AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લંડન, દુબઈ, સિંગાપોર નહીં, આ શહેરમાં યોજાશે IPL 2025ની મેગા ઓક્શન, BCCIએ લીધો મોટો નિર્ણય !

IPL મેગા ઓક્શન માટે BCCI સ્થળ શોધી રહી છે. બોર્ડે આ ઈવેન્ટ માટે 4 મોટા શહેરોને રિજેક્ટ કર્યા છે. હવે આ માટે સાઉદી અરેબિયાના બે શહેરોને લઈને ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓએ તેની મુલાકાત પણ લીધી છે અને ટૂંક સમયમાં BCCI આની જાહેરાત કરી શકે છે.

લંડન, દુબઈ, સિંગાપોર નહીં, આ શહેરમાં યોજાશે IPL 2025ની મેગા ઓક્શન, BCCIએ લીધો મોટો નિર્ણય !
IPL 2025Image Credit source: Getty Images
| Updated on: Oct 21, 2024 | 3:21 PM
Share

IPL 2025ની મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓના ભાવિનો નિર્ણય થવાનો છે. આવી સ્થિતિમાં, ચાહકો અને લીગમાં સામેલ થનારા ખેલાડીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ માટે BCCIએ તાજેતરમાં જ રિટેન્શન નિયમો પણ જાહેર કર્યા હતા. જો કે મેગા ઓક્શન ક્યારે અને ક્યાં યોજાનાર છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ હવે આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં મેગા ઓક્શનનું સ્થળ અને તારીખ અંગે જાણકારી સામે આવી છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાની રાજધાની રિયાધને આ ઈવેન્ટ માટે સૌથી પસંદગીનું સ્થળ માનવામાં આવે છે અને BCCI ટૂંક સમયમાં તેને મંજૂરી આપી શકે છે.

રિયાધ અને જેદ્દાહના નામની ચર્ચા

BCCI મેગા ઓક્શન માટે સાઉદી અરેબિયાના બે શહેરો રિયાધ અને જેદ્દાહનું નિરીક્ષણ કરી રહ્યું છે. આમાં રિયાદનું નામ સૌથી આગળ છે અને શક્ય છે કે BCCI થોડા દિવસોમાં તેને મંજૂરી આપે. અહેવાલો અનુસાર બોર્ડના અધિકારીઓ બંને શહેરોની મુલાકાત લઈ ચૂક્યા છે. સોમવાર 21 ઓક્ટોબરે ફરી એકવાર અધિકારીઓ નિરીક્ષણ કરવા જઈ શકે છે. આ પછી સ્થળ નક્કી કરવામાં આવશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, IPL 2025ની મેગા હરાજી 24 અને 25 નવેમ્બરે યોજાઈ શકે છે. જોકે, BCCIએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.

4 શહેરોને રિજેક્ટ કરવામાં આવ્યા

BCCIએ અગાઉ લંડન, દુબઈ, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાના એક શહેરને IPL 2025ની મેગા ઓક્શન હોસ્ટ તરીકે લિસ્ટમાં રાખ્યા હતા. પરંતુ હવે આ ચાર શહેરોને યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. Cricbuzz અનુસાર, લંડનને તેના હવામાનને કારણે યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા સમય ઝોનમાં મોટા તફાવતને કારણે બાકાત રહી ગયું છે. વાસ્તવમાં, BCCI ભારતીય સમય પ્રમાણે બપોરે હરાજીનો સમય રાખવા માંગે છે. પરંતુ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના સમયમાં ઘણો તફાવત છે.

બ્રોડકાસ્ટર્સ પણ મોટી સમસ્યા

આ સિવાય બ્રોડકાસ્ટર્સ પણ આમાં મોટી સમસ્યા બની ગયા. વાસ્તવમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 થી 26 નવેમ્બરની વચ્ચે મેચ રમાવાની છે. દરમિયાન, BCCI પણ એક મેગા ઓક્શન કરવા માંગતી હતી અને બંનેના બ્રોડકાસ્ટિંગ પાર્ટનર ડિઝની સ્ટાર છે. IPLની છેલ્લી હરાજી દુબઈમાં યોજાઈ હતી. બોર્ડ આ વખતે અહીં મેગા ઓક્શન કરવા માંગતું નથી.

આ પણ વાંચો: T20 World Cup : વિજેતા ન્યુઝીલેન્ડને મળ્યું આટલા કરોડનું ઈનામ, જાણો ભારતીય ટીમને કેટલી રકમ મળી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">