Breaking News: IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ODIમાં ભારતને જીતવા 115 રનનો ટાર્ગેટ, કુલદીપની 4 વિકેટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ હવે ODI ક્રિકેટની એક્શન શરૂ થઈ છે. જેમાં પહેલી વનડે મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને માત્ર 114 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું અને ટીમ ઈન્ડિયાને મેચ જીતવા 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કુલદીપ યાદવે સૌથી વધુ ચાર જ્યારે જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
ટેસ્ટ સિરીઝ બાદ વેસ્ટ ઈન્ડિઝનો ભારત સામે સંઘર્ષ વનડેમાં પણ સંઘર્ષ ચાલુ રહ્યો છે. ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં જ યજમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમની બેટિંગ ભારતીય બોલિંગ સામે ધ્વસ્ત થઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ (KuldeepYadav) ની સ્પિન જોડીએ વેસ્ટ ઈન્ડિઝને માત્ર 23 ઓવરમાં જ વેરવિખેર કરી નાખ્યું અને ટીમ ઈન્ડિયા (Team India)ને જીતવા માટે માત્ર 115 રનનો સામાન્ય ટાર્ગેટ મળ્યો હતો.
પેસરો માટે મજબૂત શરૂઆત
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ નિર્ણય માત્ર 23 ઓવરમાં જ સંપૂર્ણ રીતે સાચો સાબિત થયો હતો. ત્રીજી ઓવરમાં જ તેની શરૂઆત થઈ, જ્યારે બોલિંગની શરૂઆત કરનાર હાર્દિક પંડ્યાએ કાયલ મેયર્સને આઉટ કર્યો. જો કે, બ્રાન્ડોન કિંગ અને એલિક અથાનાઝ વચ્ચેની ઝડપી ભાગીદારીએ પુનરાગમનની આશાઓ વધારી. આ ભાગીદારી મુકેશે તોડી હતી, જેનો વનડેમાં પ્રથમ શિકાર અથાનાઝ બન્યો હતો.
Innings break!
A wonderful bowling display from #TeamIndia restricts West Indies to 114
4️⃣ wickets for @imkuldeep18 3️⃣ wickets for @imjadeja A wicket each for @hardikpandya7, @imShard, & debutant Mukesh Kumar
Scorecard – https://t.co/OoIwxCvNlQ……#WIvIND pic.twitter.com/ctMLaYNJbn
— BCCI (@BCCI) July 27, 2023
બેટ્સમેનો સુપર ફ્લોપ
વેસ્ટ ઈન્ડિઝે 45ના સ્કોર પર સતત 2 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં પહેલા અથાનાઝ આઉટ થયો હતો અને પછીની જ ઓવરમાં શાર્દુલ ઠાકુરે બ્રાન્ડન કિંગને બોલ્ડ કર્યો હતો. આ પછી બે વર્ષ બાદ ટીમમાં પરત ફરેલા કેપ્ટન શાઈ હોપ અને શિમરોન હેટમાયર વચ્ચે 43 રનની ભાગીદારી નોંધાઈ હતી, જેનાથી પુનરાગમનની આશા જાગી હતી.
જાડેજાની કમાલ બોલિંગ
વેસ્ટ ઈન્ડિઝની પુનરાગમનની આશા પર જાડેજાએ પાણી ફેરવ્યું હતું. જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 88 હતો ત્યારે હેટમાયર રવિન્દ્ર જાડેજાના સીધા બોલ પર પેડલ સ્વીપ રમવાના પ્રયાસમાં બોલ્ડ થયો હતો. તેની આગલી જ ઓવરમાં જાડેજાએ વધુ બે વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝની હાલત ખરાબ કરી નાખી. જાડેજાએ 4 ઓવરમાં માત્ર 26 રન આપીને મિડલ ઓર્ડરની 3 વિકેટ લીધી હતી.
Kuldeep Yadav finishes with 4⃣-6⃣ in his three overs
West Indies are all out for 114 in the first innings.
Follow the Match – https://t.co/OoIwxCvNlQ…… #TeamIndia | #WIvIND | @imkuldeep18 pic.twitter.com/AaYMnY3e3H
— BCCI (@BCCI) July 27, 2023
કુલદીપ યાદવની ચાર વિકેટ
કુલદીપ યાદવે 6 રનમાં 4 વિકેટ ઝડપી બાકીનું કામ પૂરું કર્યું હતું. માત્ર 3 ઓવરમાં કુલદીપે છેલ્લી 4 વિકેટ લઈને વિન્ડીઝની બેટિંગનો અંત આણ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન હોપ એકલા હાથે લડ્યો હતો, પરંતુ મામલો તેના હાથમાંથી પણ નીકળી ગયો હતો. કુલદીપે તેને 23મી ઓવરમાં બોલ્ડ કર્યો અને તે જ ઓવરના છેલ્લા બોલ પર 10મી વિકેટ પણ પડી ગઈ.
આ પણ વાંચો : જય શાહે આપ્યા 100 ટકા સારા સમાચાર, આવતા મહિને ટીમ ઈન્ડિયામાં કમબેક કરશે જસપ્રીત બુમરાહ
વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાંથી બહાર
વિશ્વકપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે. બે વખતની ચેમ્પિયન ટીમ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. એવામાં સવાલો ઉઠી રહ્યા હતા કે શું વિન્ડીઝની ટીમ ખરેખર એટલી નબળી છે? આ કડવું સત્ય બાર્બાડોસમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં સામે આવ્યું હતું.