જય શાહે આપ્યા 100 ટકા સારા સમાચાર, આવતા મહિને ટીમ ઈન્ડિયામાં કમબેક કરશે જસપ્રીત બુમરાહ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છેલ્લા લગભગ એક વર્ષથી ક્રિકેટ એક્શનથી દૂર છે. પીઠની ઈજા સામે ઝઝૂમી રહેલા બુમરાહનું NCAમાં છે અને હવે તે ફિટ થઈ ગયો છે. BCCIની બેઠક બાદ જય શાહે બુમરાહની ફિટનેસ પર આ અપડેટ આપી હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે જ આ શ્રેણી સાથે એશિયા કપ અને વર્લ્ડ કપ (ODI World Cup 2023)જેવી મોટી ટૂર્નામેન્ટની તૈયારીઓ પણ શરૂ થઈ રહી છે. લાંબા સમયથી ખિતાબ જીતવાની રાહ જોઈ રહેલી ભારતીય ટીમ આ મોટી ટુર્નામેન્ટમાં પુરી તાકાત સાથે ઉતરવા માંગે છે અને તેને આ મોરચે સતત સારા સમાચાર મળી રહ્યા છે.
ભારત માટે સૌથી રાહત આપનારી અપડેટ BCCI સેક્રેટરી જય શાહ (Jay Shah) દ્વારા આપવામાં આવી છે. શાહે જાહેરાત કરી છે કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સંપૂર્ણ રીતે ફિટ છે.
બુમરાહ એક વર્ષથી ક્રિકેટથી દૂર
જસપ્રીત બુમરાહ છેલ્લા લગભગ એક વર્ષથી ક્રિકેટ એક્શનથી દૂર છે. પીઠની ઈજાને કારણે તે સપ્ટેમ્બર 2022 થી કોઈપણ સ્તરે ક્રિકેટ રમી શક્યો નથી. તેની પીઠમાં વારંવાર થતા સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે તેણે આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડમાં સર્જરી કરાવવી પડી હતી. ત્યારથી તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો હતો.
BCCI secretary Jay Shah confirms:- (To PTI & ANI)
•Jasprit Bumrah is fully fit. •Few games dates will be change in World Cup. •BCCI providing free drinking water to crowds on World Cup. pic.twitter.com/JTgqNwUDYU
— CricketMAN2 (@ImTanujSingh) July 27, 2023
બુમરાહ 100 ટકા ફિટ છે
થોડા દિવસો પહેલા BCCIઈએ બુમરાહ પર સકારાત્મક અપડેટ આપતા કહ્યું હતું કે તે NCAમાં સંપૂર્ણ ક્ષમતાથી બોલિંગ કરી રહ્યો છે અને કેટલીક પ્રેક્ટિસ મેચ રમશે. હવે બોર્ડના સેક્રેટરી જય શાહે તેની ફિટનેસ પર મહોર મારી દીધી છે. ગુરુવારે, 27 જુલાઈએ, નવી દિલ્હીમાં વર્લ્ડ કપની તૈયારીઓ અંગેની બેઠક બાદ, જય શાહે બુમરાહની સ્થિતિ વિશે માહિતી આપી. BCCI સેક્રેટરીએ કહ્યું કે જસપ્રીત બુમરાહ 100 ટકા ફિટ છે.
આ પણ વાંચો : Breaking News: IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ODIમાં ભારતને જીતવા 115 રનનો ટાર્ગેટ, કુલદીપની 4 વિકેટ
Jasprit Bumrah fully fit, might play series against Ireland: BCCI secretary Jay Shah
Read @ANI Story | https://t.co/zNghHSEI9i#JaspritBumrah #cricket #TeamIndia pic.twitter.com/ZvsMnum9Bs
— ANI Digital (@ani_digital) July 27, 2023
આવતા મહિને કમબેક કરશે
આટલું જ નહીં, જય શાહે વધુ એક ખુશખબર આપી હતી. તેમણે કહ્યું કે બુમરાહ આવતા મહિને ટીમમાં પરત ફરે તેવી શક્યતા છે. ટીમ ઈન્ડિયાને ઓગસ્ટમાં આયર્લેન્ડના પ્રવાસે જવાનું છે, જ્યાં 3 T20 મેચોની શ્રેણી રમાશે. શાહે કહ્યું કે બુમરાહ આ શ્રેણીમાંથી વાપસી કરી શકે છે. આ શ્રેણી પછી તરત જ એશિયા કપ છે. આવી સ્થિતિમાં, તે ટૂર્નામેન્ટ પહેલા, બુમરાહ આ પ્રવાસ પર વાપસી કરીને તેની બોલિંગમાં લય પાછી મેળવી શકે છે.