18-5-2024

મોંઘી દાટ કેરી ખરીદ્યા પછી તેની છાલને ફેંકવાની જરૂર નથી, આ રીતે કરી શકો છો ઉપયોગ

કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સામાન્ય રીતે  લોકો કેરી ખાઈને છાલ અને ગોટલી ફેકી દે છે.

તમે કેરીની પેસ્ટ કરીને ચહેરા પર લગાવવાથી ત્વચા પર રહેલી કરચલીઓ દૂર થાય છે.

કેરીની છાલમાં કોપર, ફોલેટ અને વિટામિન B6, A અને C મોટી માત્રામાં જોવા મળે છે. જેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે ઓળખાય છે.

તમે કેરીની છાલનું શાક પણ બનાવી શકો છો.

તમે કેરીની છાલનું સેવન કરો છો. તો શરીરમાં ડેડ સેલ્સ વધવાનું બંધ થઈ જાય છે. જેના કારણે કેન્સરનો ખતરો ઓછો થઈ જાય છે.

પિંપલ્સ પર કેરીની છાલ લગાવવાથી તમે તેનાથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો.

કેરીની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે.  તે મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી પણ રક્ષણ આપે છે.

નોંધ- આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.