Virat Kohli ના સપોર્ટમાં આવ્યો ઇંગ્લેન્ડનો પૂર્વ સુકાની, કહ્યુંઃ ‘તમે જે કર્યું છે તેના વિશે લોકો માત્ર સપના જોવા છે’

Cricket : ટીમ ઈન્ડિયા (Team India) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ઘણા સમયથી લયમાં નથી. છેલ્લા અઢી વર્ષમાં તે એક પણ સદી ફટકારી શક્યો નથી.

Virat Kohli ના સપોર્ટમાં આવ્યો ઇંગ્લેન્ડનો પૂર્વ સુકાની, કહ્યુંઃ 'તમે જે કર્યું છે તેના વિશે લોકો માત્ર સપના જોવા છે'
Virat Kohli (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 9:52 AM

ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની ટેસ્ટ અને T20 શ્રેણી બાદ વિરાટ કોહલી (Virat Kohli) ODI શ્રેણી (ODI Series) માં પણ ફ્લોપ રહ્યો છે. છેલ્લા અઢી વર્ષથી ક્રિકેટના દરેક ફોર્મેટમાં તે ખાસ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે છેલ્લે નવેમ્બર 2019 માં કોલકાતાના ઇડન ગાર્ડન મેદાન પર બાંગ્લાદેશ સામે ડે નાઇટ ટેસ્ટ મેટમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલી (Virat Kohli) ની ખરાબ બેટિંગને લઈને ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓના નિવેદનો સામે આવ્યા છે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન (Kevin Pietersen) એ તેના સપોર્ટમાં એક પોસ્ટ કરી છે. તેણે વિરાટ કોહલીના સમર્થનમાં ટ્વિટ કર્યું છે.

ઇંગ્લેન્ડના પુર્વ સુકાની અને હાલ ક્રિકેટ કોમેન્ટેટર કેવિન પીટરસન (Kevin Pietersen) એ ભારતના પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) સાથેનો એક ફોટો શેર કરીને લખ્યું છે કે, ‘આગળ વધતા રહો. તમે ક્રિકેટમાં જે પણ મેળવ્યું છે તેના લોકો સપના જોઈ શકે છે અને આ સપનામાં ક્રિકેટના ઘણા મોટા ખેલાડીઓનો પણ સમાવેશ થયા છે.’

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
મોંઘી દાટ કેરી ખરીદ્યા પછી તેની છાલને ફેંકવાની જરૂર નથી, આ રીતે કરી શકો છો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વર્ષ 20202 થી વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ છે

વિરાટ કોહલી (Virat Kohli) વર્ષ 2019 સુધી જોરદાર ફોર્મમાં ચાલી હતો. પરંતુ ત્યાર બાદ તેનો ગ્રાફ સતત નીચે જતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2020 થી અત્યાર સુધી તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ફ્લોપ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 18 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તે માત્ર 27.25ની એવરેજથી 872 રન બનાવી શક્યો છે. આ દરમિયાન તે માત્ર 6 અડધી સદી ફટકારી શક્યો હતો. વન-ડેમાં પણ વિરાટ કોહલી સાથે આવું જ બન્યું છે. વર્ષ 2020 થી અત્યાર સુધી વિરાટ કોહલીએ 18 વનડે મેચ રમી હતી. જેમાં તેણે 39ની એવરેજથી 702 રન બનાવ્યા છે. અહીં પણ તે એકપણ સદી ફટકારી શક્યો નથી. વિરાટ કોહલી T20 ઇન્ટરનેશનલમાં થોડો સારો રહ્યો છે. 2020 થી અત્યાર સુધીમાં તેણે 24 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 42.18 ની સરેરાશથી 675 રન બનાવ્યા છે. જોકે અહીં પણ તે સદી ફટકારી શક્યો નથી. મહત્વનું છે કે આવનારા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમ્યાન વિરાટ કોહલીને સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે તે ક્યારે પોતાના ફોર્મમાં આવશે અને ટીકાકારોને જવાબ આપશે.

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">