મારવાનો ઉલ્લેખ છે.તો ચાલો જોઈએ આ વીડિયોમાં શું છે.

Breaking News : શું ભગવાન કૃષ્ણ ક્રિકેટ રમતા હતા, જુઓ વીડિયો
| Updated on: May 10, 2026 | 5:02 PM
Share

આઈપીએલ 2026ની રોમાંચક મેચો ચાલું છે. દરરોજ પોઈન્ટ ટેબલમાં ફેરફાર જોવા મળે છે. તો બોલર અને બેટ્સમેનો વચ્ચે પણ રેસ લાગે છે. આજે દેશમાં ક્રિકેટ બધાની ફેવરિટ રમત બની ગઈ છે. આટલું જ નહી વેકેશન હોય કે, રજાઓ તમને ગલીઓમાં અન્ય રમતો કરતા ક્રિકેટ રમતા બાળકો વધારે જોવા મળશે. આજે ક્રિકેટનો ચાહક વર્ગ ખુબ મોટી સંખ્યામાં છે.હવે કેટલાક લોકોને પ્રશ્ન થાય છે કે, શું ભગવાન કૃષ્ણ ક્રિકેટ રમતા હતા, તો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું. કે, આઈપીએલ જેવી ફેમસ ક્રિકેટ લીગનું ભગવાન કૃષ્ણ સાથે કનેક્શન છે કે, શું. તો ચાલો વિસ્તારથી જાણીએ.કેટલાક ગ્રંથોમાં કૃષ્ણના બેટ અને બોલની રમતોનું વર્ણન છે, જેને કેટલાક આધુનિક ક્રિકેટનું પ્રારંભિક સ્વરૂપ માને છે.

શું ભગવાન કૃષ્ણ ક્રિકેટ રમતા ?

આધ્યાત્મિક ગુરુઓ અને કેટલાક કથાકારોના મતે, ભગવાન કૃષ્ણ, બાળપણમાં ગોવાળો સાથે લાકડીથી રમતા હતા, જેને ક્રિકેટનો એક પ્રાચીન પ્રકાર ગણી શકાય. દંતકથા છે કે ,કૃષ્ણે યમુના નદીના કિનારે પોતાના બેટથી એક બોલ માર્યો હતો, જેને પછી તેઓ કાળિયા નામના સર્પને મેળવવા અને કાબૂમાં લેવા માટે નદીમાં ગયા હતા.કેટલાક કથા વાચકો (જેમ કે દેવકી નંદન ઠાકુર) ક્રિકેટને ભારતીય સંસ્કૃતિ સાથે જોડે છે, જોકે આધુનિક ક્રિકેટનો વિકાસ 16મી સદીમાં ઈંગ્લેન્ડમાં થયો હોવાનું માનવામાં આવે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં પણ કૃષ્ણ અને ક્રિકેટના કનેક્શન વિશે વાત કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ આ આખા વીડિયોમાં શું છે. શરુઆતમાં એક કથાવાચક એવુ કહેતા સંભળાય છે કે, ક્રિકેટ અંગ્રેજોની રમત નથી.ભાગવતમાં એક કથા આવે છે કે,ભગવાન શ્રી કૃષ્ણ કાલી નાગનો નાથ કહેવામાં આવે છે. કાલી નાગ ક્યાં હતો જમુના જીમાં. જમુનાજીમાં કાલીનાગને નાથ કહેવાયા. તો યમુનાજીમાં કઈ રીતે ગયા. કાલી નાગ એ બોલ જે બોલ પડી ગયો હતો. ઠાકુરજી આ બોલને લાવવા માટે ગયા હતા.ઠાકુર જીએ બેટથી શોર્ટ માર્યો હતો.આ બોલ જમુનાજીમાં ગયો હતો.આ બોલ લેવા માટે ઠાકુરજી યમુનાજીમાં ગયા હતા. તો પછી અંગ્રેજીની રમત કઈ રીતે કહી શકાય.આપણા ઠાકુર જી આ રમત રમ્યા છે.તો ચાલો આ વીડિયોમાં અન્ય કથાવાચક શું કહે છે.

બેટ અને બોલનો ઉપયોગ માત્ર ક્રિકેટની રમતમાં જ થતો નથી. તેનો ઉપયોગ બેઝબોલ, સોફ્ટબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, ગોલ્ફ, પોલો, સ્ક્વોશ, રેકેટબોલ અને પિકલબોલ વગેરેમાં પણ થાય છે.આને ક્રિકેટ માનવી એ માત્ર કલ્પના છે. વૃજ ભૂમિની આ રમત ઈંગ્લેન્ડ કઈ રીતે પહોંચી તેના વિશે પણ કહી રહ્યા છે. ક્રિકેટ ઈંગ્લેન્ડમાં જન્મેલી રમત છે. જેનું ભગવાન કૃષ્ણ ભાગવત પુરાણ તેમજ વ્રજ ભાષાના લોક સાહિત્ય સાથે કોઈ સંબંધ નથી.

સચિન તેંડુલકર પછી વિરાટ કોહલીને ક્રિકેટનો બીજો ક્રિકેટનો ભગવાન માનવામાં આવે છે. તેણે આ દરજ્જો તેના સતત પ્રદર્શન, રેકોર્ડબ્રેક બેટિંગ (ખાસ કરીને વનડેમાં 50 સદી) અને ત્રણેય ફોર્મેટમાં 50 થી વધુની સરેરાશને કારણે મેળવ્યો છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">