AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સતત ટ્રોલ થઈ રહ્યો હતો ત્યારે હાર્દિક પંડ્યાએ લીધો હતો આ નિર્ણય, ઈશાન કિશને કર્યો મોટો ખુલાસો

T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાએ શાનદાર ઓલરાઉન્ડ રમત બતાવી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. આ ખેલાડીએ ફાઇનલમાં 3 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આ દરમિયાન ઈશાન કિશને હાર્દિક પંડ્યાને લઈને મોટો ખુલાસો કર્યો છે.

સતત ટ્રોલ થઈ રહ્યો હતો ત્યારે હાર્દિક પંડ્યાએ લીધો હતો આ નિર્ણય, ઈશાન કિશને કર્યો મોટો ખુલાસો
Hardik Pandya & Ishan Kishan
| Updated on: Jul 08, 2024 | 6:43 PM
Share

આજે આખી દુનિયા હાર્દિક પંડ્યાનું નામ આદરથી લઈ રહી છે, આ ખેલાડીએ T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું છે. આજે હાર્દિક પંડ્યાનું દરેક જગ્યાએ જોરદાર સ્વાગત થઈ રહ્યું છે પરંતુ T20 વર્લ્ડ કપ પહેલા વાતાવરણ અલગ હતું.

IPL દરમિયાન સતત ટ્રોલ થયો હાર્દિક

લાખો ભારતીય ચાહકો હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા હતા કારણ કે તે રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો હતો. લાઈવ મેચોમાં હાર્દિક પંડ્યા સામે ‘બૂ-બૂ’ની બૂમો પડી રહી હતી અને તે હંમેશા હસતો રહેતો હતો. પરંતુ હાર્દિક પંડ્યા દર્શકોના વર્તનથી ખૂબ ગુસ્સે થયો હતો અને ઈશાન કિશને તેના દિલમાં શું ચાલી રહ્યું હતું તેનો ખુલાસો કર્યો હતો.

પંડ્યાએ શું નિર્ણય લીધો હતો?

ઈશાન કિશને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કરવા માંગતો હતો. હાર્દિકે કહ્યું હતું કે એકવાર પરફોર્મન્સ સારું આવશે, તે પછી જે લોકો આજે અપશબ્દો બોલે છે તે જ તાળીઓ પાડશે. હાર્દિકે વર્લ્ડ કપમાં કમાલ પ્રદર્શન કરી આ વાતને સાચી સાબિત કરી હતી.

ઈશાન ટીમ ઈન્ડિયાની બહાર

ઈશાન કિશન ગયા વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. માનસિક થાકને કારણે કિશને અચાનક દક્ષિણ આફ્રિકાથી પરત ફરવાનું નક્કી કર્યું હતું. જ્યારે ઈશાન મુશ્કેલીમાં હતો ત્યારે તે હાર્દિક પંડ્યા પાસે ગયો હતો. તેણે પંડ્યા સાથે ટ્રેનિંગ કરી અને જ્યારે હાર્દિક વર્લ્ડ ચેમ્પિયન બની પાછો ભારત ફર્યો ત્યારે ઈશાન તેને મળ્યો હતો.

શું હાર્દિક ઈશાનને ટીમમાં સ્થાન આપશે?

રસપ્રદ વાત એ છે કે ઈશાન કિશન હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર છે, પરંતુ જ્યારે હાર્દિક પંડ્યા T20 કેપ્ટન બનશે, જે નિશ્ચિત છે કે તે બનશે, તો શક્ય છે કે આ વિકેટકીપર વાપસી કરી શકે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં આવી શકે છે, આવી સ્થિતિમાં ઈશાન કિશન ટીમમાં પ્રવેશ કરી શકે છે. પણ સવાલ એ છે કે ક્યારે?

આ પણ વાંચો: VIDEO: MS ધોનીના માતા-પિતાએ રાંચીમાં કેક અને મીઠાઈ વહેંચી, ચાહકોએ કહ્યું – ‘ભગવાન’નો પ્રસાદ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">