15 સેકન્ડમાં યુવા ખેલાડીએ એમએસ ધોનીને મોટી ભૂલ કરતા રોક્યો, CSKને થયો મોટો ફાયદો
IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની DRS લેવામાં મોટી ભૂલ કરી રહ્યો હતો. જો કે યુવા ખેલાડીએ ધોનીને માત્ર 15 સેકન્ડમાં વિશ્વાસમાં લીધો હતો અને CSKને મોટો ફાયદો થયો હતો.

IPL 2025ની 30મી મેચમાં લખનૌ કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર શરૂઆત કરી હતી. CSKના બોલરોએ LSGને શરૂઆતમાં જ આંચકો આપ્યો હતો. આ દરમિયાન CSK બોલરની જીદથી ટીમને મોટો ફાયદો થયો હતો. તેણે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસેથી DRS લેવાનો આગ્રહ રાખ્યો અને લખનૌ સુપર જાયન્ટ્સના સૌથી ખતરનાક બેટ્સમેનને પેવેલિયન મોકલી દીધો. કેપ્ટન બનતાની સાથે જ ધોનીએ અંશુલ કંબોજને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો હતો. તેણે આ મેચમાં પોતાના કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો અને નિકોલસ પૂરનને પેવેલિયન મોકલી દીધો.
અંશુલ કંબોજે ધોની પાસેથી શું આગ્રહ કર્યો?
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં કેપ્ટન ધોનીએ અંશુલ કંબોજને મેદાનમાં ઉતાર્યો હતો. તે મેચમાં અંશુલે એક વિકેટ લીધી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં અંશુલ કંબોજે ચોથી ઓવર ફેંકી હતી. આ ઓવરનો છેલ્લો બોલ LSG વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરનના પેડ પર વાગ્યો. અંશુલે જોરદાર અપીલ કરી, પરંતુ અમ્પાયરે તેને નકારી કાઢી. ધોનીએ એવો પણ સંકેત આપ્યો કે બોલ બહાર જઈ રહ્યો છે પરંતુ અંશુલે ધોનીને DRS લેવાનો આગ્રહ કર્યો. જ્યારે ધોનીએ DRS લીધો ત્યારે બોલ સ્ટંપ પર વાગ્યો એવું જણાયું. જે બાદ અમ્પાયરને પોતાનો નિર્ણય બદલવો પડ્યો અને નિકોલસ પૂરન માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. જો અંશુલે આ વાતનો આગ્રહ ન રાખ્યો હોત તો મેચનું પરિણામ અલગ હોત.
First Dhoni refused to take review, But at end Anshul Kamboj convinced him. Well ball Anshul Kamboj… Dhoni Review system expose hote – hote reh gaya.#LSGvCSK #CSKvLSG pic.twitter.com/delMKlnJic
— Dr Artistic Soul (@dr_artisticsoul) April 14, 2025
કેપ્ટન બનતા જ અંશુલને ટીમમાં સામેલ કર્યો
ઋતુરાજ ગાયકવાડ ઘાયલ થયા પછી, મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન બનતાની સાથે જ મોટો જુગાર રમ્યો અને છેલ્લી 5 મેચોથી બેન્ચ પર બેઠેલા 3.4 કરોડ રૂપિયાના ખેલાડી અંશુલ કંબોજને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો. તેણે સિઝનની પોતાની પહેલી મેચ KKR સામે રમી હતી. આ મેચમાં તેણે એક વિકેટ લીધી હતી. હરિયાણાના આ ફાસ્ટ બોલરને IPL 2025ની મેગા ઓક્શનમાં CSK ટીમમાં 3.4 કરોડ રૂપિયામાં ઉમેરવામાં આવ્યો હતો. અંશુલે રણજી ટ્રોફી 2024માં 10 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. અંશુલે 2022માં હરિયાણા માટે ડેબ્યૂ કર્યું હતું. તેને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે 3 મેચ રમવાની તક મળી. આ પછી તે ઈમર્જિંગ એશિયા કપ 2024માં ભારત તરફથી રમતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: LSG vs CSK : IPL 2025માં ધોનીએ લીધો કઠોર નિર્ણય, તેના ચહિતા અશ્વિનને જ ટીમમાંથી કર્યો બહાર