AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Auction Live Streaming : આઈપીએલ 2023ની હરાજી ક્યારે, ક્યાં જોઈ શકશો

IPL Auction 2023 Live Updates: IPL 2023 ની હરાજી શુક્રવારે કોચીમાં થશે. આ હરાજીમાં 404 ખેલાડીઓના ભાવિનો નિર્ણય થશે.

IPL 2023 Auction Live Streaming : આઈપીએલ 2023ની હરાજી ક્યારે, ક્યાં જોઈ શકશો
IPL 2023 ની હરાજી કોચીમાંImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2022 | 2:42 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની હરાજી શુક્રવારે કોચીમાં યોજાવા જઈ રહી છે. ગયા વર્ષે મેગા ઓક્શન થયું હતું પરંતુ આ વખતે એવું નથી. આ હરાજી માટે 900 થી વધુ ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા હતા પરંતુ માત્ર 405 નામો જ અંતિમ યાદીમાં સ્થાન મેળવી શક્યા હતા. હવે 10 ટીમો આ ખેલાડીઓના ભાવિનો નિર્ણય કરશે. આ વખતે આઈપીએલની હરાજી માત્ર એક દિવસ ચાલશે. હરાજી પૂલમાં ઘણા મોટા નામ છે. આવી સ્થિતિમાં આ હરાજી પણ ઘણી રસપ્રદ રહેશે.

આ વખતે IPL 2023 ઓક્શન પૂલમાં 405 ખેલાડીઓ છે. આ 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય છે જ્યારે 132 વિદેશી ખેલાડીઓ પણ છે. ટેસ્ટ રમનારા દેશો ઉપરાંત ચાર સહયોગી દેશો પણ સામેલ છે. તેમાં 119 કેપ્ડ પ્લેયર્સ, 282 અનકેપ્ડ પ્લેયર્સ અને એસોસિયેટ દેશોના 4 પ્લેયર્સ છે. હરાજીમાં કુલ 87 જગ્યાઓ માટે બોલી લગાવવામાં આવશે, જેમાંથી 30 વિદેશી ખેલાડીઓ માટે રિઝર્વ છે.

કઈ ટીમ પાસે કેટલા પૈસા છે

તમામ ટીમોએ પોતાના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. અગાઉની મેગા ઓક્શનમાં તમામ ટીમો એક જ પર્સ સાથે ઉતરી હતી પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે સૌથી વધુ 42.25 કરોડ રૂપિયા છે. આ પછી બીજા નંબર પર પંજાબ કિંગ્સ છે, જેની પાસે 32.2 કરોડ રૂપિયા છે. લખનૌ સુપરજાયન્ટ્સ રૂ. 23.35 કરોડ, KKR રૂ. 7.05 કરોડ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 8.75 કરોડ સાથે હરાજીમાં પ્રવેશ કરશે.

2 કરોડ બેઝ પ્રાઈસ ખેલાડીઓ

કેન વિલિયમસન, રાયલી રુસો, જેસન હોલ્ડર, સેમ કુરન, કેમેરોન ગ્રીન, ટોમ બેન્ટન, નિકોલસ પૂરન, ફિલ સોલ્ટ, ક્રિસ જોર્ડન, એડમ મિલ્ને, આદિલ રશીદ, ક્રિસ જોર્ડન, ટ્રેવિસ હેડ, જીમી નીસન, રાસી વાન ડેર ડ્યુસન, ક્રિસ લિન, જેમી ઓવરટોન, ક્રેગ ઓવરટોન, ટાઇમલ મિલ્સ જેવા ખેલાડીઓના નામ બે કરોડની બેઝ પ્રાઈસ પૂલમાં સામેલ છે.

જાણો હરાજી ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

IPL 2023 ની હરાજી ક્યારે થશે?

IPL 2023 ની હરાજી 23 ડિસેમ્બર 2022, શુક્રવારના રોજ થશે.

IPL 2023 ની હરાજી ક્યાં થશે?

IPL 2023 ની હરાજી કોચીમાં થવા જઈ રહી છે.

IPL 2023 ની હરાજી ક્યારે શરૂ થશે?

IPL 2023ની હરાજી બપોરે 02.30 વાગ્યે શરૂ થશે.

IPL 2023 ની હરાજીનું લાઈવ ટેલિકાસ્ટ હું ક્યાં જોઈ શકશો?

IPL 2023ની હરાજીનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર થશે.

હું IPL 2023 હરાજીની લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકું?

IPL 2023 હરાજીની લાઇવ સ્ટ્રીમિંગ Viacom 18ની એપ Voot પર થશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">