IPL 2025 : શ્રેયસ અય્યરના પગ ધ્રુજી ગયા, આ બોલરને સામે જોઈ છોડી ગયો મેદાન
પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે નિષ્ફળ ગયો, તે ફક્ત 2 રન જ બનાવી શક્યો. RCBએ શ્રેયસ અય્યરની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો અને તેને આઉટ કર્યો.

પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર એક અદ્ભુત બેટ્સમેન છે તેમાં કોઈ શંકા નથી. IPL 2025માં તેનું પ્રદર્શન પણ પ્રશંસનીય રહ્યું છે, પરંતુ જ્યારે RCB સામે હોય છે ત્યારે એવું લાગે છે કે શ્રેયસ અય્યરને કંઈક થઈ જાય છે. આ ખેલાડીનું બેટ ચાલતું નથી. IPL 2025ની ક્વોલિફાયર 1 માં પણ આવું જ જોવા મળ્યું હતું. અય્યર ફક્ત 3 બોલ સુધી જ ક્રીઝ પર ટકી શક્યો અને જોશ હેઝલવુડે તેને આઉટ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે અય્યર ગમે તેટલા સારા ફોર્મમાં હોય, જો હેઝલવુડ તેની સામે હોય, તો અય્યરના પગ ધ્રૂજવા લાગે છે.
હેઝલવુડે શ્રેયસને કર્યો આઉટ
શ્રેયસ અય્યરનો જોશ હેઝલવુડ સામે ખૂબ જ ખરાબ રેકોર્ડ છે. આ જમણા હાથનો બેટ્સમેન હેઝલવુડ સામે 6 ઈનિંગ્સમાં ફક્ત 11 રન જ બનાવી શક્યો છે. આ દરમિયાન તેણે 22 બોલનો સામનો કર્યો છે અને ચાર વખત આઉટ થયો છે. હેઝલવુડની લંબાઈ સામે અય્યરને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અય્યર તેના શોર્ટ પિચ બોલ સામે એકદમ નબળો લાગે છે.
21 Wickets in just 11 Matches. ❤️
Please never leave us Josh Hazlewood.#RCBvsPBKS pic.twitter.com/Grl1rTYX2e
— Krishna. (@KrishVK_18) May 29, 2025
અય્યર મુલ્લાનપુરમાં ફરી નિષ્ફળ
જોકે, મુલ્લાનપુરમાં શ્રેયસ અય્યરનું બેટ ન ચાલ્યું. ભલે આ પંજાબ કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ છે, પરંતુ કેપ્ટન અય્યર અહીંની પિચ પર સંઘર્ષ કરતો જોવા મળે છે. અય્યર અહીં રમાયેલી પાંચ મેચમાંથી ચાર વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો છે. મુલ્લાનપુરમાં રમાયેલી પહેલી મેચમાં અય્યરે 10 રન બનાવ્યા હતા. આ પછી તે 9 રન બનાવી આઉટ થયો હતો. મુલ્લાનપુરમાં ત્રીજી ઈનિંગમાં તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ચોથી મેચમાં તે ફક્ત 6 રન બનાવી શક્યો. આણ હવે RCB સામે તે ફક્ત 2 રન જ બનાવી શક્યો.
પંજાબની ટીમ 101 રનમાં ઓલઆઉટ
પંજાબ કિંગ્સની ટીમે RCB સામે શરણાગતિ સ્વીકારી હતી. પંજાબની ટીમ 14.1 ઓવરમાં માત્ર 101 રન જ બનાવી શકી. આ ટીમના બે બેટ્સમેન પોતાનું ખાતું ખોલાવી શક્યા નહીં. 8 બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. માર્કસ સ્ટોઈનિસે સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. જ્યારે પ્રભસિમરન સિંહે 18 અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 18 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: PBKS vs RCB : પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બદલ્યો કેપ્ટન
