AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Instagram : વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પરથી કરોડોની કમાણી કરાવતી પોસ્ટ્સ ડિલીટ કરી ?

વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાંનો એક છે. ઈન્સ્ટાગ્રામ પર તેના કુલ 271 મિલિયન ફોલોઅર્સ છે. આવી સ્થિતિમાં, તેની પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયાઓ આવે છે, જેનો ફાયદો કોહલી જાહેરાતો પોસ્ટ કરીને લે છે, કારણ કે કંપનીઓ તેને આ માટે કરોડો રૂપિયા ચૂકવે છે. જો કે અચાનક વિરાટ કોહલીએ આ બધી પોસ્ટ ડિલીટ કરી દેતા કોહલી ફરી હેડલાઈનમાં આવી ગયો છે.

Virat Kohli Instagram : વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પરથી કરોડોની કમાણી કરાવતી પોસ્ટ્સ ડિલીટ કરી ?
Virat KohliImage Credit source: PTI
| Updated on: Apr 09, 2025 | 5:29 PM
Share

IPLની 18મી સિઝન ચાલી રહી છે અને વિરાટ કોહલી તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે સતત આગળ વધી રહ્યો છે. બંનેનું પ્રદર્શન અત્યાર સુધી મજબૂત રહ્યું છે. કોહલીના બેટમાંથી રન આવી રહ્યા છે અને ટીમ જીતી પણ રહી છે. પરંતુ આ બધા વચ્ચે, અચાનક વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે અને તેનું કારણ કોઈ નવો ફોટો કે વીડિયો નથી. તેના બદલે, આ પાછળનું કારણ એવી કેટલીક પોસ્ટ્સ છે, જેના દ્વારા વિરાટ કોહલીએ કરોડો કમાયા હતા પરંતુ હવે તે પોસ્ટ્સ દેખાતી નથી.

ઈન્સ્ટાગ્રામ પર કોહલીના 271 મિલિયન ફોલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર દુનિયાના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાંનો એક વિરાટ કોહલી ઘણીવાર આ પ્લેટફોર્મ પર કંઈક ને કંઈક પોસ્ટ કરે છે. કુલ 271 મિલિયન ફોલોઅર્સ ધરાવતા વિરાટ કોહલીની દરેક પોસ્ટ પર ચાહકોની પ્રતિક્રિયા પણ જબરદસ્ત હોય છે. આ જ કારણ છે કે કોહલી આ પ્લેટફોર્મ દ્વારા ઘણી બધી અલગ અલગ કંપનીઓની જાહેરાતો પોસ્ટ કરતો રહે છે, જેનાથી તે કરોડો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ હવે કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ જાહેરાત પોસ્ટ અચાનક ગાયબ થઈ ગઈ છે, જેનાથી બધા ચોંકી ગયા છે.

કોહલીના એકાઉન્ટમાંથી જાહેરાતો ગાયબ

હકીકતમાં, છેલ્લા દોઢ વર્ષમાં કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફક્ત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ જ પોસ્ટ કર્યા છે, જ્યારે તે કોઈપણ મેચ, વેકેશન કે તેની ટ્રેનિંગ સંબંધિત કોઈ ફોટા પોસ્ટ કરતો નથી. છેલ્લા અઠવાડિયામાં ચાહકો પણ આ અંગે નિરાશા અને નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે અચાનક તેમના એકાઉન્ટમાંથી આ જાહેરાત પોસ્ટ્સ ગાયબ થઈ ગઈ છે અને ફક્ત જૂના ફોટા જ દેખાય છે, જેમાં ફક્ત કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા જ જોવા મળે છે.

પોસ્ટ ડિલીટ કરવા પાછળનું સત્ય શું છે?

તો શું કોહલીએ ખરેખર તે કંપનીઓની જાહેરાતો ડિલીટ કરી દીધી છે જેમાંથી તે કરોડો કમાયો હતો? સત્ય આનાથી અલગ છે. વાત એ છે કે કોહલીએ આ પોસ્ટ્સ ડિલીટ કરી નથી પરંતુ ઈન્સ્ટાગ્રામના એક ફીચર દ્વારા તેને અલગ કરી છે. કોહલીની મોટાભાગની એન્ડોર્સમેન્ટ પોસ્ટ્સ વીડિયો અથવા રીલ્સના રૂપમાં હોય છે અને હવે તેણે ઈન્સ્ટાગ્રામના ફીચરની મદદથી તેને મુખ્ય પેજથી અલગ કરી દીધી છે. હવે તેના આ વીડિયો ફક્ત રીલ સેક્શનમાં જ દેખાય છે, જે દર્શાવે છે કે તેણે કોઈ વીડિયો ડિલીટ કર્યો નથી. આ કારણે, તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના હોમ પેજ પર ફક્ત પર્સનલ ફોટા જ દેખાય છે.

પોસ્ટ ડિલીટ કરવાને બદલે આર્કાઈવ કરી હોય?

જોકે, આનું બીજું એક પાસું પણ છે, કારણ કે કેટલીક જાહેરાતોમાં દેખાઈ રહી નથી અને શક્ય છે કે કોહલીએ તેને ડિલીટ કરવાને બદલે આર્કાઈવ કરી હોય. આર્કાઈવ કર્યા પછી પણ, પોસ્ટ્સ મુખ્ય એકાઉન્ટ પરના ફોલોઅર્સ માટે દેખાતી નથી. આનું એક કારણ એ હોઈ શકે છે કે કોહલીનો તે બ્રાન્ડ્સ સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો હોય અને તેથી તે હવે તેને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બતાવવા માંગતો નહીં હોય.

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર વાત કરી છે

હવે ફક્ત કોહલી જ કહી શકે છે કે સત્ય શું છે. જોકે, તેના તાજેતરના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે તે સોશિયલ મીડિયા પર તેના જીવન સાથે જોડાયેલા ઘણા ફોટા કે વીડિયો પોસ્ટ કરવાનો નથી. IPL શરૂ થતા પહેલા વિરાટને આ અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં કોહલીએ કહ્યું હતું કે કોઈ પણ ધ્યેય વિના ટેકનોલોજીનો ઉપયોગ કરવો ખતરનાક છે અને તેથી હવે તે સોશિયલ મીડિયા પર વધુ પોસ્ટ કરતો નથી. તેણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી તેના જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી, તેથી તે વધારે ધ્યાન આપતો નથી.

આ પણ વાંચો: MI vs RCB : વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહને ધક્કો માર્યો, બેટ પેવેલિયનમાં ફેંકી દીધું, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">