IPL 2022 Points Table: ગુજરાત પાસેથી નંબર 1 નુ સ્થાન રાજસ્થાને છીનવ્યુ, હારીને પણ દિલ્હીને કોઈ નુકશાન નહીં

IPL 2022 Points Table in Gujarati: દિલ્હી કેપિટલ્સ માટે 7 મેચમાં આ ચોથી હાર હતી અને માત્ર 6 પોઈન્ટ સાથે તેઓ હજુ પણ છઠ્ઠા સ્થાને છે.

IPL 2022 Points Table: ગુજરાત પાસેથી નંબર 1 નુ સ્થાન રાજસ્થાને છીનવ્યુ, હારીને પણ દિલ્હીને કોઈ નુકશાન નહીં
Sanju Samson ની ટીમ સિઝનમાં ટોચ પર પહોંચી ચુકી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 9:55 AM

જેમ જેમ IPL 2022 ની મેચો ચાલી રહી છે, તે જ રીતે તેમાં રોમાંચ અને ડ્રામા જોરદાર રીતે જોવા મળી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ પર ચેન્નાઈ સુપર કિંગ્સની નાટકીય જીતના એક દિવસ પછી, રાજસ્થાન રોયલ્સે બીજી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC vs RR) ને હરાવ્યું. આ એક એવી મેચ સાબિત થઈ જેમાં 222 જેવો સ્કોર પણ સુરક્ષિત ન હતો. જોકે રાજસ્થાને (Rajasthan Royals) આ સિઝનમાં પાંચમી વખત પ્રથમ બેટિંગ કરી હતી અને સ્કોર કર્યો હતો અને તેનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. તેની અસર હવે પોઈન્ટ ટેબલ (IPL Points Table) પર પણ જોવા મળી રહી છે, જ્યાં સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

સિઝનની પ્રથમ મેચથી જ જોરદાર રમત દર્શાવતી રાજસ્થાન રોયલ્સે તેની સાતમી મેચમાં પણ આ શ્રેણી ચાલુ રાખી હતી. આ સાથે જોસ બટલરે પણ શ્રેણી ચાલુ રાખી. રાજસ્થાનના આ ઈંગ્લિશ ઓપનરે ફરી બોલરોને ધોલાઈ કરી અને આ સિઝનમાં પોતાની ત્રીજી સદી ફટકારી, જેના આધારે રાજસ્થાને આટલો મોટો સ્કોર બનાવ્યો. દિલ્હીએ પણ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને છેલ્લી ઓવર સુધી મેચને રોમાંચક બનાવી રાખી, પરંતુ 223 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો સરળ ન હતો અને અંતે ઋષભ પંતની ટીમને 15 રનથી હારનો સામનો કરવો પડ્યો.

રાજસ્થાને ગુજરાત-બેંગ્લોરને હરાવ્યું

આ મેચમાં મળેલા વિજયે રાજસ્થાનને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચાડ્યું, જ્યાં તેણે પાડોશી ટીમ ગુજરાત ટાઇટન્સ પાસેથી તેમની નંબર વન ખુરશી છીનવી લીધી. રાજસ્થાનના હવે 7 મેચમાં 10 પોઈન્ટ છે અને તે આ મામલે ગુજરાત અને રોયલ ચેલેન્જર્સની બરાબરી પર છે, પરંતુ નેટ રન રેટમાં તફાવતને કારણે તેઓ પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. ગુજરાત હવે બીજા ક્રમે અને બેંગ્લોર ત્રીજા ક્રમે આવી ગયું છે. આ સિવાય પોઈન્ટ ટેબલમાં અન્ય કોઈ ટીમ સામે કોઈ તફાવત નહોતો. 7 મેચમાં ચોથી હાર બાદ પણ દિલ્હી 6 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. સારા નેટ રન રેટને કારણે તે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ કરતા આગળ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ડબલ હેડર સર્જશે ઉથલ પાથલ

હવે શનિવારે ડબલ હેડરમાં પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફારો જોવા મળશે. ગુજરાત ટાઇટન્સ 23 એપ્રિલે પ્રથમ મેચમાં કોલકાતા સામે ટકરાશે. બીજી મેચમાં બેંગ્લોરની ટક્કર સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. આ બંને મેચમાં ગુજરાત અને બેંગ્લોર પાસે પ્રથમ સ્થાન મેળવવાની તક રહેશે. બીજી તરફ કોલકાતા અને હૈદરાબાદ પોતાની રેન્કિંગમાં સુધારો કરી શકે છે.

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સમાં પડી છે તિરાડ? જૂથમાં વહેંચાઈ ગયા છે ખેલાડીઓ જેના કારણે મળી રહી છે સતત હાર!

આ પણ વાંચો : IPL 2022 Orange Cap: જોસ બટલરે જાળવી રાખ્યો છે દબદબો, ટોચના સ્થાનની આસપાસ કોઈ ફરકી શક્યુ નથી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">