AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Technology : ઇન્વર્ટરની બેટરી ફાટી શકે છે, આ ભૂલ ના કરતા, રાખો સાવધાની

Technology : ઇન્વર્ટર બેટરીમાં વિસ્ફોટ એ એક ગંભીર ખતરો છે. જે જીવન અને સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે. આ સામાન્ય રીતે કેટલીક ભૂલો અને બેદરકારીને કારણે થાય છે. અહીં અમે કેટલીક સામાન્ય ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે લોકો કરે છે અને તેનાથી ઇન્વર્ટરની બેટરીમાં ધડાકો થઈ શકે છે.

Technology : ઇન્વર્ટરની બેટરી ફાટી શકે છે, આ ભૂલ ના કરતા, રાખો સાવધાની
Inverter Battery blast like bomb
| Updated on: May 18, 2024 | 2:26 PM
Share

ઈન્વર્ટરનો ઉપયોગ હવે દરેક ઘરમાં સામાન્ય થઈ ગયો છે. ખાસ કરીને ઉનાળામાં પાવર બેકઅપ લેવો જરૂરી બની જાય છે. પરંતુ ઇન્વર્ટરના મામલામાં કેટલીક બેદરકારીથી ભારે નુકસાન થઈ શકે છે. આવા ઘણા કિસ્સાઓ સાંભળવા મળ્યા છે જ્યારે ઇન્વર્ટર ફાટ્યું અને આસપાસના લોકો ઈજાગ્રસ્ત થયા હોય. જોકે ઇન્વર્ટર બેટરીમાં વિસ્ફોટની ઘટનાઓ દુર્લભ છે, જો યોગ્ય કાળજી અને સલામતીનાં પગલાંનું પાલન ન કરવામાં આવે તો તે બની શકે છે.

ચાલો જાણીએ કે ઈન્વર્ટરનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે અને કઈ-કઈ ભૂલો છે, જેને તમારે કોઈપણ ભોગે ટાળવી જોઈએ, જેથી ઈન્વર્ટરમાં બ્લાસ્ટ જેવી ઘટનાઓથી બચી શકાય.

ઇન્વર્ટરનું ઓવરચાર્જિંગ

ઇન્વર્ટરની બેટરીને નિર્ધારિત સમય કરતાં વધુ ચાર્જ કરવી જોખમી બની શકે છે. આને રોકવા માટે હંમેશા બેટરી ઉત્પાદકની ચાર્જિંગ સૂચનાઓનું પાલન કરો અને સારા ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરો.

પ્રવાહી બેટરીનું નીચું પાણીનું સ્તર

જો તમારી બેટરી પાણી પર ચાલે છે, તો તે પર્યાપ્ત છે તેની ખાતરી કરવા માટે નિયમિતપણે પાણીનું લેવલ તપાસો. જો પાણીનું લેવલ ઓછું હોય તો બેટરીની પ્લેટો ખુલ્લી રહી શકે છે, જેના કારણે બેટરીની અંદર ગરમી વધે છે અને વિસ્ફોટ થવાનું જોખમ રહે છે.

હાઈ ટેમ્પરેચર પર બેટરીને રાખવી

વધુ પડતી ગરમી અથવા સીધા સૂર્યપ્રકાશમાં બેટરીને ખુલ્લી રાખવી નહીં. ઉચ્ચ તાપમાન બેટરીને વધારે ગરમ કરી શકે છે અને વિસ્ફોટનું કારણ બની શકે છે.

બેટરી સાફ કરવામાં બેદરકારી

બેટરી ટર્મિનલ્સ પર કાટ અથવા ગંદકીના સંચયથી બેટરીમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે. તેથી સમય-સમય પર બેટરી સાફ કરતા રહો અને ટર્મિનલ પર પેટ્રોલિયમ જેલી અથવા અન્ય કોઈ લુબ્રિકન્ટ લગાવો.

બેટરીને અસુરક્ષિત જગ્યા મુકવી

બેટરીને હંમેશા વેન્ટિલેટેડ એરિયામાં રાખો. જો બેટરી ગેસ છોડે છે અને આ ગેસ બંધ જગ્યામાં એકઠો થાય છે, તો તે વિસ્ફોટક બની શકે છે. આ સિવાય ખોટી વાયરિંગ પણ બેટરી માટે ખતરનાક બની શકે છે. યોગ્ય પોલારિટીનું ધ્યાન રાખો અને માત્ર સારી ગુણવત્તાના કેબલનો ઉપયોગ કરો.

સૂચનાઓનું પાલન કરતા નથી

બેટરી ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓને અનુસરો. આ તમને બેટરીનો યોગ્ય રીતે ઉપયોગ અને કાળજી કેવી રીતે કરવી તે જણાવશે. આ સિવાય જો તમે બેટરીમાંથી કોઈ અસામાન્ય ગંધ અથવા અવાજ સાંભળો છો, તો તરત જ તેને અનપ્લગ કરો અને પ્રોફેશનલ ઇલેક્ટ્રિશિયનનો સંપર્ક કરો.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">