KKR vs GT IPL 2022 Match Prediction: ગુજરાત આજે કોલકાતા સામેની ટક્કર કેવી રીતે પાડશે પાર? KKRની ગાડી પાટે ચઢશે?

Kolkata Knight vs Riders Gujarat Titans Preview: ગુજરાતની ટીમ અત્યારે 5 જીત સાથે ટોપ પર છે જ્યારે કોલકાતા માત્ર 3 જીત સાથે 7મા સ્થાને છે.

KKR vs GT IPL 2022 Match Prediction: ગુજરાત આજે કોલકાતા સામેની ટક્કર કેવી રીતે પાડશે પાર? KKRની ગાડી પાટે ચઢશે?
Hardik Pandya ની ટીમ સિઝનમાં બીજા સ્થાન પર છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 9:48 AM

IPL 2022 માં જો કોઈ એક ટીમે સૌથી વધુ ચોંકાવી હોય તો તે છે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans). લીગની સૌથી નવી ટીમે પોતાની ડેબ્યુ સીઝનમાં જ જબરદસ્ત રમત બતાવી છે અને લગભગ દરેક ટીમને હરાવી છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાની હેઠળ, આ ટીમ હવે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR vs GT) સામે ટકરાશે, જે ઝડપી શરૂઆત પછી ધીમી પડી રહી હોવાનું જણાય છે. આવી સ્થિતિમાં, જ્યારે બંને ટીમો ટકરાશે, ત્યારે ગુજરાત ટાઇટન્સ દ્વારા કરવામાં આવેલી સારી શરૂઆત આગળ પણ ચાલુ રાખી શકશે કે પછી કોલકાતા જૂનો વેગ પાછી મેળવે છે અને ફરીથી પ્લેઓફની રેસમાં પોતાનો દાવો મજબૂત કરે છે તેના પર ઘણી નજર રહેશે.

બંને ટીમના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો ગુજરાત ઘણું આગળ છે. ગુજરાતે તેની પ્રથમ 6 મેચમાંથી 5માં જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમને માત્ર એક જ હાર મળી અને તે પણ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે. બીજી તરફ કોલકાતાએ સારી શરૂઆત બાદ સતત ત્રણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ટીમ માત્ર 3 જીત અને 4 હાર બાદ 7 મેચમાંથી 6 પોઈન્ટ સાથે સાતમા સ્થાને સરકી ગઈ છે.

દરેક મોરચે મેચ વિનર મળી રહ્યો છે

સીઝનની શરૂઆત પહેલા મેગા ઓકશન બાદ સૌ કોઈ ગુજરાતને લઈને સવાલ ઉઠાવી રહ્યા હતા કારણ કે ટીમમાં હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન સિવાય ટી-20 ક્રિકેટના સુપરસ્ટાર બની શકે તેવું કોઈ મોટું નામ નથી. આ સાથે હાર્દિક પણ પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહ્યો હતો, પરંતુ નવા કેપ્ટનના નેતૃત્વમાં ગુજરાતે તેની બેટિંગ અને બોલિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. ટીમ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જીતવામાં સફળ રહી છે અને તેના એકથી વધુ ઉદાહરણો જોવા મળ્યા છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

રાહુલ તેવટિયાએ પંજાબ કિંગ્સ સામે છેલ્લા બે બોલમાં સિક્સ ફટકારીને જીત મેળવી હતી. ત્યારપછી ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં હાર્દિકની ગેરહાજરી છતાં ગુજરાતે ડેવિડ મિલરની 94 રનની વળતી આક્રમક ઈનિંગના આધારે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીને જીત મેળવી હતી. તે જ સમયે, રાશિદ ખાન, મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસન બોલિંગમાં એકસાથે ધમાલ મચાવી રહ્યા છે.

આ મેચમાં શુબમન ગિલ અને લોકી ફર્ગ્યુસન પર ખાસ નજર રહેશે, જેઓ ગત સિઝન સુધી KKR નો ભાગ હતા અને હવે ગુજરાત માટે જોરદાર રમત બતાવી રહ્યો છે. KKR તેમના બે જૂના સાથી ખેલાડીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તે પણ મેચનું પરિણામ નક્કી કરશે.

વેરવિખેર બોલિંગ, નબળી બેટિંગ આફત બની

બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ, જેણે પોતાની જોરદાર બોલિંગના દમ પર શરૂઆતની મેચોમાં વિરોધીઓ પર તૂટી પડ્યું હતું, પરંતુ હવે આ બોલિંગ તેની નબળાઈ સાબિત થઈ રહી છે. માત્ર સુનીલ નરેન જ થોડી ઘણી અસર ઉભી કરવામાં સક્ષમ છે. રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં ખૂબ રન થયા હતા. ઉમેશ યાદવ, પેટ કમિન્સ અને સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ મળીને 10 ઓવર નાખી અને તેમાં 124 રન બનાવ્યા. તે જ સમયે, શિવમ માવી અને આન્દ્રે રસેલ પણ વધુ યોગદાન આપી શક્યા નથી.

એટલું જ નહીં, ટીમની બેટિંગ પણ એકસાથે પ્રદર્શન કરી શકતી નથી. વેંકટેશ અય્યર આ સિઝનમાં પૂરા જોશમાં નથી. જો કે છેલ્લી મેચમાં એરોન ફિન્ચે ઓપનિંગમાં વિસ્ફોટક ઈનિંગ રમીને ટીમને થોડી આશા જગાવી છે જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યર પણ ફરી રંગમાં વાપસી કરતો જોવા મળી રહ્યો છે. નીતિશ રાણા, આન્દ્રે રસેલ અને શેલ્ડન જેક્સન જેવા બેટ્સમેનોનું પણ યોગદાન જરૂરી છે.

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સમાં પડી છે તિરાડ? જૂથમાં વહેંચાઈ ગયા છે ખેલાડીઓ જેના કારણે મળી રહી છે સતત હાર!

આ પણ વાંચો : IPL 2022 Purple Cap: ચહલ અને કુલદીપની જોડીની ધમાલ યથાવત, ‘કુલ-ચા’ જોડીને ટોચના ક્રમેથી હલાવી નથી શક્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">