Gujarati NewsSportsCricket newsThe schedule of the World Cup will change including the date of the India Pakistan match Know what Jai Shah said
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ સહિત વર્લ્ડકપનું શેડ્યૂલ બદલાશે! જાણો જય શાહે શું કહ્યું ?
BCCIના સચિવ જય શાહનું કહેવું છે કે ત્રણ સભ્ય દેશોએICCને પત્ર લખીને વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર કરવા જણાવ્યું છે. જે બાદ હવે ક્રિકેટ ફેન્સના મનમાં સવાલ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદમાં કયા દિવસે રમાશે?
અમદાવાદમાં ભારત-પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ ક્યારે રમાશે? શું બંને ટીમો પહેલાથી જ નક્કી કરેલી 15 ઓક્ટોબરે ટકરાશે કે પછી 14 ઓક્ટોબરે નવી તારીખે બંને ટીમઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આમને-સામને થશે, આ સવાલ છેલ્લા કેટલાક કલાકોથી ક્રિકેટના કોરિડોરમાં ગુંજી રહ્યો છે. જોકે ગુરુવારે મળેલી બેઠકમાં BCCIએ આ મેચ અંગે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
Three member nations have written to ICC for a change in their World Cup schedule: BCCI secretary @JayShah.
એટલું જ નહીં વર્લ્ડ કપના શેડ્યૂલમાં પણ ફેરફાર કરવામાં આવશે. BCCIના સચિવ જય શાહનું કહેવું છે કે ત્રણ સભ્ય દેશોએ આઈસીસીને વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર કરવાની અપીલ કરી હતી. ગુરુવારે BCCIની એક મોટી બેઠક મળી હતી. જેમાં વર્લ્ડ કપના તમામ યજમાન સંગઠનોએ ભાગ લીધો હતો.
Jay Shah confirms there will be changes in dates for few games in World Cup as 2-3 full member board have requested to change the schedule. [Sports Today] pic.twitter.com/1kbRfKWRiN
BCCIની બેઠક બાદ જય શાહે પુષ્ટિ કરી હતી કે વર્લ્ડ કપની કેટલીક મેચોની તારીખો બદલવામાં આવશે, કારણ કે 23 પૂર્ણ સભ્યોના બોર્ડે ICCને શેડ્યૂલ બદલવાની અપીલ કરી હતી. જય શાહે કહ્યું કે મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, માત્ર તારીખમાં ફેરફાર કરવામાં આવશે.
વાસ્તવમાં, 27 જૂનના રોજ, ICCએ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. તે શિડ્યુલ મુજબ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાવાની હતી. આ હાઈવોલ્ટેજ મેચની તૈયારીમાં અમદાવાદ પણ સામેલ હતું, પરંતુ એક મહિના બાદ તેની તારીખ બદલવાની ચર્ચા શરૂ થઈ હતી.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો