IPL 2025 : આને કહેવાય સાચી માલકિન, અભિષેક શર્માની માતાને ગળે લગાવી કાવ્યા મારને દિલ જીતી લીધું, જુઓ વીડિયો
શનિવારના રોજ આઈપીએલ 2025માં 27મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં હૈદરાબાદે પંજાબને 8 વિકેટથી હાર આપી છે. અભિષેક શર્માએ 55 બોલમાં 141 રનની શાનદાર ઈનિગ્સ રમી ચર્ચામાં આવ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 27મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ હાઈ સ્કોરિંગ મેચમાં હૈદરાબાદ 246 રનનો વિશાળ ટાર્ગેટનો પીછો કરવા 9 બોલ બાકી રહેતા 8 વિકેટથી ધમાકેદાર જીત મેળવી હતી. આ આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી સફળ રન ચેજ રહ્યો હતો. સનરાઈઝર્સની જીતનો હીરો યુવા બેટ્સમેન અભિષેક શર્મા હતો. જેમણે 55 બોલમાં તોફાની ઈનિગ્સ રમી 141 રન બનાવ્યા હતા. આ દરમિયાન 14 ચોગ્ગા અને 10 સિક્સ પણ સામેલ હતી. આ ઈનિગ્સની સાથે અભિષેક શર્મા આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટી ઈનિગ્સ રમનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. અને તેમણે કે.એલ રાહુલનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
40 બોલમાં અભિષેક શર્માએ સદી ફટકારી
24 વર્ષના અભિષેક શર્માએ પોતાની પ્રથમ આઈપીએલ સદી પુરી કરવા માટે માત્ર 40 બોલ રમ્યા હતા. આ સાથે આઈપીએલમાં સૌથી ફાસ્ટ સદી ફટકાવનાર ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે. તેનાથી આગળ માત્ર યૂસુફ પઠાણ અને પ્રિયાંશ આર્ય છે.
–
A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on in this chase
Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w
— IndianPremierLeague (@IPL) April 12, 2025
અભિષેકની સદી પૂર્ણ કર્યા પછી કાવ્યા મારને તેની માતાને ગળે લગાવી
તમને જણાવી દઈએ કે, મેચ જોવા માટે અભિષેક શર્માના માતા-પિતા પણ આવ્યા હતા. જ્યારે અભિષેકે પોતાની સદી ફટકારી તો હૈદરાબાદની માલિક કાવ્યા મારને તેની માતાને ગળે લગાવ્યા હતા. આ મોમેન્ટ કેમેરામાં પણ કેદ થઈ હતી.
ટાર્ગેટનો પીછો કરતી વખતે, સનરાઇઝર્સ હૈદરાબાદની ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પંજાબના બોલરોને પરસેવો પાડી દીધો હતો. પ્રથમ ઓવરથી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો. ચોથી ઓવરમાં એક નો બોલે સનરાઈઝર્સ હૈદરાબાદની કિસ્મત બદલી હતી. 28 રન પર રમી રહેલા અભિષેકનો કેચ શશાંક સિંહે લીધો પરંતુ નો બોલના કારણે પાણી ફરી ગયું હતુ. ત્યારબાદ અભિષેક શર્માએ 19 બોલમાં અડધી સદી ફટકરી હતી.