રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, વિદ્યાર્થીઓનો જોવા મળ્યો ધસારો, જુઓ-video
છેલ્લા ઘણા વર્ષોની વિદ્યાર્થી માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવતુ રહ્યું છે ત્યારે તેના ધ્વારા વિદ્યાર્થીઓને એજ્યુકેશનની માહિતી મળતી રહે તે માટે આ વર્ષે પણ એક્સોની શરુઆત કરવામાં આવી છે. દર વર્ષે અહીં વિદ્યાર્થીઓને બદલાતી ટેકનોલોજી સાથે નવા કોર્સીસને લઈને પણ માહિતી આપવામાં આવે છે.
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને મનપા કમિશનર આનંદ પટેલના હસ્તે એક્સપોનું ઉદઘાટન કરાયું છે. તમને જણાવી દઈએ કે આજે અને આવતીકાલે એમ બે દિવસ TV9નો એજ્યુકેશન એક્સપોનું આયોજન કરાયું છે.જેમાં વિદ્યાર્થીઓને એક જ સ્થળે અનેક યુનિવર્સિટીઓનું માર્ગદર્શન મળશે અને TV9 ગુજરાતીના એક્સપોમાં નિષ્ણાતો તમારા બાળકોની મૂંઝવણ દૂર કરશે.
આ ઉપરાંત ફોરેન એજ્યુકેશનથી લઈને અનેક અભ્યાસક્રમોની સચોટ માહિતી એક જ છત નીચે મળી રહેશે. ત્યારે TV9 એજ્યુકેશન એક્સપોના પ્રારંભે જ વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા ઘણા વર્ષોની વિદ્યાર્થી માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવતુ રહ્યું છે ત્યારે તેના ધ્વારા વિદ્યાર્થીઓને એજ્યુકેશનની માહિતી મળતી રહે તે માટે આ વર્ષે પણ એક્સોની શરુઆત કરવામાં આવી છે. દર વર્ષે અહીં વિદ્યાર્થીઓને બદલાતી ટેકનોલોજી સાથે નવા કોર્સીસને લઈને પણ માહિતી આપવામાં આવે છે.
આ સાથે વિદ્યાર્થીઓને નવા કોર્સીસને લઈને પણ માહિતી આપવામાં આવે છે જેમાં જે તે વિદ્યાર્થીઓને જે તે વિષયમાં રસ હોય તેમાં કરિયર કેવી રીતે બનાવવું અને તે રીલેટેડ કયા કોર્સીસ અવેલેબલ છે સાથે જ તેમાં ફ્યુચર કેવુ રહેશે તે અંગેની તમામ માહિતી અહીં આપવામાં આવે છે.