પંડ્યા બ્રધ્રર્સના સંબંધોમાં તણાવની અટકળો પર આખરે કૃણાલે તોડ્યુ મૌન, કર્યો આ મોટો ખૂલાસો
પંડ્યા બ્રધર્સ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી કંઈ બરાબર નથી ચાલી રહ્યુ, આ અટકળો પર આખરે કૃણાલ પંડ્યાએ તેનુ મૌન તોડ્યુ છે અને નાના ભાઈ હાર્દિક પંડ્યા ને લઈને તેના સંબંધોને લઈને પણ ખૂલાસો કર્યો છે.

છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના બે જાણીતા ચહેરાઓ પંડ્યા બ્રધર્સ વચ્ચે કંઈક બરાબર નથી ચાલી રહ્યુ અને તેમની વચ્ચે અણબનાવની અફવા ફેલાવાની શરૂ થઈ ગઈ હતી. આ પહેલા કૃણાલ પંડ્યા અને હાર્દક પંડ્યા ક્રિકેટના મેદાન પર અને મેદાન બહાર બંને જગ્યાએ તેમના મજબુત બોન્ડીંગ માટે જાણીતા હતા. જો કે હાલમાં જ ફેન્સ એ કેટલાક એવા સંકેત જોયા હતા કે તેના પરથી લાગવા લાગ્યુ હતુ કે બંનેના સંબંધોમાં કંઈક તિરાડ આવી ગઈ છે.
કેવી રીતે શરૂ થઈ અફવા?
ખાસ કરીને ભારતની T20 વર્લ્ડકપમાં જીતની ઉજવણી બાદ આ અટકળો ઔર વધી ગઈ હતી. જો કે હાર્દિક પંડ્યાએ આ ટુર્નામેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. પરંતુ કૃણાલે તેના માટે કોઈ શુભેચ્છા સંદેશ પોસ્ટ નહોંતો કર્યો. આ જ કારણથી ફેન્સના મનમાં એ સવાલ થવા લાગ્યો કે બંને વચ્ચે કંઈક બરાબર નથી.
ત્યારબાદ ફેન્સએ એ પણ નોંધ્યુ કે કૃણાલની પત્ની પંખુડી શર્માએ જીતને સંબંધિત કોઈ પોસ્ટ શેર ન કરી. આનાથી લોકોની ઉત્સુક્તા ઔર વધી ગઈ.
અગાઉ જોયુ હશે કે પાછલા ટુર્નામેન્ટ્સ દરમિયાન, પંડ્યા પરિવારને અક્સર સ્ટેડિયમમાં એકસાથે ટીમનુ મનોબળ વધારતો જોવા મળ્યો હતો. જો કે આ વખતે કૃણાલ પંડ્યા કે પંખુડી મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર ન હતા. પરિણામે ઓનલાઈન એવી ચર્ચાઓ તેજ થઈ ગઈ કે તે કદાચ તેમની વચ્ચે કંઈક સમસ્યા ચાલી રહી છે.
આ સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ એ પણ જણાવ્યુ આ જોડીએ હાર્દિકની હાલની પોસ્ટ્સ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. આ પહેલા તેઓ અવારનવાર ઓનલાઈન એકસાથે જન્મદિનસ, તહેવારો અને ઉપલબ્ધિઓની ઉજવણી કરતા હતા. આથી અચાનક આવેલા આ બદલાવ ફેન્સ માટે વધુ શંકા ઉપજાવનારો રહ્યો.
કૃણાલ પંડ્યાએ અફવાઓ પર આપ્યો જવાબ
જો કે કૃણાલે ચાલી રહેલી તમામ અફવાઓને ફગાવી છે. RCB દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં તેમણે કહ્યુ કે તે તેના ભાઈની વિરુદ્ધ રમવાથી તેમની વચ્ચે કંઈ જ બદલાયુ નથી. તેમણે સમજાવ્યુ કે તે બંને પ્રતિસ્પર્ધી ખેલાડી છે અને આથી તેઓ પોત-પોતાની ટીમને જીતાડવા પર ફોકસ કરે છે.
વધુમાં કૃણાલે ક્હ્યુ “હાં હું મારા ભાઈની વિરુદ્ધ રમુ છુ, પરંતુ તેનાથી સંબંધો નથી બદલાઈ જતા. તમે જાણો છો અમે બંને ઘણા સારા પ્રતિસ્પર્ધી છીએ. પરંતુ અંતે તો અમે બંને ભાઈ છીએ, આથી અમે મેદાન પર અમારી તમામ તાકાત લગાવી દઈશુ, અને જે ટીમ સૌથી મજબુત હશે તે જ જીતશે- પછી હસતા હસતા ઉમેર્યુ, “જેમકે RCB…”
જુઓ Video
May the best team win, which is RCB pic.twitter.com/rPryP7iR8E
— Shailesh (@shailesh18_) April 12, 2026
ઉલ્લેખનિય છે કૃણાલ પંડ્યાની આ પ્રતિક્રિયા રવિવારે રમાયેલી MI vs RCB ની મેચ પહેલાની છે અને એ મેચમાં પણ કૃણાલ પંડ્યા આક્રમક ઉજવણી કરતો જોવા મળ્યો હતો.
