નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈ મોટો ખુલાસો, જાણો વર્લ્ડ કપ ફાઈનલમાં કેટલો સ્કોર થશે

આ વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયાએ પણ આ મેદાન પર એક-એક મેચ જીત હતી. અહીં રમાયેલી 4 મેચમાંથી એકપણ મેચમાં 300નો આંકડો પાર થયો નથી. એવામાં ફાઈનલના એક દિવસ પહેલા પિચને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈ મોટો ખુલાસો, જાણો વર્લ્ડ કપ ફાઈનલમાં કેટલો સ્કોર થશે
Ahmedabad Pitch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 9:54 AM

ટીમ ઈન્ડિયા તેની 12 વર્ષની લાંબી રાહનો અંત લાવવાથી 48 કલાક જ દૂર છે. રવિવાર 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ રમાશે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે છતાં ટીમ ઈન્ડિયાની જીતનો આધાર અમદાવાદની પિચ કેવી હશે અને તેના પર કેટલો સ્કોર કરી શકાય તેના પર પણ રહેશે.

મેચના 2 દિવસ પહેલા કેપ્ટન રોહિતે પિચની તપાસ કરી

વિશ્વ ક્રિકેટની સૌથી મોટી મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ શુક્રવારે 17 નવેમ્બરે સ્ટેડિયમ પહોંચ્યા હતા અને પીચનું નિરીક્ષણ કર્યું હતું. હવે આ પીચ કેવી છે તે અંગે ભારે ઉત્સુકતા છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, હાલમાં એ સ્પષ્ટ નથી કે ફાઈનલ માટે નવી પિચનો ઉપયોગ કરવામાં આવશે કે પછી આ મેચ જૂની પિચ પર રમાશે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

કેવી છે મોદી સ્ટેડિયમની પીચ?

ફાઈનલ માટે પિચ તૈયાર કરવા માટે, ગ્રાઉન્ડ સ્ટાફે બીસીસીઆઈના ચીફ ક્યુરેટર આશિષ ભૌમિક અને તેમના ડેપ્યુટી તાપોશ ચેટરજીની દેખરેખ હેઠળ પીચ પર કામ કર્યું હતું. આ દરમિયાન તેમના સિવાય BCCIના જનરલ મેનેજર (ડોમેસ્ટિક ક્રિકેટ) અબે કુરુવિલા પણ હાજર હતા. આ પીચ કાળી માટીથી બનેલી છે, જે સામાન્ય રીતે ધીમી હોય છે. રિપોર્ટ અનુસાર, પિચ પર ભારે રોલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ફાઈનલના દિવસે પિચ ધીમી હોઈ શકે છે. મતલબ કે વિસ્ફોટક બેટિંગ અને રન બનાવવાની શક્યતા ઓછી છે.

જીતવા માટે કેટલો સ્કોર ચેઝ કરી શકાશે?

હવે સવાલ એ છે કે આ પિચ પર પ્રથમ બેટિંગ કરતી વખતે જીતવા માટે કેટલો સ્કોર પૂરતો હશે. એક સ્થાનિક ક્યુરેટરે આનો જવાબ આપ્યો છે. પીટીઆઈના અહેવાલમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પીચ ક્યુરેટરે કહ્યું હતું કે અહીં થોડો મોટો સ્કોર બનાવી શકાય છે પરંતુ સતત હાર્ડ હિટિંગ શક્ય નહીં બને. જો પ્રથમ બેટિંગ કરતી વખતે 315 રન બનાવવામાં આવે છે, તો તેનો બચાવ કરી શકાય છે કારણ કે રન ચેઝ કરવું બિલકુલ સરળ રહેશે નહીં.

નમો સ્ટેડિયમમાં વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કોર 286 રન રહ્યો

5 ઓક્ટોબરે આ જ ગ્રાઉન્ડ પરથી ટૂર્નામેન્ટ શરૂ થઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. જે બાદ 14 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયાએ આ જ મેદાન પર પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં 7 વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વધુ બે મેચ રમાઈ હતી, પરંતુ આમાંથી એક પણ મેચમાં 300નો સ્કોર પાર કરી શક્યો નહોતો. અહીં રમાયેલી 4 મેચોમાં સૌથી મોટો સ્કોર 286 રન રહ્યો છે, જે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો અને મેચ 33 રને જીતી હતી.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા લાહોરથી 305 કિલોમીટર દૂર આ વિસ્તારમાં જશે પાકિસ્તાની ટીમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">