AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs RR : કોલકત્તા નાઈટ રાઈડર્સે આપ્યો 150 રનનો ટાર્ગેટ, ચહલે લીધી 4 વિકેટ

Kolkata Knight Riders vs Rajasthan Royals IPL 2023 : આઈપીએલ 2023ની 56મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી આ મેચમાં ટોસ જીતીને રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.

KKR vs RR : કોલકત્તા નાઈટ રાઈડર્સે આપ્યો 150 રનનો ટાર્ગેટ, ચહલે લીધી 4 વિકેટ
IPL 2023 KKR VS RR
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 10:38 PM
Share

ઈડન ગાર્ડનમાં આઈપીએલ 2023ની 56મી મેચ રમાઈ રહી છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મહત્વની છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. આજની મહત્વની મેચમાં હોમ ગ્રાઉન્ડ પર કોલકત્તાના ખેલાડીઓ સારી બેટિંગ કરી શક્યા ન હતા. 20 ઓવરના અંતે કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર  8 વિકેટના નુકશાન સાથે 149 રન રહ્યો હતો.

પ્રથમ ઈનિંગ કોલકત્તા તરફથી જોસન રોયે 10 રન, ગુલબાઝ 18 રન, વેંકટેશ ઐયર 57 રન, નીતિશ રાણાએ 22 રન, આંદ્રે રસલ 10 રન, રિંકૂ એ 16 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 8 સિક્સર અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા.

પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી ચહલે 4 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 3 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અસિફ અને સંદીપ શર્માએ 1-1 વિકેટ લીધી હતી. રાજસ્થાનના બોલર્સના શાનદાર પ્રદર્શનને કારણે કોલકત્તા માત્ર 150 રનનો ટાર્ગેટ આપી શકી હતી.

આજની મેચની મોટી વાતો

  • સંજૂ સેમસન આજે 150 આઈપીએલ મેચ રમ્યો.
  • યુઝવેન્દ્ર ચહલ આજે આઈપીએલ ઈતિહાસનો નંબર 1 વિકેટ લેનાર બોલર બન્યો.
  • મંલિગા એ ઈડન ગાર્ડનમાં બેલ વગાડીને મેચની શરુઆત કરાવી હતી.
  • દિલ્હી કેપિટલ્સની જેમ કોલકત્તા નાઈટ રાઈડર્સની આ સિઝનમાં પાવર પ્લેમાં સૌથી વધારે 25 વિકેટ પડી છે.

આજની મેચની રોમાંચક ક્ષણો

રાજસ્થાન રોયલ્સે જીત્યો હતો ટોસ

કોલકાતા નાઈટ રાઈડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ (W), જેસન રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (C), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

ઈમ્પેક્ટ પ્લેયર : સુયશ શર્મા, વૈભવ અરોરા, એન જગદીસન, ઉમેશ યાદવ, લોકી ફર્ગ્યુસન

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (w/c), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ

ઈમ્પેક્ટ પ્લેયર : ડોનાવોન ફરેરા, દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, મુરુગન અશ્વિન, નવદીપ સૈની

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">