IPL 2022 Purple Cap: યુઝવેન્દ્ર ચહલની બાદશાહતને પડકારતો જોશ હેઝલવુડ, માત્ર 3 મેચ રમીને આપ્યો મોટો પડકાર

IPL Purple Cap: યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હાલમાં IPL 2022 માં પર્પલ કેપનો બાદશાહ છે. પરંતુ તેની બાદશાહત માટે સૌથી મોટો પડકાર, જોશ હેઝલવુડનો છે, જેણે અત્યાર સુધીમાં માત્ર ત્રણ મેચ રમી છે.

IPL 2022 Purple Cap: યુઝવેન્દ્ર ચહલની બાદશાહતને પડકારતો જોશ હેઝલવુડ, માત્ર 3 મેચ રમીને આપ્યો મોટો પડકાર
Josh HazlewoodImage Credit source: IPL 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 7:50 AM

IPL 2022 માં ટ્રોફી લેવા માટે માત્ર ટીમની જ લડાઈ નથી થતી. પરંતુ ટીમના ખેલાડીઓ વચ્ચે એકબીજાને પાછળ છોડીને ઉત્કૃષ્ઠ દેખાવ માટે પણ સ્પર્ધા થાય છે. જોકે, આ સ્પર્ધા માત્ર કોઈ એક કે બે ટીમો વચ્ચે નહીં પરંતુ અલગ અલગ ટીમના ખેલાડીઓ વચ્ચેની છે.ખાસ કરીને સૌથી વિકેટ મેળવવા માટે બોલરોમાં સ્પર્ધા જોવા મળે છે. સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ (Purple Cap) મળે છે. યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હાલમાં IPL 2022માં પર્પલ કેપનો બાદશાહ છે. પરંતુ તેની બાદશાહત માટે સૌથી મોટો પડકાર જોશ હેઝલવુડ (Josh Hazlewood) પાસેથી જોવા મળી શકે છે, જેણે અત્યાર સુધીમાં માત્ર 3 મેચ રમી છે.

હવે સમજો કે યુઝવેન્દ્ર ચહલની બાદશાહતને પડકાર કેમ છે. વાસ્તવમાં તેની પાછળ આઈપીએલ 2022માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડનું પ્રદર્શન છે. હેઝલવુડે આઈપીએલ 2022માં અત્યાર સુધી 3 મેચ રમી છે, જેમાં તેણે 7.16ની ઈકોનોમી અને 10.75ની એવરેજથી 8 વિકેટ ઝડપી છે. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં 25 રનમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે.

હેઝલવુડના ઝડપી મૂવિંગ સ્ટેપ્સ

હવે જરા વિચારો કે, માત્ર 3 મેચમાં 8 વિકેટ ઝડપનાર બોલર જો આ જ રીતે વિકેટ લેવા માટે આગળ વધે તો બાકીની જેમ 6 કે 7 મેચ રમ્યા બાદ તેની બેગમાં કેટલી વિકેટ પડી શકે છે ? હેઝલવૂડ પર્પલ કેપ રેસમાં ભલે 10માં નંબર પર હોય, પરંતુ તેને 10માં નંબરથી પ્રથમ સ્થાન પર પહોંચવામાં વધુ સમય લાગશે નહીં.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 હાલ તો ચહલના માથે પર્પલ કેપ

જો કે, હાલમાં પર્પલ કેપ યુઝવેન્દ્ર ચહલના માથા પર છે. રાજસ્થાન તરફથી રમતા આ સ્પિનરે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચમાં 17 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેમની એવરેજ 10.35 અને ઇકોનોમી 7.33 હતી. નંબર વન ચહલ ઉપરાંત ટી. નટરાજન, કુલદીપ યાદવ, વાનિન્દુ હસરંગા અને અવેશ ખાન સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બોલર્સમાં સામેલ છે.

હેઝલવુડ કેમ ચહલ માટે ખતરો છે ?

સનરાઇઝર્સ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટી. નટરાજને 6 મેચમાં 12 વિકેટ લીધી છે. દિલ્હી કેપિટલ્સના ડાબોડી સ્પિનર ​​કુલદીપ યાદવે 5 મેચમાં 11 વિકેટ લીધી છે. જ્યારે RCBના હસરંગા અને LSGના અવેશ ખાને 7-7 મેચ બાદ 11 વિકેટ ઝડપી છે. ડ્વેન બ્રાવો અને ઉમેશ યાદવ 10-10 વિકેટ સાથે 6ઠ્ઠા અને 7મા સ્થાને છે. જ્યારે રાહુલ ચહર અને ઉમરાન મલિકે 8માં અને 9મા સ્થાને 9-9 વિકેટ લીધી હતી. આ બધા પછી જોશ હેઝલવુડનો નંબર આવે છે, જેમની વિકેટ લેવાની ગતિ સૌથી ઝડપી છે. અને, આ જ કારણ છે કે તે ભવિષ્યમાં ચહલના પર્પલ કેપ દાવા સામે ખતરો બનતો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ

LSG vs RCB IPL Match Result: બેંગલુરુએ લખનૌને 18 રને હરાવ્યું, સુકાની ફાફની 96 રનની ઇનિંગ તો હેઝલવુડે ઝડપી 4 મહત્વની વિકેટ

આ પણ વાંચોઃ

IPL 2022: શ્રેયસ અય્યર જીતેલી મેચ હાર્યા બાદ કોચ બ્રેન્ડન મેક્કુલમ પર ગુસ્સે થયો, વિડિયો થયો વાયરલ

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">