AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગિલે એક જ દિવસમાં નંબર 1નો તાજ ગુમાવ્યો, CSK બોલરે પર્પલ કેપ મેળવી

આઈપીએલ 2026માં શનિવારના રોજ ડબલ હેડર મેચ રમાઈ હતી. જેમાં પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેમ્પિયન બેંગ્લુરુંને છેલ્લી ઓવરમાં હરાવ્યું હતુ. તો ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને હાર આપી હતી. તો ચાલો હવે આપણે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ વિશે વાત કરીએ.

Breaking News : ગિલે એક જ દિવસમાં નંબર 1નો તાજ ગુમાવ્યો, CSK બોલરે પર્પલ કેપ મેળવી
| Updated on: Apr 19, 2026 | 9:37 AM
Share

આઈપીએલમાં પોઈન્ટ ટેબલની સાથે ઓરન્જ કેપ અને પર્પલ કેપની સ્થિતિ પર દરરોજ બદલાતી રહે છે. વધુ મેચ જીતનારી ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપર જઈ રહી છે તો હારનારી ટીમ નીચે જઈ રહીછે. આઈપીએલ 2026ની દરેક મેચમાં બેટ્સમેનની સાથે સાથે બોલર વચ્ચે પણ મુકાબલો રસપ્રદ રહે છે. દરેક મેચની સાથે નવા ખેલાડીઓ ચમકી રહ્યા છે. તેમજ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. આ સાથે ઉલેટફેર પણ જોવા મળી રહ્યો છે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર બેટ્સમેન હેનરિક ક્લાસેને શાનદાર અડધી સદી ફટકારી તમામને પાછળ છોડી દીધા છે. જ્યારે બોલિંગમાં નવું નામ સામે આવ્યું છે.

ક્લાસેન ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 39 બોલમાં 59 રનની ઈનિગ્સ રમી હતી. આ સીઝનમાં તેની ત્રીજી અડધી સદી છે. તે ઓરેન્જ કેપની રેસમાં પહેલા સ્થાને છે. વિરાટ કોહલી અને શુભમન ગિલને પછાડ્યા છે.તો ચાલો હવે આપણે આઈપીએલ 2026માં અત્યારસુધી સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન વિશે વાત કરીએ.

ઓરેન્જ કેપમાં કોણ આગળ

  • હેનરિક ક્લાસેન-283 રન
  • શુભમન ગિલ-251 રન
  • વિરાટ કોહલી-247 રન
  • રજત પાટીદાર-230 રન
  • ઈશાન કિશન-213 રન

બોલિગમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો યુવા બેટ્સમેન અંશુલ કંબોઝે શાનદાર પ્રદર્શન કરી પર્પલ કેપ પર કબજો કર્યો છે. તેમણે હૈદરાબાદ વિરુદ્ધ 3 ઓવરમાં 3 વિકેટ લઈ પ્રસિદ્ધ કૃષ્ણાને પાછળ છોડ્યો છે. કુલ 13 વિકેટ સાથે તે ટોપ પર છે. પ્રસિદ્ધ કૃષ્ણા 11 વિકેટની સાથે બીજા સ્થાને છે. આ સિવાય અનુભવી બોલર ભુવનેશ્વર કુમારે પણ શાનદાર બોલિગ કરી 10 વિકેટની સાથે રેસમાં એન્ટ્રી કરી છે.

આઈપીએલ 2026માં અત્યારસુધી સૌથી વધારે વિકેટ લેનાર બોલર

  • અંશુલ કંબોઝ-13 વિકેટ
  • પ્રસિદ્ધ કૃષ્ણા-11 વિકેટ
  • ભુવનેશ્વર કુમાર-10 વિકેટ
  • પ્રિન્સ યાદવ-9 વિકેટ
  • રવિ બિશ્નોઈ-9 વિકેટ

આઈપીએલના પોઈન્ટ ટેબલ2026

આઈપીએલના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પહેલા સ્થાને પંજાબ કિંગ્સ, બીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ત્રીજા સ્થાને રાજસ્થાન રોયલ્સ, ચોથા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ અને પાંચમા સ્થાને દિલ્હી કેપિટલ્સ છે. આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે 10માં સ્થાને કોલકત્તા નાઈટ રાઈડર્સ છે, તમને જણાવી દઈએ કે, કોલકત્તા નાઈટ રાઈડર્સે અત્યારસુધી એક પણ મેચ જીતી નથી.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
g clip-path="url(#clip0_868_265)">