AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : ક્રિકેટ અમ્પાયર બનવા કઈ ડિગ્રી જરુરી ? જાણો ભારતીય ક્રિકેટ બોર્ડમાં અમ્પાયર બનવાની પ્રક્રિયા

cricket umpire : ક્રિકેટના મેદાન પર 2 ટીમના ખેલાડીઓની સાથે અમ્પાયર્સ પણ ઉતરતા હોય છે. આ અમ્પાયર્સનું કામ મેચનું યોગ્ય રીતે સંચાલન કરવાનું હોય છે. દુનિયામાં કેટલાક અમ્પાયર્સ પહેલા પોતાના દેશ માટે ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. ચાલો જાણીએ કે ભારતીય ક્રિકેટ બોર્ડમાં અમ્પાયર કઈ રીતે બની શકાય છે.

Knowledge : ક્રિકેટ અમ્પાયર બનવા કઈ ડિગ્રી જરુરી ? જાણો ભારતીય ક્રિકેટ બોર્ડમાં અમ્પાયર બનવાની પ્રક્રિયા
IPL 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 8:30 PM
Share

ક્રિકેટની રમત દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. જેમ ન્યાયાલયમાં જજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમ ક્રિકેટના મેદાન પર અમ્પાયરના નિર્ણયથી આખી મેચની દિશા અને દશા નક્કી થાય છે. અમ્પાયર એક આખી મેચનું સંચાલન કરતો હોય છે. અમ્પાયર બનવા માટે આંતરરાષ્ટ્રીય ખેલાડી હોવું જરુરી નથી. જો તમે ક્રિકેટ ખેલાડી છો તો તમે વધારે સારી રીતે અમ્પાયરની પરીક્ષા પાસ કરી શકશો.

અમ્પાયર બનવા માટે તમારી નજર ઉત્તમ હોવી જોઈએ, ફિટનેસ પણ સારી હોવી જોઈએ અને ક્રિકેટના તમામ નિયમોની જાણકારી હોવી જોઈએ. ક્રિકેટના મેદાન પર જેમ ખેલાડીઓના પ્રદર્શન ને ધ્યાનમાં લેવામાં આવે છે તેમ અમ્પાયરના પ્રદર્શનને પણ જોવામાં આવે છે. તેમની ભૂલોના આધારે તેમને અલગ અલગ ગ્રેડમાં મુકવામાં આવે છે.

જાણો અમ્પાયર બનવાની પ્રક્રિયા

  1. સૌથી પહેલા સ્થાનીય મેચમાં અમ્પાયરિંગ કરીને તમારો અનુભવ વધારો.
  2. તમારા રાજ્યના ક્રિકેટ સંઘ સાથે સંપર્કમાં રહો.
  3. બીસીસીઆઈ દ્વારા દર વર્ષે કે દર 2 વર્ષે યોજાતી અમ્પાયરની લેવલ 1ની પરીક્ષા માટે તમારુ નામા રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા મોકલવામાં આવે તેવા પ્રયાસ કરો.
  4. બીસીસીઆઈ દ્વારા અરજીકર્તાઓ માટે ત્રણ દિવસના કોચિંગ ક્લાસનું આયોજન કરવામાં આવે છે. ચોથી દિવસે લેખિત પરીક્ષા થાય છે. પરીક્ષાના મેરિટના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે.
  5. શોર્ટલિસ્ટ ઉમેદવારોને એક કોર્સ દ્વારા ક્રિકેટના નિયમો અને અન્ય જાણકારીઓથી માહિતગાર કરવામાં આવે છે.
  6. શોર્ટલિસ્ટ ઉમેદવારોની પ્રેક્ટિકલ અને મૌખિક એક પરીક્ષા ફરી લેવામાં આવે છે.
  7. લેવલ 1ની પરીક્ષામાં પાસ થયા બાદ લેવલ 2ની પરીક્ષા આપી શકાશે. આ પરીક્ષા 1 વર્ષ બાદ થશે.
  8. લગભગ 5 વર્ષ રણજી, દેવધર જેવી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કર્યા બાદ, આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરવાની તક મળે છે.

આ ચાર ગ્રેડમાં વિભાજિત થાય છે બીસીસીઆઈના અમ્પાયર

  • ગ્રેડ એ – આ ગ્રુપમાં હાલમાં 20 અમ્પાયર છે.
  • ગ્રેડ બી – આ ગ્રુપમાં હાલમાં 25 અમ્પાયર છે.
  • ગ્રેડ સી – આ ગ્રુપમાં હાલમાં 35 અમ્પાયર છે.
  • ગ્રેડ ડી – આ ગ્રુપમાં હાલમાં 40 અમ્પાયર છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ગ્રેડ એના અમ્પાયરોને પ્રત્યેક મેચના 40 હજાર રુપિયા મળે છે. જ્યારે અન્ય ગ્રેડના અમ્પાયરોને દરેક મેચના 30 હજાર રુપિયા મળે છે.

અમ્પાયરની રિટાયરમેન્ટની ઉંમર

  • ફસ્ટ કલાસ ક્રિકેટના અમ્પાયરની રિયારમેન્ટની ઉંમર – 55 વર્ષ
  • વનડે-ટી20 ક્રિકેટના અમ્પાયરની રિયારમેન્ટની ઉંમર – 58 વર્ષ
  • ટેસ્ટ ક્રિકેટના અમ્પાયરની રિયારમેન્ટની ઉંમર – 60 વર્ષ

બીસીસીઆઈની રિટાયરમેન્ટ પોલીસી અનુસાર દરેક ફોર્મેટના અમ્પાયરની રિટાયરમેન્ટની ઉંમર અલગ અલગ હોય છે. અમ્પાયર બનવા માટે બીસીસીઆઈ જે પણ પરીક્ષા લે છે તેના માટે માર્કેટમાં ઘણા પુસ્તકો ઉપલબ્ધ છે. ઈન્ટરનેટ પર તેના માટે સારી એવી સામગ્રી ઉપલબ્ધ છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">