IPL 2026 : જાણો કયા કયા દેશોમાં IPL પર પ્રતિબંધ છે
બાંગ્લાદેશની સરકારે પોતાના દેશમાં આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો છે. મુસ્તફિઝુર રહમાનને આઈપીએલમાંથી દુર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છઠે. તો ચાલો તમને જણાવીએ કે, દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ બાંગ્લાદેશ સિવાય ક્યાં દેશમાં દેખાડવામાં આવતી નથી.

IPL 2026 Ban : બાંગ્લાદેશના પૂર્વ ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને આઈપીએલમાંથી બહાર કરવાનો કેસ વધુ રસપ્રદ બન્યો છે. પહેલા બાંગ્લાદેશની ટીમે ટી20 વર્લ્ડકપ માટે ભારત આવવાની મનાઈ કરી હતી. હવે બાંગ્લાદેશની સરકારે પણ આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે, દુનિયાની સૌથી વધુ જોવાતી ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી એક છે. તેમજ તેનું પ્રસારણ અને લાઈવ સ્ટ્રીમિંગ 120થી વધુ દેશમાં કરવામાં આવે છે. પરંતુ કેટલાક દેશએવા છે. જ્યાં આઈપીએલ બતાવવામાં આવતી નથી. ચાલો તમને જણાવીએ કે, ક્યા ક્યાં દેશમાં આઈપીએલનું પ્રસારણ થતું નથી.
આઈપીએલ પર પ્રતિબંધ
બાંગ્લાદેશે તો આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો છે આ પહેલા પાકિસ્તાનમાં પણ આઈપીએલનું પ્રસારણ કરવામાં આવતું ન હતુ. પાકિસ્તાનમાં આઈપીએલ પ્રતિબંધ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી અઙી ટીવી ચેનલ કે કોઈ પર પ્લેટફોર્મ પર આઈપીએલ દેખાડવામાં આવતું નથી. પાકિસ્તાનમાં આઈપીએલને VPNથી જોવાનો પ્રયત્ન કરવામાં આવે છે.પરંતુઅધિકારિક રીતે અહી આઈપીએલ પ્રસારણ ઉપલ્બધ નથી. કેટલાક આફ્રિકી દેશ, કેટલાક મિડિલ એશિયાઈ કે, નાના દ્વીપ રાષ્ટ્રોમાં જ્યાં ક્રિકેટ પોપ્યુલર નથી. ત્યાં આઈપીએલનું પ્રસારણ થતું નથી.
પરંતુ YuppTV જેવા પ્લેટફોર્મ 70થી વધારે દેશોમાં સ્ટ્રીમિંગ થાય છે.જેમાં કોન્ટિનેટલ યુરોપ, સેન્ટ્રલ સાઉથ અમેરિકા, સાઉથ ઈસ્ટ એશિયાના કેટલાક ભાગો, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામેલ છે.ખુબ ઓછા દેશ છે, જ્યાં આઈપીએલનું પ્રસારણ થતું નથી.
બાંગ્લાદેશના અનેક ક્રિકેટરો આઈપીએલ રમે છે
બાંગ્લાદેશમાં પણ આઈપીએલના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે. જેમાં કેટલાક મોટા ક્રિકેટરો અબ્દુર રજાક, મોહમ્મદ અશરફુલ, મશરફે મુર્તઝા, લિટ્ટાન દાસ, મુસ્તફિઝુર રહમાન આઈપીએલ રમે છે. બાંગ્લાદેશમાં આનું પ્રસારણ T Sports પર કરવામાં આવતું હતુ પરંતુ હવે આના પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. જેનાથી બાંગ્લાદેશના ક્રિકેટ ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો છે.
