AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 ની સિઝનમાં વૈભવ સૂર્યવંશીને કેટલી પ્રાઈઝ મની મળી? લાખોની કમાણી સાથે લક્ઝુરિયસ SUV પણ જીતી

IPL 2026 ની આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ બનાવ્યા, જેમા સૌથી વધુ સિક્સર મારવાથી લઈને સૌથી વધુ રન રન અને સૌથી વધુ રનરેટ સાથે રમવાનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. ત્યારે આવો જાણીએ આ સિઝનમાં વૈભવ સૂર્યવંશીને તેના રેકોર્ડ્સ બદલ કેટલી પ્રાઈઝ મની મળી.

IPL 2026 ની સિઝનમાં વૈભવ સૂર્યવંશીને કેટલી પ્રાઈઝ મની મળી? લાખોની કમાણી સાથે લક્ઝુરિયસ SUV પણ જીતી
| Updated on: Jun 01, 2026 | 2:15 PM
Share

IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ ભલે ક્વોલિફાયર -2માં હારીને ફાઈનલની રેસની બહાર થઈ ગઈ હોય, પરંતુ આ આખીય સિઝન દરમિયાન 15 વર્ષના સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશીએ જે કારનામા કર્યા છે તેમણે વિશ્વભરના ક્રિકેટ એક્સપર્ટને વિચારતા કરી દીધા છે. બિહારના આ યુવા બેટ્સમેન એ ન ફક્ત મોટા મોટા સ્ટાર ખેલાડીઓને પાછળ છોડ્યા છે પરંતુ તેની તોફાની બેટીંગ થી T20 ક્રિકેટની પરિભાષા જ બદલીને રાખી દીધી છે.

રાજસ્થાન રોયલ્સ ભલે ક્વોલિફાયર – 2 માં હારીને ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હોય પરંતુ સમગ્ર સીઝન દરમિયાન વૈભવ સૂર્યવંશીનો કમાલ જોવા જેવો રહ્યો. IPL 2026ની એવોર્ડ સેરેમનીમાં સૌથી વધુ ચર્ચા વૈભવના નામની જ રહી. વૈભવે તેની ઐતિહાસિક બેટીંગના જોરે 55 લાખની પ્રાઈઝ મની અને એક લક્ઝુરિયસ SUV ટાટા સિએરા પણ પોતાને નામ કરી છે. આ ગાડીની સ્ટાર્ટિંગ કિંમત જ 11 લાખ રૂપિયા છે જે 22 લાખ સુધી જાય છે. જો કે વૈભવે આ ગાડી ચલાવવા માટે હજુ ઓછામાં ઓછા ત્રણ વર્ષ રાહ જોવી પડશે. વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં 237.31 ના અવિશ્વસનિય સ્ટ્રાઈક રેટથી 776 રન બનાવ્યા. સમગ્ર સિઝન દરમિયાન વૈભવે 63 ચોગ્ગા અને 72 છગ્ગા જડ્યા છે. આ જ કારણ છે કે ક્રિકેટ જગતમાં તેની સરખામણી મહાન બેટ્સમેન સાથે થવા લાગી છે.

ઓરેન્જ કેપ પર કર્યો કબજો

IPL 2026ની સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટર તરીકે વૈભવે ઓરેન્જ કેપ પોતાને નામ કરી. આ સિદ્ધિ બદલ તેને 10 લાખની ઈનામી રાશી પણ મળી. વૈભવને IPL 2026ની સીઝનનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એટલે કે MVP પણ પસંદ કરવામાં આવ્યો. તેણે 436.5 MVP પોઈન્ટ મેળવ્યા છે. જે સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ છે. આ સન્માન માટે તેને 15 લાખ રૂપિયાની વધુ એક ઈનામી રાશી આપવામાં આવી છે.

સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન માટે 10 લાખની પ્રાઈઝ મની

237.31 ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટ સાથે બેટીંગ કરનારા વૈભવને સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનનો એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપલબ્ધિ માટે તેના ખાતામાં 10 લાખ રૂપિયા મળ્યા. જસપ્રિત બુમરાહ, પેટ કમિંસ અને કગિસો રબાડા જેવા વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર્સ ની સામે તોફાની બેટીંગ કરનારા વૈભવને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન તરીકે પણ પસંદગી પામ્યો છે. આ એવોર્ડ સાથે તેને 10 લાખ ની ઈનામી રાશી મળી છે.

ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવા માટે મળ્યુ મોટુ ઈનામ

વૈભવ સૂર્યવંશીને IPL ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ સિક્સર જડવાનો એક નવો રેકોર્ડ તો બનાવ્યો. તેણે 72 છગ્ગા સાથે 2012નો ક્રિસ ગેલનો 59 સિક્સર ફટકારવાનો 16 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ શાનદાર સિદ્ધિ માટે તેમને સુપર સિક્સિસ ઓફ ધ સિઝનનો એવોર્ડ મળ્યો. આ સિદ્ધ બદલ તેને 10 લાખ રૂપિયા મળ્યા, ઉપરાંત એક લક્ઝરી SUV પણ ઈનામમાં મળી.

IPL 2026 માં વૈભવ સૂર્યવંશીની કુલ કમાણી (₹55 લાખ)

  • ઓરેન્જ કેપ – ₹10 લાખ
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP) – ₹15 લાખ
  • સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન – ₹10 લાખ
  • ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન – ₹10 લાખ
  • સિઝનના સુપર સિક્સિસ ઓફ ધ સિઝન – ₹10 લાખ

ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?

Follow Us
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video
ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video
વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video
વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video
અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો
અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
g clip-path="url(#clip0_868_265)">