AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેએલ રાહુલ હજુ લખનૌના માલિકથી નારાજ? IPL મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત

IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ હરાજીમાં તમામ ટીમો મજબૂત ટીમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે. આ દરમિયાન કેએલ રાહુલે IPLના માલિકો પર મોટું નિવેદન આપ્યું છે.

કેએલ રાહુલ હજુ લખનૌના માલિકથી નારાજ? IPL મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત
KL Rahul
| Updated on: Aug 24, 2024 | 7:18 PM
Share

IPL 2025 માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ વખતે IPL પહેલા મેગા ઓક્શન થશે, આવી સ્થિતિમાં તમામ ટીમોમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે. દરેક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ટીમો કયા ખેલાડીઓને રિટેન કરશે અને કયા ખેલાડીઓને બહાર કરવામાં આવશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ તરફથી IPLના માલિકો પર એક મોટું નિવેદન સામે આવ્યું છે. કેએલ રાહુલ અને લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા ગયા સિઝનમાં ચર્ચામાં હતા. બંને વચ્ચે ઝઘડો થયો હતો.

IPL માલિકો પર રાહુલનું નિવેદન

IPLની હરાજીમાં માત્ર ટીમના માલિકો જ બોલી લગાવતા જોવા મળે છે. તેઓ પોતાની ટીમમાં એકથી વધુ સારા ખેલાડીઓને સામેલ કરવાનો પૂરો પ્રયાસ કરે છે. કેએલ રાહુલે હવે ટીમ માલિકો પર મોટું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે, તે હાલમાં જ રાહુલ નિખિલ કામથના પોડકાસ્ટ પર જોવા મળ્યો હતો. અહીં, IPLના માલિકો વિશે વાત કરતી વખતે, કેએલ રાહુલે કહ્યું, ‘IPLમાં માલિકો સંશોધન કરે છે અને ટીમ પસંદ કરે છે. પરંતુ તેની ખાતરી નથી કે તમે દરેક રમત જીતી જશો. ડેટાના આધારે, તમને શ્રેષ્ઠ ખેલાડી મળી શકે છે, પરંતુ તેનું વર્ષ ખૂબ જ ખરાબ પણ હોઈ શકે છે. રમતમાં દરેક ખેલાડીનો ખરાબ દિવસ આવી શકે છે.

મેચની વચ્ચે ગોએન્કા રાહુલને ઠપકો આપ્યો

હકીકતમાં IPLની છેલ્લી સિઝન દરમિયાન કેએલ રાહુલની ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી લખનઉ ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોયન્કા ટીમ ડગઆઉટ પાસે કેપ્ટન કેએલ રાહુલ સાથે લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા અને દાવો કરવામાં આવ્યો કે સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલની ક્લાસ લગાવી હતી. જે બાદ સંજીવ ગોયન્કાના આ વર્તનથી ચાહકો ખૂબ જ નારાજ થયા હતા.

ગોએન્કાએ રાહુલ માટે ડિનરનું આયોજન કર્યું

સંજીવ ગોયેન્કાએ જે રીતે મેદાન પર કેપ્ટન પ્રત્યે બધાની સામે પોતાની નિરાશા વ્યક્ત કરી હતી તેની ઘણી ટીકા થઈ હતી. લોકોએ કહ્યું કે આ વાતચીત ડ્રેસિંગ રૂમ અથવા અન્ય કોઈ જગ્યાએ થવી જોઈતી હતી. બંને વચ્ચે ખરેખર શું થયું તે સ્પષ્ટ નથી. પરંતુ તે ચોક્કસપણે અનુમાન કરી શકાય છે કે બંને વચ્ચે દલીલ થઈ હતી. આ ઘટના બાદ લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલ માટે ડિનરનું આયોજન કર્યું હતું. આ ડિનરમાં સંજીવ ગોયન્કા કેએલ રાહુલ સાથે ખૂબ જ હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ પણ વાંચો: Video: બાબરે હદ વટાવી! પોતે 0 રને આઉટ થયો, ત્યારબાદ પાકિસ્તાનને 52 રનનું કરાવ્યું નુકસાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">